“ચીઝ ગાર્લિક બ્રેડ” – pizza ખાવા જાવ છો ત્યારે તમારા બાળકો પણ ગાર્લિક બ્રેડ જ વધુ ખાય છે.. તો હવે ઘરે જ બનાવો…

“ચીઝ ગાર્લિક બ્રેડ”

સામગ્રી :

બ્રેડનો એક લોફ,
૨૦૦ ગ્રામ બટર,
બે ચમચા છીણેલું મોઝરેલા ચીઝ,
પા કપ અધકચરું વાટેલું લસણ,
એક ચમચો મિક્સ હબ્ર્સ (ઓરેગાનો, રોઝમેરી, ચિલી ફ્લૅક્સ વગેરે),
અડધી ચમચી તલ,
અડધી ચમચી મરીનો ભૂકો,
મીઠું સ્વાદ પ્રમાણે,
જરૂર પ્રમાણે ઍલ્યુમિનિયમ ફૉઇલ,

રીત :

હવે એક બાઉલમાં બટર લઈ એમાં લસણ મિક્સ કરો. ત્યાર બાદ એમાં હબ્ર્સ, કાળાં મરી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. આ લસણવાળા બટરને બ્રેડની સ્લાઇસમાં કરેલા કાપમાં ભરી દો. બ્રેડની સ્લાઇસ પર થોડું મોઝરેલા ચીઝ અને તલ ભભરાવો.

ત્યાર બાદ બ્રેડને ઍલ્યુમિનિયમના ફૉઇલમાં સીલ કરી પ્રી-હીટ કરેલા અવનમાં સાતથી આઠ મિનિટ માટે બેક કરો. પછી એને બહાર કાઢી બ્રેડ તૂટે નહીં એ રીતે ઍલ્યુમિનિયમનું ફૉઇલ કાઢી નાખો અને સર્વિંગ પ્લેટમાં કાઢીને ગરમ-ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

શેર કરો આ ટેસ્ટી ગાર્લિક બ્રેડ તમારી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી