લૂ લાગવી એટલે શું ? વાંચો તેના લક્ષણો અને તેના ઘરગથ્થું ઉપચાર…

કાળઝાળ ગરમીમાં આ ઘરેલુ નુસખા અજમાવીને “લૂ” થી બચો

ગરમીની સિઝનમાં લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે ગરમ હવા ચાલી રહી છે. તેનાથી લોકોને લૂ લાગવાની સમસ્યા વધી જાય છે. લૂ લાગવાથી ઉલ્ટીઓ થવા લાગે છે, જેના કારણે વ્યક્તિના શરીરમાં પણીની માત્રા ઘટી જાય છે. લોકો લૂ થી બચવા માટે કેટલાંક ઉપાયો પણ કરતા હોય છે. પરંતુ તેની અસર થોડાક સમયમાં જતી રહે છે. તેવામાં ઘરેલુ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારી જાતને લૂ થી બચાવી શકો છો. આજે અમે તમને લૂ લાગવાના લક્ષ્ણો અને તેનાથી બચવા માટેનાં ઘરેલુ ઉપાયો જણાવીશું.

લૂ લાગવાનાં લક્ષ્ણોલુલાગવાના લક્ષણોમાં જોઈએ તો માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્‍નાયુનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા ૧૨૦ કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્‍યકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્‍યકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્‍યકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા – ઉલ્‍ટી થયા હોય તેવી વ્‍યકિતને લુલાગવાની શકયતા વધુ રહે છે.

લૂ થી બચવાના ઉપાયો

1. પાણી વધારે પીવુંઉનાળામાં લુ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવા દો.

2. કેરીના પાન

ગરમીની સિઝનમાં દરેકનાં ઘરમાં કેરીનો બાફલો બનાવામાં આવે છે. તેને ગરમીમાં સ્વાસ્થ્યવર્ધક ટોનિક પણ કહેવામાં આવે છે. તેને બનાવવા માટે કાચી કેરીની જરૂર પડે છે. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળે છે. તેને પીવાથી લૂ નથી લાગતી.

3. છાસ

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ગરમીની સિઝનમાં છાસ પીવાથી લૂ નથી લાગતી તેમજ તેના અનેક ફાયદાઓ પણ છે. તેને પીવાથી શરીરમાં પાણી માત્રા ઓછી નથી થતી. છાસમાં મરી પાવડર અને જીરું નાખીને પીવાથી લૂ નથી લાગતી.

4. ડુંગળી

ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું સેવન કરવું જોઈએ. તેની તાસીર ઠંડી હોય છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે. તમે ઈચ્છો તો તેનો રસ નીકાળીને પણ પી શકો છો.

5. આંબલી
લૂ થી બચવા માટે આંબલીનાં બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવવો. હવે પાણીમાં ખાંડ અને આંબલીનો પાવડર નાખવો અને પછી તેને પીવું. તેને પીવાથી પાચનતંત્ર સારું રહે છે.

6. નાળિયેર પાણીનાળિયેર પાણી પીવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે. તેમાં ભરપૂર ગુણો હોય છે. ગરમીમાં નાળિયેર પાણી પીવાથી કોઈ ઔષધીની પણ જરૂર નથી રહેતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી લૂ નથી લાગતી.

7. કોથમીર

મોટાભાગના લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે કોથમીર વાળું પાણી પીવાથી લૂ થી બચી શકાય છે. તાજી કોથમીરને પાણીમાં પલાડી રાખવી. પછી તેમાં ખાંડ નાખવી.

8. લીંબુ શરબત

લૂ થી બચવા માટે લીંબુનો શરબત પીવો જોઈએ. તેને પીવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. જો તમે તમારી જાતને ગરમીમાં લૂ થી બચવવા માંગતા હોવ તો આ શરબત દરરોજ પીવો.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

તમે પણ કોઈ ટીપ્સ જાણતા હોવ તો કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી