ગાઠીયા બાસ્કેટ ચાટ – આ વેકેશનમાં બાળકો માટે સ્પેશીયલ ન્યુ વેરાયટી છે, તો બનાવો ને ખવડાવો તમારા વ્હાલા બાળકોને….

ગાઠીયા બાસ્કેટ ચાટ

આપણા બધા ના ઘરે ગાઠીયા તો બનતાજ હશે. આજે ગાઠીયા બાસ્કેટ બનાવી તેને નવી સ્ટાયલ થી પ્રેઝેન્ટ કરીયે. બાળકો ને વેકેશન માં આ નવી વેરાયટી બનાવી દેજો.

જેમ આપણે ગાંઠિયા બનાવીએ એમ આ બાસ્કેટ તૈયાર કરી ને રાખી દેવા જ્યારે મન થાય ત્યારે સ્ટફિંગ બનાવીને ચાટ ખાઈ શકાય.

સામગ્રી-

ગાઠીયા બનાવા માટે-

  • એક કપ બેસન,
  • ૧ ચમચી લાલ મરચુ,
  • ૨ ચમચી તેલ,
  • મીઠુ સ્વાદ મુજબ.

એસેબલ કરવા-

  • ૨ ટે.સ્પૂન ટામેટા ચોપ કરેલા,
  • ૨ ટે. સ્પૂન ડુગળી ચોપ કરેલી,
  • ૨ ટે .સ્પૂન કાકડી ચોપ કરેલી,
  • ૧ ટે . સ્પૂન ચીલી સોસ,
  • ૨ ટે. સ્પૂન ટામેટો સોસ,
  • ૨ ટે. સ્પૂન ચીઝ છીઝેલુ,
  • કોથમીર.

રીત-સો પ્રથમ ગાઠીયા બનાવા માટે એક બાઉલ મા ગઠીયા ની બધી સામગ્રી ભેગી કરી લોટ બાધવો. લોટ સેજ કઠણ રાખવો.હવે સેવ ના સચા માથી ગાઠીયા ની જારી મૂકી પાટલા પર સચો થોડો ત્રાસો કરી સીધા સીધા ગાઠીયા પાડવા. હવે એક ચા ની ગરણી લઈ તેમા એક એક ગાઠીયા નુ પડ ગોઠવુ.પછી તેના પર બીજી ગરણી મૂકી તેલ મા તળવી. ૨ મિનિટ થાય એટલે ઉપર ની ગરણી લઈ લેવી અને નીચેની ગરણી ઉધી કરી બાસ્કેટ છૂટી પડશે .તળાય એટલે બાહર કાઢી લો.હવે એક બાઉલ મા એસેબલ ની ચીઝ સીવાય ની બધી સામગ્રી ભેગી કરવી.હવે એક પ્લેટ મા ગાઠીયા બાસ્કેટ મૂકો તેમા સ્ટફીગ મૂકી ચીઝ નાખી સવૅ કરો. મહેમાનો ,, ફેન્ડસ ને આ ચાટ સવૅ કરો.

નોધ :- આજ રીતે બટાકા ની અને બાફેલા નૂડલસ ની પણ બાસ્કેટ થાય છે. સ્ટફીગ મા તમારી પંસદ નુ વેરીયેસન કરી શકો છો.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી