તમે ગામડે કરી છે કોઈ નવરાત્રી?? ગામડામાં રમતા ગરબાની વાત જ કઈંક જુદી છે મિત્રો….

- Advertisement -

નવરાત્રીનો તહેવાર નો પ્રારંભ નો આજે પહેલો દિવસ હતો હતો, હું અને મારો મિત્ર ઑફિસ થી ઘરે આવતાં હતાં. શહેરમાં ઠેરઠેર મોટા-મોટા મંડપો બંધાયા હતાં, મને તો ખબર જ કે એ શાં માટે બંધાયાં હતાં.
પણ મારા મિત્ર નાના ગામડાં નો હતો અને શહેરમાં પહેલી વાર જ આવ્યો હતો એટલે એનાથી રહેવાયું નહીં એટલે એણે પૂછી નાંખ્યું “કુંજ આ બધા આટલાં મોટા મંડપો શા માટે બાંધ્યાં છે??”

મેં કહ્યું “આ બધાં મંડપો નવરાત્રી માટે બનાવવામાં આવ્યાં છે. અહીં ૧૦ દિવસ જવા માટે પૈસા થી પાસ લેવો પડે છે અને રાત્રે અહીં દરરોજ લોકો ભેગા થશે અને માતાજીનાં ગરબા રમશે.”
મિત્ર એ કહ્યું “કુંજ મારા ગામમાં પણ ગરબાનું આયોજન થાય છે, બધા ભાવિક ભક્તો આવે છે અને ગરબા રમે છે, પણ આ રીતે પૈસાથી પાસ લેવો પડતો નથી.

મેં કહ્યું “મિત્ર, આ શહેર છે અહીં આ જ રીતે ગરબા રમાય છે.
રાત્રે ૯ વાગ્યે DJ ચાલું થશે. અને એના તાલ ઉપર બધા ખેલૈયાઓ જુદા જુદા Steps કરી દોઢીયા-ગરબાં રમશે.
એ તો મારી સામું એકીટસે જોતો જ રહી ગયો.
મેં કહ્યું “કેમ તમે તમારા ગામમાં કેવી રીતે ગરબાં રમો છો..?”
એણે વાત ચાલું કરી “કુંજ અમારા ગામડાંમાં મંદિરની સાફ-સફાય કરી અંદર આસોપાલવનાં પાન નાં તોરણ બાંધવામાં આવે છે, મંદિર ની બહાર એક ટેબલ ઉપર માતાજીનો ફોટો મૂકવાંમાં આવે છે, તેમજ ગામની મહિલાંઓ એ શ્રધ્ધા પૂર્વક માટલી નો ગરબો માંડે છે, તેઓ તમામ માટલી નાં ગરબાં ને લાવી માતાજીનાં ફોટા ની સામે મૂકે છે, ત્યારબાદ પૂજા-અર્ચનાં કરી માતાજી ની ખૂબ જ સરસ આરતી “જય આધ્યા શક્તિ”

ગાવાંમાં આવે છે, ત્યારબાદ ગામની સ્ત્રીઓ વારાફરતી માતાજી નાં ગરબાં ગવડાવે છે. અને તમામ ભક્તો માટલી ને વચ્ચે રાખી ગરબાં રમે છે. સાચ્ચે કુંજ ખૂબ જ મઝા આવે છે.
મેં કહ્યું “સાચી વાત છે તારી, આજ ના આ ટેકનૉલોજી ના જમાનામાં પણ ઈલૅક્ટ્રિક ઉપકરણો નો ઉપયોગ કર્યા વિના મોં થી ગરબાં રમવાની મજા કેવી હશે?

મિત્ર બોલ્યો “હા કુંજ ખૂબજ મજા આવે છે, અને હા અમારા ગામડાં માં ફિલ્મી ગીતો પર ગરબા રમવામાં નથી આવતાં”
મેં કહ્યું “સારું કહેવાય યાર, કાશ અમારા શહેરો માં પણ આ મજા હોત. કંઈ નહીં જમાના પ્રમાણે ચાલે આતો, હવે એ જમાનો પાછો નહીં આવે”
આ વાર્તાલાપ પૂરો કરી અમેં બંન્ને છૂટા પડી ગયાં..
મારા મનમાં તો ફક્ત એના ગામડાં ની નવરાત્રી જ ચાલતી હતી…

– કુંજ જયાબેન પટેલ
“સ્વવિચાર”

તો મિત્રો આવતી નવરાત્રી ફક્ત એક દિવસ ગામડે જજો ગરબા રમવા.. શેર કરો તમારા મિત્રો સાથે.

ટીપ્પણી