ગલકાનું શાક – પાંચ મિનીટ પછી તમારી સાથે શું થવાનું શું તમે જાણો છો…

‘ ગલકાનું શાક’

૨૨ વર્ષ ની દીકરી અમી અને પપ્પા મમ્મી ૩ કાકા ૩ કાકી અને એ બધાનો વસ્તાર , એટલે લગભગ ૨૦ જાણ નું વસ્તારી કુટુંબ આ બધા ના હેડ દાદીમા તો ખરા જ અને અમી એટલે બા નો પડછાયો ભણવાનું છોડ્યા પછી લગભગ એનો આખો દિવસ બા સાથે બા ની સેવા માં નીકળતો અને પછી સ્ટાર પ્લસ ની સીરીયલ તો ખરી જ.

સવાર નો સમય લગભગ ૮:૩૦ પેલી લાકડાના કબાટ વાડી લોલક હલાવતી ઘડિયાળ બતાવી રહી હતી. અમી ના પપ્પા અને કાકાઓ ને ટિફિન લઈ દુકાન નીકળવાનો સમય ..

મમ્મી પપ્પા ને ગલકા નું શાક બહુ દિવસ થી ખાવું છે . ચાલ ને હવે બનાવ ને ગલકા બોલ કાપું ? લાવું બોલ ? કાકી એ હોઠ દાંત માં દબાવી આછું સ્મિત કરિયું અને એની મમ્મી એ બાથરૂમ ના દરવાજા માં ઉપર આવેલા વેન્ટિલેશન માંથી હકારા નો અવાજ કરીયો

થોડું મોડું થતું હતું એના પપ્પા ને એટલે અમી ફટાફટ ચપ્પાની ધાર ધોયેલા ગલકા માં મારવા લાગી અને ફાટ ફાટ ગલકા સમારી ને તૈયાર કરી દીધા અને રસોડા માં મૂકી દીધા , ભાભી હું વઘારી દાવ શાક મોટા ભાઈ ને મોડું થતું હોય તો ? અમી ના કાકી એ એની મમ્મી ને પૂછિયું! ના ના બસ કપડાં પહેરું છુ નીકળી નીકળી.

બાથરૂમ તરફ થી આવજ આવ્યો. તારા મોટા ભાઈ ને સહેજ તીખો અને ચડિયાતો મસાલો ભાવે છે ને એવું બોલતા બોલતા એ બેડરૂમ માં ગયી અને સાડી ની પાટલીઓ ખોસી ને સાડી બરાબર પેહરી. ભીના વાળ માંથી પાણી ટપકી રહીયુ હતું અને એ પાણી નીતારવાનો સમય નહોતો. રસોડા માં જાય ફટાફટ વઘાર કરી સરસ ગલકા નું શાક બનાવી દીધું ચાલ દક્ષા તું રોટલી ઉતાર એવું કહી બંને દેરાણી જેઠાણી કામે વળગી ગયા અમી આ દરમિયાન એના પપ્પા સાથે ગપ્પા મારવા માં અને કાકા ને સીરીયલ ના એપિસોડ સમજવામાં મશગુલ હતી કદાચ બધી રસોઈ અને પેલું ગલકા નું શાક બદ્ધુજ રેડી થાય ગયું હતું એટલે અમી ની મમ્મી પાછળ આવેલા ફળિયા માં એક ભોંય ટાંકી અને ખુબ મોટી એવી ચોકડી એમાં સીડી ની પાળી પર ટેકવેલો પાટલો લઈ ક્પડા બોળવા બેસી ગઈ અમી પપ્પાને કહી રહી હતી કે આજે તમે ટિફિન ખાસો નઈ ઝાપોટી જશો આજે ગલકા છે. બસ હવે થેન્ક યુ ના કેતા મેં જ કાપ્યું છે.

કાકી ની બમ સંભળાયી ભાભી દાળ-ભાત બંને થઈ ગયું છે કપડાં વધારે હોઈ તો હમણાંજ ધોયી નાખી એ
કોઈ પ્રતિસાદ આવ્યો નહિ ઓ ભાભી ભાભી …. દક્ષા બૂમો પડતી રહી ઓ ભાભી ભાભી  કોઈ પ્રતિસાદ ના આવતા
દક્ષા એ બૂમો પાડે રાખી ! અમી આટલી બૂમ બરાડા સાંભળી ને ચિડાય શુ, છે કાકી ક્યાં છે મમ્મી અરે! હું ક્યાર ની બૂમો પાડુ છુ ક્યાં છે મમ્મી એવું કહી અમી પાછળ ના ફળિયા માં જોવા ગઈ અને ચકોર નજર ફેરવી મમ્મી ક્યાંય દેખાય નહિ.

પણ ટાંકી માંથી બુડ-બુડ અવાજ સંભળાયો અમી એ નજર ટાંકી માં નાખી જોવા મળિયું મમ્મી ના વાળ ઉપર તરી રહિયા છે. અમી તો હાથ માં પકડેલું રિમોટ ફેંકી ને સખત ચીસ પાડી અને બધા ભેગા થયી ગયા કાકા ,પપ્પા , કાકી અને આજુ બાજુ વાળા પાડોશી પણ અમી ના કાકા એ એની મમ્મી ને બહાર કાઢી અમી કાકી ને વળગી ગયી અને ચોધાર આંસુ એ રડવા લાગી કાકુ પપ્પા આને શુ થયું કેમ ની પાડી ગયી બહાર કાંધિયા પછી એ લગભગ બેભાન એની મમ્મી ને જોયી અમી કંપી ઉઠી ફટાફટ ૧૦૮ ને બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા ડોક્ટર ને દેખાડવા સ્ટ્રેચર પર સુવાડીયા બધા ને મન માં આશા અપાર હતી કે સારું થશે. હોસ્પિટલ આવી ગયા છે તો કયાંક તો મદદ મળશે જ સ્ટ્રેચર અંદર લાયી ગયા ડોક્ટર એ નાડી તપાસી અને કહીંયુ કે પી. એમ માટે મોકલી આપો આમને કેસ પતી ગયેલો છે.
એક દોઢ કલાક પેલા સપ્રેમ બનાવેલું પેલું શાક , ૨૨ વર્ષ ની આ શાક નો ચડિયાતો મસાલો બોળેલા કપડાં અને દેરાણી-જેઠાણી વચ્ચેની એ અઢળક વાતો બધું ત્યાંનું ત્યાંજ રહી ગયું. ખબર નાઈ આ શું બની ગયું ૨ કલાક પછી પી. એમ રિપોર્ટ આવ્યો જેમાં નક્કી થયું કે એમને માથા માં પથ્થર નું પગથિયું વાગી ગયું હોવા થી હેમરેજ થયી ગયું જેના લીધે એ ટાંકી માં પડી બોલી ના શકીય અને બેભાન થઇ ગયા જેના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું
સમય ના થોડાક ચક્કરો માં બનેલી આ અચંબિત ઘટના એક દીકરીની માં , એક પતિ ની પત્ની , દિયર-દેરાણી ની ભાભી મજાક ની જેમ છીનવી જતી રહી

( જીવન આવુજ છે ૫ મિનિટ પછી શુ થશે એ પણ નથી ખબર બીજી મિનિટે શુ થશે એ વિચરીયા વગર પેહલી મિનિટ ને એન્જોય કરીયે અને દર નવી મિનિટ એ આવતા ચેલેન્જ નો સામનો કરીયે )

લેખક : નિરવ રાજપૂત

દરરોજ આવી નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી