“ગાજરનો હલવો” – હવે કોઈને પણ આની રેસીપી પૂછવાની જરૂરત નથી…

“ગાજરનો હલવો”

સામગ્રી:

500 ગાજર,
400 મિલિ ફુલ ફેટ દૂધ,
300 ગ્રામ ખાંડ (જરૂર મુજબ),
1 ચમચો ધી,
ડ્રાયફૂટસ,
1 ચમચી એલચી જાયફળનો ભૂક્કો,

રીત:

ગાજરને ધોઈ, છાલ કાઢી ખમણી લેવા.
હવે એક કડાઈમાં ઘી લઈ ગાજરનું છીણ 5-7 મિનિટ સાતળવુ.
પછી તેમા દૂધ, ખાંડ ઉમેરી દૂધ બળે ત્યાં સુધી કૂક કરવું.
ઘટ્ટ થવા આવે એટલે ડ્રાયફ્રુટ ઉમેરી હલાવ્યા કરવું.
છેલ્લે તેમા એલચી જાયફળનો ભૂકો ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો.
તો તૈયાર છે ગાજરનો હલવો.

નોંધ:

1/2 કપ મોળો માવો પણ દૂધ ઉમેરી ત્યારે ઉમેરી શકાય તો તે પ્રમાણે ખાંડ ઉમેરવી.

રસોઈની રાણી: મુકતા પ્રભુદાસ ગામી (જામનગર)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી