દહીં વડા – ગુજરાતી લોકોનુ મોસ્ટ ફેવરીટ ફૂડ બની ગયા છે તો ચાલો આજ શીખીએ સ્ટેપ બાય સ્ટેપ …..

દહીં વડા

ચટપટુ ફૂડ એટલે બધા એઇજ ગ્રુપનુ ફેવરિટ ફૂડ તેમાય દહીં વડાનુ નામ પડતાજ આહાહા મોં મા પાણી આવી જાય હેને?દહીં વડા આમ તો મેઇન પંજાબના છે પણ આપણે ગુજરાતી લોકો નુ મોસ્ટ ફેવરીટ ફૂડ બની ગયા છે તો ચાલો આજ શીખીએ પ્રોપર,

સામગ્રી:
• ૧ કપ અડદ ની ફોતરા વગરની દાળ,
• પા કપ મગની ફોતરા વગરની દાળ,
• અડધી ચમચી આદુ-મરચાંની પેસ્ટ,
• મીઠું સ્વાદઅનુસાર,
• ૪/૫ ચમચી જીરુ,
• ૧ કિલો દહીં,
• ખાંડ સ્વાદઅનુસાર,
• પા ચમચી ખાવાનો સોડા,
• મરચું સ્વાદઅનુસાર,
• તળવા માટે તેલ,
• થોડા કાજુના કટકા,
• થોડી કિશમીશ,
• થોડા દાડમન‍ દાણા,
• થોડી ઝીણી સમારેલી કોથમીર.

રીત:

૧ બેય દાળ સરખી રીતે ધોઇને ચાર થી પાંચ કલાક પલાળી લેવી જેથી દાળ એકદમ ફુલાઇ જાય અને સોફ્ટ થઇ જાય અને આપણને પીસવામા પણ આસાની રહે અને વડા માટે જે ટેક્સચર જોઇએ છે તે મળી રહે.

૨ પલાળેલી દાળનું પાણી કાઢીને દાળને કોરી કરીને તેમા થોડુક દહીં અને મીઠું નાખીને પીસી લેવી.
ખીરામાં આદુ-મરચાની પેસ્ટ મિક્ષ કરી લેવી.ખીરું હાથ વડે વડા ઉતારી શકી તેટલું ઘટ્ટ રાખવું.

૩ ખીર‍ાને બે થી ત્રણ કલાક ઢાંકીને રાખી મુકવુ જેથી ખીરામાં સ્હેજ આથો આવી જાય અને જ્યારે વડા તળીએ ત્યારે વડામાં એકદમ સરસ ઝાળી પડે.

૪ ખીરામાં ખાવાનો સોડા મિક્ષ કરીને બીટર વડે એકજ રોટેશનમાં થોડી વાર સતત હલાવીને સોડાને ખીરામાં મિક્ષ કરી લેવો આમ કરવાથી ખીરું એકદમ ફ્લપી થઇ જસે અને વડા એકદમ સરસ સોફ્ટ ઉતરસે.

૫ ખીરામાથી મિડિયમ સાઇઝના વડા આપણે લોકો જેમ મેથીના ગોટા બનાવીએ તેમ હાથેથી તેલમાં નાખવા અને લાઇટ બ્રાઉન કલરના તળી લેવા.

૬ વડાને તળીને થોડીવાર સાઇડમાં રાખવા અને પછી થોડીક વરાળ નીકળે પછી તરત પાણીમા નાખી દેવા./ ૭ વડાને પાણીમાંથી કાઢીને હાથેથી સરખા પ્રેસ કરીને નીચોવીને કાઢી લેવા.

૮ એક પેનમા જીરુ નાખીને ધીમા ગેસે જીરાને લાઇટ બ્રાઉન કલરનું શેકી લેવું./૯ જીરામાંથી વરાળ નીકળી જાય અને સ્હેજ ઠંડુ પડે એટલે જીરાને મિક્ષરમાં એકદમ ઝીણુ પીસી લેવુ.

૧૦ ખાંડને મિક્ષરમા એકદમ ઝીણી પીસી લેવી તમે તૈયાર દળેલી ખાંડ પણ લઇ શકો છો./ ૧૧ દળેલી ખાંડ અને સ્હેજ મીઠાને દહીંની અંદર એડ કરી લેવા.

૧૨ દહીંની અંદર ખાંડ અને મીઠું નાખીને ઝેરણી અથવા બીટર વડે દહીંને વલોવીને એકદમ સ્મુધ બનાવી લેવું.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી