“ફ્રાય પોટેટો, સિંધી આલુ” – મને તો જોઇને જ ખાવાનું મન થયું છે… હું આજે રાત્રે જ બનાવીશ…

“ફ્રાય પોટેટો, સિંધી આલુ”

આ એક ટેસ્ટી સિંધી ટ્રેડીશનલ વાનગી છે. તે આલુ ટુક તરીકે પણ જાણીતી છે. જેમાં તેઓ ટ્રેડીશનલી બેબી પોટેટો વાપરે છે.

કુકીંગ માટે – 20 મિનિટ
સર્વ – 5 જણ

સામગ્રી :

– 1/2 કિલો મિડીયમ બટાટા,
– 1 ટામેટું સમારેલું,
– 1 લીલી મરચી,
– 1/2 ટી સ્પુન લાલ મરચી પાવડર,
– 1/2 ટી સ્પુન ધાણા પાવડર,
– 1/4 ટી સ્પુન હળદર,
– 1/4 ટી સ્પુન ચાટ મસાલા,
– મીઠું સ્વાદ મુજબ,
– તળવા માટે તેલ,

રીત :

– બટાટાને ધોઈને તેની છાલ કાઢી લો.
– તેની ગોળ સ્લાઈસીસ કરી મીઠું રગદોળો.
– બરાબર ટોસ કરી તળો. થોડું રંધાય કે તેલમાંથી કાઢીને થોડી વાર માટે અલગ કરો.
– ફરી તેલમાં નાખી ગોલ્ડન બ્રાઉન – ક્રીસ્પી થાય ત્યાં સુધી તળો.
– પેપર વધારાનું તેલ શોષી લે પછી પેનમાં લઈ તેમાં ટામેટા, લીલી મરચી ઉમેરી મિડીયમ આંચ પર 1 મિનિટ પુરતુ રાંધો.
– બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.
– મસાલા નું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારી ઘટાડી શકાય.
– ફ્રાય પોટેટો તૈયાર છે.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી