શીખી લો આજે એક નવીન પ્રકારનું ઊંધિયું… શેર કરો તમારા મિત્રો સાથે…

ફ્રુટ વેજ ઊંધિયું (Fruit Veg Undhiyu)

10-15 વ્યક્તિ માટે:

સામગ્રી:

2-3 વાટકી તેલ (જરૂર મુજબ વધઘટ કરવુ)
1 મોટુ રીંગણ
9-10 રવૈયા રીંગણ
4-5 લીલા મરચા
2 મોટા શક્કરીયાં
3 મોટા બટેકા
1.5 વાટકી મિડીયમ સમારેલ ફ્લાવર
2-3 મોટા ગાજર
1.5 વાટકી કોબી
1 વાટકી પાપડી
1 વાટકી વાલોળ
1 વાટકી લીલા વાલ
1.5 વાટકી લીલા વટાણા
2 વાટકી લીલી તુવેરના દાણા
1 વાટકી લીલા ચણા
1 સફરજન (છાલ કાઢી લેવી)
1 મિડીયમ કાચું પાકુ કેળુ
2 મિડીયમ કાચા પાકા જામફળ
1 વાટકી દાડમ
1/2 બીટનું છીણ
5-7 ચમચી લાલ મરચું
3 ચમચી હલદર
5-6 ચમચી ધાણાજીરું
મીઠુ
3-4 ચમચી ગરમ મસાલો (ઊંધિયાનો મસાલો હોય તો તે વાપરવો)

વઘાર માટે:

3 ચમચી રાઇ
3 ચમચી જીરુ
3-4 ટુકડા તજ
4-5 બાદિયા
7-8 લવિંગ
2-3 તમાલપત્ર
3 મોટા લીલા મરચાની કટકી
1 ચમચી આદુંની પેસ્ટ
લીમડાના પાન
4 મોટા ટમેટાના મિડીયમ ટુકડા
1/2 વાટકી લીલું લસણ
1 નાની ચમચી હિંગ
1 ચમચી ખાંડ
લિમ્બુનો રસ જરૂર મુજબ
કોથમીર
1-2 ગ્લાસ પાણી

રીંગણ અને મરચા ભરવા માટે:

1 ચમચો કોપરાનું ખમણ
1 વાટકી કોથમીર
2 ચમચી લસણની પેસ્ટ
3 ચમચી લાલ મરચું
3 ચમચી ધાણાજીરું
મીઠું
1 ચમચી ગરમ મસાલો
1.5 ચમચી તેલ

25-27 મૂઠિયાં માટે:

2.5 વાટકી મેથી
3 વાટકી ચણાનો લોટ
1-2 ચમચી ખાંડ
1 લિમ્બુનો રસ
1 ચમચી ગરમ મસાલો
ચપટી સોડા
મીઠું
1 નાની ચમચી હલદર
2 ચમચી લાલ મરચું
2 ચમચી ધાણાજીરું
2 ચમચી તેલ
પાણી જરૂર મુજબ

રીત:

સૌ પ્રથમ રીંગણ અને મરચા ભરવાના મસાલાને એક બાઉલમાં મિક્ષ કરી રીંગણ અને મરચાંમાં કાપો કરી મસાલો સ્ટફ કરવો.

બીજા બાઉલમાં મૂઠિયાંની સામગ્રી લઈ તેલનું મોણ દઈ બોલ વાળવા.
(ઘણા લોકો રવો પણ ઉમેરે છે)

હવે એક કડાઇમાં તેલ મૂકી તેમા એક પછી એક બટેકા, શક્કરીયાં, ગાજર કાચા પાકા તળી લેવા.

રીંગણના કટકા અને સફરજનના કટકાને તેલમાં નાખી થોડી સેકેન્ડમાં લઈ લેવા.

મૂઠિયાં બોલને મિડીયમ તાપે તળી લેવા.

ફ્લાવર અને કોબી જીણી સમારી લેવી, વાલોળ પાપડીના નાના ટુકડા કરી લેવા.

હવે મોટા વાસણમાં તળવામાં લીધેલ તેલ લઈ તેમા રાઇ, જીરુ, હિંગ, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, લીમડાના પાન, આદુની પેસ્ટ અને લીલું લસણ ઉમેરી સહેજવાર હલાવી ટમેટા, લીલા મરચાંની કટકી અને હલદર ઉમેરી મિક્ષ કરવુ.

પછી તળેલ સામગ્રી( રીંગણ, બટેકા, શક્કરીયાં, ગાજર, સફરજન) ઉમેરી હલાવીને તેમા કોબી, ફ્લાવર, પાપડી, વાલોળ, લીલા – વટાણા, તુવેર, વાલ, ચણા વગેરે ઉમેરી મિક્ષ કરવુ.

બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરી રાખવું.

હવે તેમા લાલ મરચું, ધાણાજીરું, મીઠું ,ગરમ મસાલો, ખાંડ અને રીંગણ અને મરચાને ભરતા વધેલ મસાલો ઉમેરી મિક્ષ કરી ગરમ પાણી રેડી હલાવવુ(પાણી થોડુ થોડુ એટલે કે ઊંધિયું ચોંટી ન જાય aetlu જ ઉમેરવું).

હવે પછી તેમા ભરેલા મરચા અને રીંગણને ફરતા ગોઠવી દઇ થાળી ઢાંકી તેમા પાણી રાખવું, વરાળે ચડવા દેવું.

વચ્ચે વચ્ચે ચમચાની મદદથી જોઈ લેવું કે નીચે બેસતુ નથી ને પણ ધ્યાન રહે આખુ હલાવવાનું નથી.

15 મિનિટ પછી આખુ હલાવવુ.

બધુ શાક અધ્ધકચરા કરતા વધારે ચડે એટલે બીટનું છીણ, કેળા, જામફળ અને મૂઠિયાં ઉમેરી હલાવીને મિક્ષ કરવુ.(પાણીનું ધ્યાન રાખવું કેમ કે મૂઠિયાં પાણી પી જશે, ઊંધિયું ચોંટી જવાની શક્યતા)

બધુ શાક સરસ ચડી જાય એટલે તેમા દાડમના દાણા, લિમ્બુનો રસ અને કોથમીર ભભરાવીને મિક્ષ કરવુ.

તો તૈયાર છે ફ્રુટ વેજ ઊંધિયું.

ઊંધિયાને જલેબી જોડે સર્વ કરવું.

નોંધ:

સુરણને પણ બટેકાની જેમ તળી બટેકા ઉમેરી ત્યારે ઉમેરી શકાય. (સુરણને હેન્ડલ કરતી વખતે હાથ તેલવાળા કરવા નહિતર હાથમાં ખંજવાળ આવશે.

રેસિપિ- ધર્મેન્દ્રભાઈ આદરોજા (સિક્કા)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ હેલ્ધી ઊંધિયું તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

 

ટીપ્પણી