સગા ભાઇથી દગો મળ્યા બાદ ૨૦ રૂપિયાથી શરુ કર્યો હતો કારોબાર આજ છે ૧૦૦૦ કરોડનો માલિક

આ કહાની છે એક એવા વ્યક્તિની જેણે કપરીં મહેનત અને લગનથી પોતાનુ મુકામ ઉભુ કર્યુ. આજે એ જે જગ્યા પર ઉભા છે ઘણા લોકો માટે માત્ર એક સપનું બની ને રહી જાય છે. પોતા પાસે ૨૦ રૂપિયા હતા તે વિચારી ડીપ્રેશનમાં આવા બદલે ૫૦૦ રૂપિયા ઉધાર લીધા અને પોતાનાં કારોબારનોં પાયો રાખ્યો અને ૧૦૦૦ કરોડનોં કારોબર તમરી સમે જ છે.

કોણ છે આ વ્યક્તિ જેણે ૫૦૦ રૂપિયાથી પોતાનો કારોબાર માંડ્યો અને આજ છે ૧૦૦૦ કરોડનો માલિક.

સફળતાની આ કહાની ભારતનાં અધતમ કારોબારી નિતિન શાહની છે. મહારાષ્ટ્રનાં નાના કારોબારી ઘરમાં જન્મેલા નિતિન શાહનાં પિતા જીનીથ ફાયર સર્વીસ નામની અગ્નિ શમન યંત્રની નાની દુકાન હતી. નિતિન પોતાના શિક્ષાકાળમાં પોતાનાં પિતાજીનેં મદદ કરતા હતા.

કૉલેજમાં ભણતા ભણતા પણ એ પોતાના પિતાજીનેં મદદ કરતા હતા. પરિવારમાં એ સૌથી નાના હતા એટલે મોટા ભાઇ દ્વારા નિતિનનેં બેદખલ કરવામાં આવ્યા હતા. બાળપણથી જ વ્યાપારમાં રુચિ ધરાવનાર નિતિનનેં આધાર લાગ્યો અને પોતાનો જ કારોબાર ઉભો કરવાનો મનોરથ ઘડ્યો. પણ દુર્ભાગ્યથી નિતિન પાસે ૨૦ રૂપિય જ હ્તા.

નિતિને ૫૦૦ રૂપિયાથી બિઝનેસ શરૂ કરવાનો વિચાર કઇ રીતે આવ્યો?

પોતાના સંધર્ષનએ યાદ કરતા નિતિન કહે છે કે મેં મારા મિત્રથી ૫૦૦ રૂપિયા ઉધાર લીધા હતા અને એને ગરાજમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ. આ વાત ૧૯૮૪ની છે ત્યારે હું મેકેનિકલ એન્જીનિયરીંગ કરી ચુક્યો હતો. પિતા સાથે કામ કરતા કર્તા કોન્ટેક સારા બની ગયા હતા અને એમાનાં એક ડીપાર્ટમેન્ટલ ઑફ ઑટોમેટીક ઇન્જીનિયરીંગમાં એડવાઇઝર હતા, તેમના દ્વારા મને મેન્ટેનેસનો કોન્ટ્રાક મળ્યો હતો.

કોન્ટ્રેક પછી નિતિનને સફળતામળવાની શરૂ થઇ. ૩ માણસને કામમાં રાખ્યા હતા. કામ ઓછુ હતુ પણ જઝબા ઓછો ન હતો. ૬-૭ મહીનામાં નિતિને ૨૦ લાખ રૂપિયા જમા કર્યા અને ૧૨૦૦ સ્કેર ફીટની જગ્યા પર નિતિન ફાયર પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી હતી. સારા કોન્ટેકના કારણે ઓએનજીસી કંપની દ્વારા પણ કોન્ટ્રેક મળવા લાગ્યા. આ કોન્ટ્રેક્ટ કંપનીનો ટર્નીંગ પોઇંટ હતો.

નિતિને થાક્યા વિના અને હાર માન્યા વિનાં પોતાના કારોબારને આગળ વધારતા ૧૯૮૮માં ગોવામાં એક ઑફિસ ખોલી અને ઇક્વીમેન્ટ્સ અને મેન્ટેનેસની સુવિધા આપવાનુ શરૂ કર્યુ. ૧૯૮૯માં યૂકેની કંપની ઑપોલો ફાયર ડીટેક્ટર્સ સાથે વેન્ચર કરી ૨૦૦૭માં ૬૫ કરોડનુ આઇપીઓ બાર પાડ્યો.

૨૦૦૮માં નિતિન વેંચર્સના માધ્યમથી યુએઇની એક ૩૦ વર્ષ જુની કંપનીમાં ભાગીદારી ખરીદવાનુ શરૂ કર્યુ. ૨૦૧૦માં આખી કંપનીને એક્વાયર કરી લીધી. હવે અબુધાબી, દુબૈ, શારજાહમાં કાર્યાલય ખોલવા લાગ્યા અને અગ્નિ સુરક્ષા પ્રણાલીની સ્થાપના કરી.

યુરોપીયન દેશોમાં પગ જમાવવા માટૅ એક યુરોપની કંપની સાથે વેંચર કર્યુ. આજ દુનિયામાં એક જ કંપની છે જે ગૈસ, રાસાયણીક ગૈસ અને પાણી બધા પ્રકારની સુવિધા આપે છે.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ પ્રેરણાદાયી વાત તમારા ફેસબુક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી