મહીને ૮૦૦૦ રૂપિયા કમાતો ચપરાસી, કેવી રીતે બની ગયા રાતોરાત મિલિયનેર ?? આવો જણાવીએ…

૪૨ વર્ષના શ્યામ કુમાર પોતાના ૮૦૦૦ રૂપિયાના પગારથી ખુશ હતા કારણકે તે પહેલા સિક્યોરિટિ ગાર્ડની નૌકરી કરતા હતા અને ત્યાં ઓછા પગાર મળતો હતો. પિતાની તબિયત ખરાબ રહેતી એ કારણ પોતાનું ભણવાનુ અધુરુ રહી ગયુ હતુ. એ જાણતા હતા ઓછી શિક્ષાના કારણે વધારે પગારની નૌકરી નહીં મળે. ભાગ્યથી સમજુતી કરી હતી. એ ઈસૉપ(ESOP)નાં નિયમો વિશે જાણતા ન હતા. પણ એટલી ખબર હતી કે ઈસૉપથી લાંબા સમયમાં અચુક લાભ થશે.

ઈસૉપથી કેવી રીતે શ્યામ માલામાલ થઇ ગયા?

શ્યામ મુંબઇમાં મલાડનાં ઝુગ્ગીમાં એક નાના રુમમાં રહેતા હતા. ૧૦૦ સ્કેવર ફીટની ઓરડીમાં શ્યામનોં પરિવાર, માતા- પિતા અને એના ભાઈનોં પરિવાર રહેતા હતા. એ ઑફીસમાં એકલા રહેતા કારણકે બીજા લોકો મિટિંગ અને બિઝનેસનાં કામથી બહાર જાતા હતા.

તમને એ જાણીને આશ્ચર્ય થાશે કે શ્યામ આજ મુંબઇમાં ઘર લેવાનુ વિચારે છે, એની પાસે વીમો પણ છે અને સ્માર્ટ ફોન પણ વાપરે છે. રજામાં ગોવા ફરવા જવા માટે યોજના બનાવે છે. આ બધુ કંપની માટે પોતાનો વિશ્વાસ અને આત્મ-સમર્પણના કારણે!

૨૦૧૦માં શ્યામની કંપની દ્વારા એક “સાઇટ્રસ પે” નામનીં કંપનીનુ ગઠન કરવામાં આવ્યુ હતુ. કંપનીના વિકાસ માટે કાર્ય થતા રહેતા હતા. સેકોઈઆ કેપિટલ, એસંટ કેપિટલ, ઈ-કોન્ટેક્ટસ એશિયા, બીનૉશ એશિયા આદિ કંપનીઓથી ફંડ મળતુ હતુ. આ વર્ષે આફ્રિકન કંપની પેયુને સાઇટ્રસ કંપનીને ૧૩૦ લાખ ડૉલરથી અધિકૃત કર્યુ. શ્યામ એ ૫૦ કર્મચારી માંથી એક છે જેને અધિકરણનો ફાયદો મળ્યો.

શ્યામનીં કહાની ચીથડાથી મહલની કહાની છે. ઇસૉપ એક જટિલ પ્રક્રિયા છે. પણ શ્યામ એ કંપની પર ભરોસો રાખી કંપનીનો સાથ ક્યારેય ના છોડ્યો.

જ્યારે સાઇટ્ર્સ પેનું અધિગ્રહણ થયુ ત્યારે કંપનીના સીઇઓ એ શ્યામને બોલાવીને કહ્યુ તેની હિસ્સેદારીનાં ૫૦ લાખ રૂપિયા થયા છે. આ સમાચાર સાંભળી તેણે વિશ્વાસ ના થયો. તેની પત્નિ પણ અચંભીત થઇ ગયી હતી.

લેખન સંકલન : દીપેન પટેલ 

શ્યામની કહાની સ્ટાર્ટઅપની સુંદર અને અદભુત કહાની છે જે આપણને માર્ગદર્શન આપે છે. શેર કરો આ કહાની અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી