દાદાજીથી પિતાજી સુધી – ચાણક્ય Very Informative Post

- Advertisement -

હું એક એવા કુટુંબમાં જન્મ્યો હતો, જે વિચારોની દ્રષ્ટીએ ઘણું જ પ્રગતિશીલ હતું. નાનપણથી જ મેં તમામ ક્ષેત્રોના વિવિધ લોકોને મારા ઘરે આવતા જોયાં હતા.

કલાકો સુધી ચર્ચાઓ કરવાના દ્રશ્યો  અમારા ઘરમાં ઘણા  જ સામાન્ય હતા. રાજકારણથી લઈને વિજ્ઞાનમાં અત્યારે શું ચાલે છે, સંગીત અને કળાથી વેપારમાં નવીન શું છે. તમે આમાંના જે વિષય પર ચર્ચા થતી હોય તે સાંભળી શકતા હતા.

મારા માતા અને પિતા બંને વૈશ્વિક બાબતોના જાણકાર તેમજ વાકેફ હતા. પરંતુ જે અલગ હતું એ છે, આધ્યાત્મિક સંસ્કાર જે અમારા ઘરમાં અંત:પ્રવાહની જેમ વહેતા હતા.

હું એમ નથી કહેતો કે અમારું કુટુંબ એક ધાર્મિક કુટુંબ હતું, પણ અમારું કુટુંબ ખરા અર્થમાં એક આધ્યાત્મિક કુટુંબ હતું.

હા અમે લોકો, બધા જ ભારતીય તહેવારો ઉજવાતા હતા. દરરોજના પાઠ અને નિયમિત રૂપે પૂજા થતી હતી. છતા, અમારા ઘરે અલગ અલગ ધર્મગુરુઓ આવતા અને ફીલસુફી વિષેની ચર્ચા કરતા હતા. આ ધર્મગુરુઓમાં ઘણા વ્યક્તિગત હતા અથવા જુદા જુદા આધ્યાત્મિક સંગઠનના હતા અને તેઓ અલગ અલગ ધર્મમાં માનનારા પણ હતા. ચર્ચાઓ મહાભારત અને રામાયણ લઈને બાઈબલ, કુરાન, ગુરુગ્રંથસાહેબ અને આગમસથી પણ આગળ જતી હતી. તે એક મુક્ત વાતાવરણ હતું. જે નવા ફિલસુફી ના પરિણામો માટે હંમેશા તૈયાર રહેતું.

દાદાજી હંમેશા કહેતા હતા, “દલીલો એ ચર્ચાઓ કરતા જુદી છે. દલીલમાં  વ્યક્તિને સાબિત કરવું હોય છે એ સાચો છે. જયારે ચર્ચાઓ વ્યક્તિને શું સાચું છે એ જાણવું હોય છે.”

અમે સત્યને જાણવા માટે ચર્ચા અને દલીલો કરતા હતા. ઘણી વખત, અમે સામા

વાળાનો દ્રષ્ટિકોણ બિલકુલ માન્ય નહોતો રાખતા,છતાં પણ અમે તેને એક વ્યક્તિગતરૂપે માન આપતા હતા. મારી જેમ, દાદાજીએ પિતાજીને પણ ઘણા જ પ્રભાવિત કર્યા હતા. મને તો પાછળથી ખબર પડી કે પિતાજીએ દાદાજી સાથે કરેલ ચર્ચાઓની નોંધ બનાવેલી  હતી.

હકીકતમાં  અમે અમારા  ઘરની દીવાલ  પર દાદાજીએ  કહેલ કહેવત પણ ફ્રેમ કરીને રાખી હતી. પિતાજીએ કહ્યું કે, મને આ કહેવતનો સ્ત્રોત ખબર નથી. પણ મેં તો આ પિતાજી પાસેથી સાંભળી હતી, માટે હું તેમને આનો યશ આપું છું.

આ કહેવત કહેતી હતી કે, “હું કદાચ તું જે કહે છે એમાં તારી સાથે સહમત નહિ થાવ, પણ મારા મૃત્યુ સુધી, હું મારી સાથે અસહમત થવાની, તારી આઝાદી કોઈ  દિવસ છીનવીશ નહિ.”

જયારે કોઈ પણ દલીલ , ઝગડા સુધી પહોચે એટલી ઉગ્ર થતી હતી ત્યારે અમારામાંથી કોઈ દીવાલ પરની ફ્રેમ કરેલ કહેવત તરફ આંગળી ચીંધી દેતું અને અચાનક જ અમારા ચેહરા પર સ્મિત આવી જતું.

મારી માતા પણ એક તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતી એક પવિત્ર સ્ત્રી હતી. ઘણી વખત તે પોતાના દૃષ્ટિકોણથી અમને બધાને ચકિત કરી દેતી હતી. તે અમને બીજી દિશામાં વિચારવા મજબુર કરતી હતી. જો મારા પિતાજી મહાભારતમાંથી ભીષ્મની શિખામણ કહી શકતા તો મારી માતા, જાતક કથાનો સંદર્ભ  તેની સામે દલીલ  રૂપે મૂકી શકતી હતી.

ઘરમાં વિતાવેલ જીવનમાંથી ઘણુંજ શીખવાનું હતું અને કહેવાય છે ને કે, મેં જરૂર કોઈ પુણ્ય કર્યા હશે મારા પાછલા જન્મમાં જેથી મને આવા મહાન કુટુંબમાં જન્મ મળ્યો. હું ખરેખર નસીબવાળો હતો.

“ પિતાજી, મારે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ગુરુ-શિષ્ય અને ગુરુકુળની પૌરાણિક પરંપરા મુજબ શીખવું છે.”જો કે, આ એક જાહેરાત જેવું વઘુ લાગતું હતું. પણ મારે ખરેખર તો ફક્ત મારા પિતાજી જ નહિ પણ મારી માતાનું પણ આ બાબતે મંતવ્ય જોઈતું હતું.

એ વિચારે એ પહેલા જ મારી માતા તેના મંતવ્ય સાથે તૈયાર હતી. મને લાગે છે કે દરેક ઘરની આ વ્યવહારિક વાત છે.

સ્ત્રીઓ પોતાના મંતવ્ય આપવા માટે હંમેશા તૈયાર હોય છે. કોઈવાર તેમને પૂછવામાં ના આવે છતાં પણ !

“તો આખરે એ સમય આવી ગયો. મને એજ દિવસથી ખબર હતી, જ્યારથી અમે બજાર જતા હતા ત્યારે, દાદાજીને મળવા ટુ એકલો તેમના રૂમમાં જવા લાગ્યો હતો.કોણ કહે છે કે એક સ્ત્રી મનોવિજ્ઞાન નથી સમજી શક્તિ?”

પિતાજીએ ઉમેરો કરતા કહ્યું, “શાસ્ત્રોનો એક માર્ગ હોય છે તમને આકર્ષિત કરવાનો”, “એક વખત એમનું તેડું આવે પછી તેને કોઈ રોકી ના શકે. આપણી સંસ્કૃતિમાં તેને  “ઋષિઓનું નોતરું” કહેવાય છે. આ તેડું એક વાર આવે. પછી પૃથ્વી પરની કોઈ શક્તિ તમને રોકી શકતી નથી.”

હે ભગવાન ! આ મેં, મારા પિતાજી પાસેથી અત્યાર સુધીના વર્ષોમાં સાંભળેલું સૌથી ગહન વાક્ય હતું. તેઓ એકદમ મારા દાદાજી જેવું જ બોલતા હતા. અને કેમ નહિ, એ એજ માણસનો પુત્ર હતો, એટલે એ તેમના લોહીમાં હતું. આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે અંતેતો, આ બધું આનુવંશિક જ છે. આ સમજણ પિતાજીમાં દાદાજીમાંથી આવી હતી અને હવે કદાચ એ સમય આવી ગયો છે કે હવે એ મારામાં આવે.

એક જૂની કહેવત છે, “તમારી માતા તમને તમારા પિતાજી પાસે લઈ જાય છે અને તમારા  પિતાજી તમને તમારા ગુરુ સુધી પહોચાડે છે.”

જયારે એક બાળક જન્મે છે, એક માં સાથે જ બાળક જોડાયેલું હોય છે. પછી માતા ધીરે ધીરે તેને પોતાના પિતાનો પરિચય કરાવે છે અને જયારે ભણતરનો સમય આવે છે પિતા તેને ગુરૂના માર્ગદર્શનમાં મુકે છે.

પિતાજીએ સમજાવ્યું કે, “આપણી સંસ્કૃતિમાં એક પરંપરા છે” જેને વિઘા આરંભ કહેવાય છે વ્યક્તિના ભણતરની શરૂઆત. ઘણા લોકો એને ઉપનયનમઅથવા જનોઈનો સમય કહે છે, તેને મહાન વૈદિકજ્ઞાનનોપ્રારંભ પણ કહે છે.”

“એ રાજાનો પુત્ર હોય, કે ખેડૂતનો, કે વેપારીનો કે મજૂરનો, બધાને શિક્ષણનો એકસમાન હક્ક છે. વિઘા-આરંભની વિધિ પછી વાલીઓ પોતાના બાળકને ગુરુને સુપરત કરી દે છે. પછી, બાળક તેના જીવનના આવનાર તબક્કાના અમુક વર્ષો ગુરુકુળમાં વિતાવે છે.”

“કેટલા વર્ષો ?” મેં પૂછ્યું.

સરેરાશ ૧૨ થી ૧૫ વર્ષ, પણ આ નિર્ણય ગુરુ દ્વારા લેવામાં આવે છે, જે વિદ્યાર્થીના સામથ્ય અને ક્ષમતા પર આધાર રાખે છે. એના ભણતરની સમાપ્તિ પછી, બાળકને એના શહેર પાછો મોકલવામાં આવે છે. જ્યાં તે તેના કુટુંબ અને સમાજમાં એક હર્યુંભર્યું જીવન જીવે છે.”

“મારી ગુરુકુળ ક્યા છે પિતાજી ?” તેઓએ હસીને કહ્યું, જેમ કે એમણે વર્ષો પહેલા આ વાતનો જવાબ તૈયાર કરીને રાખ્યો હોય….

  • તુજમાં છે ચાણક્ય પુસ્તક માંથી. (Chanakya in You)

આ પુસ્તક મેળવવા અહિયાં ક્લિક કરો https://goo.gl/wSLDS6 અથવા Whatsapp કરો 08000057004 પર.

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી