એક સમયે રસ્તા પર ભીખ માંગતો યુવક આજે વિદેશમાં ઇન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે…

નસીબ પણ મહેનત કરવા વાળાની પડખે હોય છે. આપણાં જીવનમાં ક્યારેક તો ભિખારીઓ સાથે આપણો ભેટો થયો હશે, સડક પર સેંકડો બાળકોને આપણે ભીખ માંગતા જોઈએ છીએ, પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બાળકો માથી કોઈ એક એવું ઉદાહરણ પૂરું પાડશે જે શ્રીમંત લોકો માટે પણ પ્રેરણાદાયક હશે? તમે માનશો નહીં પણ એ સાચું છે કે ગરીબ અને નિસહાય બાળકોની પણ જો તક આપવામાં આવે તો તેઓ પણ પોતાની મહેનતના જોરે સફળતા હાસિલ કરી શકે છે.

આજે એવા જ એક યુવકની વાર્તા આપણે વાંચવા જઈ રહ્યા છીએ જે એક જમાનામાં ચેન્નઈની સડકો પર ભીખ માંગતો હતો પરંતુ તે પોતાની લગન અને મહેનત સાથે આજે વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. તેની આ વાર્તા ફિલ્મ જેવી લાગે છે પરંતુ ખૂબ જ પ્રેરણાદાયક છે.

આંધ્રપ્રદેશના નેલ્લોરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલ જયવેલનો પરિવાર 80 ના દશકમાં ગામમાં પડેલા દુકાળને લીધે કરજમાં ડૂબી ગયો હતો અને અંતે તેઓ ચેન્નઈ આવી ગયા હતા. અહી આવ્યા પછી તેમની પાસે આવકનું કોઈ સાધન ન હતું, માટે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે જયવેલ સહિત તેના ચાર બાળકો સાથે ભીખ માંગવાનુ શરૂ કર્યું હતું. અને તેઓ ફૂટપાથ પર જીવન વિતાવી રહ્યા હતા.

નાના જયવેલના જીવનમાં એક નહીં પરંતુ અનેક વિધ્નો હતા, પિતાના મૃત્યુ પછી તેની માતાને દારૂની લત લાગી ગઈ હતી અને તે જયવેલને બળજબરીથી ભીખ માંગવા માટે કહેતી હતી, અને જયવેલને ભીખમાં જે 10-20 રૂપિયા મળતા હતા તે દારૂમાં ખર્ચ કરતી હતી. જયવેલ પાસે માત્ર એક શર્ટ હતું અને તે પણ ગંદુ હતું, જેને તે ક્યારેય ધોઈ શકતો ન હતો. વરસાદ ન હોય ત્યારે તેઓ સડકના કિનારે સૂઈ જતાં હતા અને જ્યારે પોલીસ આવે તો ત્યાથી પણ તેઓને ભાગવું પડતું હતું.

જયવેલના જીવનમાં પરીવર્તન કેવી રીતે આવ્યું?
એક દિવસે ભીખ માંગતા સમયે જયવેલની મુલાકાત ઉમા મથુરામન નામની મહિલા સાથે થઈ. ઉમા અને તેના પતિ ચેન્નઈના માર્ગો પર ભીખ માંગતા બાળકો વિષે જાણકારી મેળવવા ઇચ્છતા હતા. ખરેખર ઉમા સ્વયં ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સામાજિક સંસ્થા ચલાવતી હતી જેમાં નિસહાય બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવતું હતું, અને જયવેલને મળ્યા પછી ઉમાએ તેને પણ શિક્ષા આપવાનું નક્કી કર્યું.

શરૂઆતમાં તો જયવેલને અભ્યાસમાં કોઈ રુચિ ન હતી પરંતુ ધીમે ધીમે તેણે ભણવામાં રસ પાડવા લાગ્યો અને તેણે 12 માં ધોરણમાં ખૂબ જ સારા માર્કસ મેળવ્યા હતા. જેના લીધે અનેક દાનવીરોએ જયવેલને આગળ ભણવા માટે નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. એ દરમિયાન જયવેલે કેમ્બ્રિજ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી.
પછી તો શું હતું!

દુનિયાભરના અખબારોમાં જયવેલની વાર્તા પ્રગટ કરવામાં આવી. બ્રિટનના વેલ્સમાં આવેલી પ્રખ્યાત ગ્લિંદૂર યુનિવર્સિટીમાં ‘પર્ફોર્મન્સ કાર ઇનહેંસમેંટ ટેક્નોલૉજી ઇન્જીનીયરિંગ’ ના કોર્સમાં જયવેલને બેઠક મળી ગઈ હતી. જયવેલના આ ભગીરથ પ્રયાસને સફળ બનાવવા માટે અને તેને લંડનમાં અભ્યાસ માટે મોકલવા માટે ઉમાના ટ્રસ્ટે 17 લાખથી વધુ રૂપિયા ઉધાર લીધા હતા અને તેનું સ્વપ્ન સાકાર કર્યું હતું.

જયવેલ કહે છે કે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉમાના ટ્રસ્ટ સાથે રહીને જરૂરિયાતમંદ લોકોના જીવનને સુંદર બનાવવા માટે કાર્ય કરશે. દુનિયામાં અનેક યુવાનોનું એક સ્વપ્ન હોય છે કે તેઓ વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે, અને અનેક લોકો પાસે દરેક જાતની સગવડો હોવા છતાં પણ ખૂબ જ ઓછા લોકો આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં સફળ થાય છે, ત્યારે જયવેલ જેવો ગરીબ અને નિસહાય બાળક આ વિશ્વવિદ્યાલયમાં ઓટોમોબાઇલ ઇન્જીનિયરિંગમાં અભ્યાસ કરે છે તે ખરેખર એક પ્રેરણાદાયક વાત છે.

લેખક – જેંતીલાલ

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવું જાણવા જેવું વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી