ફ્રાઈડ આઈસ્ક્રીમ – આ આઈસ્ક્રીમની એક ખાસિયત છે કે એને ગરમ કરીને પછી જ ખાવામાં આવે છે…તો હવે ઘરે બનાવો આ ગરમા ગરમ આઈસ્ક્રીમ…

ફ્રાઈડ આઈસ્ક્રીમ

આઇસક્રીમ તળેલો હોઈ શકે?? અફ કોર્સ ,યાર.. ઘણી જગ્યાએ આઇસક્રીમના ભજીયા પણ મળે છે. તમને ખબર છે?? આ હોટ એન્ડ કોલ્ડ ડિઝર્ટ 18મી સદીના ઉત્તરાર્ધમાં સર્જાયું. મને પર્સનલી આ ડિઝર્ટ બનાવવાની ખૂબ મજા પડી. અને તમે જયારે આ બનાવશો ત્યારે તમને ગજબનો આત્મસંતોષ થશે એની ગેરેન્ટી!!

તો ચાલો, આ આઈસ્ક્રીમ કેમ બનાવવો એ સમજી લઈએ.

સામગ્રી:

  • વેનિલા આઈસ્ક્રીમ,
  • બ્રેડ જરૂર મુજબ,
  • દૂધ જરૂર મુજબ,
  • સેમી ક્રશ્ડ કોર્ન ફ્લેક્સ,
  • તેલ તળવા માટે.

ડેકોરેશન માટે:

  • મેલ્ટેડ ડાર્ક ચોકલેટ,
  • મેલ્ટેડ વ્હાઇટ ચોકલેટ.

બનાવવાની રીત:

* પહેલા બ્રેડની કિનારી કટ કરીને એના પર દૂધ સ્પ્રેડ કરો.ત્યારબાદ બ્રેડની સ્લાઈસ પ્રમાણે તેમાં વેનિલા આઇસક્રીમનો સ્કૂપ મૂકો.પછી એ બ્રેડનો બોલ વાળીને એના પર કોર્ન ફ્લેક્સ ચોંટાડો.હવે બ્રેડ બોલને ફ્રિઝરમાં એકથી દોઢ કલાક માટે સેટ કરવા મૂકો.ત્યારબાદ ગેસ ઓન કરીને કડાઈ મૂકીને તેમાં તેલ મૂકો. તેલ થઇ જાય એટલે ફટાફટ તેમાં બ્રેડ બોલ મૂકીને તળી લો. બ્રેડ બોલ તળાઈ જાય એટલે તેને બહાર કાઢી લઈને સર્વિંગ ડીશમાં ટ્રાન્સફર કરો.

હવે મેલ્ટેડ ડાર્ક અને વ્હાઇટ ચોકલેટથી ડિઝર્ટને સજાવો.

બરાબર સમજી લીધું ને?? હવે તમારે ફ્રાઈડ આઈસ્ક્રીમ માટે બહાર જવાની જરૂર નથી. એકદમ આસાનીથી બની જાય એવા આ ડિઝર્ટ પર બધા તૂટી પડવાના!!

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી