રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય નોંધી લો નાસ્તામાં પણ ચાલશે ને ફરાળમાં પણ

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.

આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.

સામગ્રી:

6-7 મોટા સાઈઝ ના બટેકા
કોર્નફ્લોર
મીઠુ/સિંધવ મીઠુ
તળવા માટે તેલ
મરી પાવડર
સુરતી જીરાળુ
સોસ
લીંબુ

રીત:

1) સૌ પ્રથમ મિડીયમ યાતો મોટા બટેટા બરોબર ધોઈને છાલ કાઢી લો.

2) હવે તેની છાલ કાઢ્યા બાદ આ રીતે ચીપ્સ કાપી લો

3) હવે આ ચીપ્સ ને કાપી એક બાઉલ માં લઈ બધુ પાણી કાઢી લઈ 2 કલાલ ફ્રીઝર માં મુકી દો. ફ્રીઝર માંથી કાઢ્યા બાદ બહાર રેડી ટુ ફ્રાય માં જેવી આવે છે હાર્ડ સેમ આ પણ લુક મા એવી જબહાર જેવી લાગશે.

4)હવે 2 કલાકપછી ખાવીહોય ત્યારે કાઢી લો હવે તેમાંથી થોડી ચીપ્સ અલગ ડીશ માં લઈ ને તેમાં કોર્નફ્લોર અને મીઠું નાખો અને તેને બરાબર હલાવી લો .

5) હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.ગરમ થઈ જાય એટલે તરત જ તેમાં ચીપ્સ તળવા નાખો.

6) 10 મિનીટ જેટલુ વધુ ફ્લેમ રાખી તળો અને જો થોડી વધુ ક્રીસ્પ જોઈઅે તો ધીમા તાપે થવા દો.

7)હવે એ ક્રીસ્પ અને લાઈટ બ્રાઉન કલર ની થાય એટલે એક ડીશ માં કાઢી લેવી. ડીશ માં નાખ્યા બાદ થોડુ તેલ નીતરી જાય પછી સર્વીંગ પ્લેટ માં સર્વ કરો. તેના પર મરી અને જીરાળુ સ્પરીંકલ કરી સર્વ કરો..


તો આજે જ રેસ્ટોરન્ટ જેવી ક્રીસ્પી ફ્રેન્ચ ફ્રાય ઘરે બનાવો.

નોંધ:

શિવરાત્રી આવી રહી છે તો ઉપવાસ માં ખાવા માટે ફ્રેન્ચ ફ્રાય
માં સિંધવ મીઠુ નાખવું.તો આ શિવરાત્રી માં ઘરેજ બનાવો ફ્રેન્ચ ફ્રાય.
– આ ફ્રેન્ચ ફ્રાયને સુરતી જીરાળુ,સોસ અને લીંબુ સાથે પણ સર્વ કરી શકાય છે.(ઉપવાસ માં આ બધી વસ્તુ નો ઉપયોગ કરવો નહી)
– ફ્રેન્ચ ફ્રાયને શરુઆત થી ધીમા તાપે તળવી નહી ફાસ્ટ ગેસ રાખી તળવી નહી તો એ ચવડ્ડ થઈ જશે.
– આ ફ્રેન્ચ ફ્રાયમાં મે કોર્નફ્લોર નાખી ને બનાવી છે પણ જેમને કોર્નફ્લોર નાખી ને નથી બનાવી તેઓ 2 કલાક પછી ખાવી હોય ત્યારે ફ્રીઝર માંથી કાઢી લેવી અને ત્યાર બાદ હવે તેમાંથી થોડી ચીપ્સ અલગ ડીશ માં લઈ ને તેમાં મીઠું નાખી તળી લેવી.(કર્નફ્લોર ના જગ્યા એ થોડો મેંદો નાખી ને પણ તળી શકાય)

રસોઈ ની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી