જાહેર અપીલ

bangalore-traffic

 

જાહેર અપીલ !

=========

આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ટ્રાફિકના નિયમ ભંગ બદલ સમાધાન શુલ્ક દંડ લેવાની સત્તા હેડકોન્સટેબલ, એ.એસ.આઇ, અને પી.એસ.આઇ. તથા ઉપરી અધિકારીઓને છે.

હેડકોન્સટેબલનો યુનિફોર્મ જેમાં તેઓએ ખાખી પેન્ટ, સફેદ શર્ટ, માથે વાદળી રંગની કેપ હોય છે અને જમણા હાથના શર્ટની બાય ઉપર લાલ કલરની પટ્ટી લગાવેલી હોય છે તે હેડકોન્સ્ટેબલ હોય છે. અને એ.એસ.આઇ. નો યુનિફોર્મ જેમાં તેઓએ ખાખી પેન્ટ, સફેદ શર્ટ, માથે વાદળી રંગની કેપ હોય છે. અને ખભા પર શર્ટમાં લગાવેલ પટ્ટી પર જી.પી., વાદળી, લાલ રીબીન અને એક સ્ટાર હોય છે. અને પી.એસ.આઇ. ને બે સ્ટાર હોય છે.

આજ લોકોને મેમો આપી સમાધાન શુલ્કનો દંડ લેવાંની સત્તા છે. આ સીવાય કોઇ પણ દંડ માંગે તો ટ્રાફિક હેલ્પ લાઇન ૧૦૯૫ અગર પોલીસ કંટ્રોલ ૧૦૦ નંબર પર તાત્કાલીક જાણ કરવી. ટ્રાફિકમાં ફરજ બજાવતા હોમગાર્ડનો યુનિફોર્મ ખાખી પેન્ટ, ખાખી શર્ટ તથા ખાખી કેપ હોય છે.

તેમજ ટ્રાફિક બ્રિગેડના યુનિફોર્મમાં વાદળી પેન્ટ, સફેદ શર્ટ, માથે સફેદ હેલ્મેટ કે વાદળી રંગની કેપ હોય છે. તેઓને કોઇ પણ પ્રકારનો દંડ લેવાની સત્તા નથી કે આપવામાં આવેલ નથી. આમ જો કોઇ બિનઅધિક્રુત વ્યક્તી જેમ કે, પોલીસ કોન્સટેબલ, લોકરક્ષક, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ વગેરે મેમો આપતા જણાઇ આવે તો તેઓના ફોટા પાડી અમદાવાદ ટ્રાફિક પોલીસની ફેસબૂક પર તે ફોટા અપલોડ કરવા જણાવવામાં આવે છે.

ડી.સી.પી. ટ્રાફિક, (અમદાવાદ શહેર)

 

સૌજન્ય : જીતેન્દ્ર ડોડીયા (રાજકોટ)

ટીપ્પણી