રોજ સવારમા નાસ્તો શુ આપવો? શુ તમને પણ આ પ્રશ્ન થાયછે ? અરે તો બનાવી દો પૌવા એ પણ પિંક પૌવા ??

“પિંક પૌવા”

સામગ્રી :

2 કપ મીડિયમ પૌવા,
1 નંગ બાફેલું બીટ,
1 નંગ કાંદો,
1/2 કપ વટાણા,
1/2 કપ મકાઈ દાણા અતવા બેબી કોર્ન,
2 Tbsp દાડમ દાણા,
કોથમીર ,
લીમડાના પાન ,
1 ટી સ્પૂન રાઇ,
1 ટી સ્પૂન જીરુ,
1 ટી સ્પૂન મરચુ ,
1 ટી સ્પૂન ધાણાજીરુ,
1 ટી સ્પૂન ગરમ મસાલો ,
1 ટી સ્પૂન ખાંડ ,
1 ટી સ્પૂન લીમ્બુનો રસ,
તેલ ,

રીત :

(1) પૌવાને સરસ ધોઈને ચારણીમા પલાળવા (પૌવા મીડિયમ જ લેવા)

(2) હવે બાફેલા બીટને ખમણી, તેમા લીમ્બુનો રસ નાખીને થોડો રસો છૂટો કરો…ઉતાવળ હોય તો તુરતજ બીટને નીચવી રસો કાઢીલ્યો.ત્યારબાદ આ રસામા પલાળેલા પૌવા ફરી પલાળો.

(3) તો હવે વટાણા અને મકાઈના દાણા બાફીલો , કાંદા જીણા સમારીલો (લ્યો વટાણાની સીજનછે એટલે છૂટા હાથે વાપરજો ..ફ્રિજમા સ્ટોર કર્યાછે ને ??)

(4)હવે કડાઈમા તેલ મૂકીને, રાઈ અને જીરુ સાથે લીમડાના પાન નો વઘાર કરો ..(તિખુ ફાવતુ હોય તો લીલા મરચાના ફાડા કરી ઉમેરો…એની ક્યા નાછે !)

(5) હવે કાંદા હલાવી, વટાણા અને મકાઈ દાણા પણ એડ કરો( બીજા કોઈ શાક ઉમેરવાની પણ છૂટછે આ તો કલર કોમ્બીનેશન મસ્ત લાગે એટલે આ શાક લીધા )

(6) બધા મસાલા કરીને મીઠુ , ખાંડ, લીમ્બુનો રસ બધુ મિક્ષ કરી ગેસ બંધ કરો( જોડે ચા મૂકવાની હોય તો પાછા ચા ચડાવી દેજો) આપણા મસ્ત કલરફૂલ પિંક પૌવા તૈયારછે…

Recipe by: Rups in the kitchen ( Rupa Shah Australia)

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા બીજા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી