ફોલો કરો આ ડાયટ પ્લાન, અને માત્ર પાંચ દિવસમાં ઓછું કરો વજન…

ગરમીની સિઝનમાં સૌથી વધારે ફ્રુટ જો કોઈ ખવાતું હોય તો તે છે તરબૂચ. ગરમીની સિઝન માટે તરબૂચ એકદમ બેસ્ટ છે કેમ કે, તેમાં ફાયબર અને પાણીની માત્રા સૌથી વધારે હોય છે. તેથી તે વજન ઘટાડવા માટે બહુ અસરકારક છે. તે સિવાય તરબૂચમાં વિટામિન સી, બીટા-કેરોટિન, વિટામિન બી1, બી6, લાઈકોપીન, પોટેશિયમ અમે મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્તવો પણ છે જે શરીર માટે બહુ ફાયદાકારક છે. સતત પાંચ દિવસ સુધી તરબૂચ ખાવાથી તમે તમારું વજન ઘટાડી શકો છો. આજે અમે તમને જણાવીશું તરબૂચથી કેવી રીતે વજન ઘટાડી શકાય છે.

ડાયટ પ્લાનનો પહેલો દિવસસવારે બ્રેકફાસ્ટમાં બે બેસ્કિટ, એક સ્લાઈસ તરબૂચ, એક કપ ગ્રીન ટી પીવી. ત્યાર પછી બપોરે ભોજનમાં 100 ગ્રામ બાફેલા મગ, અને સમારેલું તરબૂચ ખાવું. તેના પછી રાતે ભોજનમાં 60 ગ્રામ પનીર, એક કપ તરબૂચનો જ્યૂસ પીવો.

ડાયટ પ્લાનનો બીજો દિવસબીજા દિવસે બ્રેકફાસ્ટમાં એક સ્લાઈસ તરબૂચ, એક સફરજન, એક કપ ગ્રીન ટી પીવી. બપોરે ડિનરમાં100 ગ્રામ બાફેલા મગ અને એક સ્લાઈસ તરબૂચની ખાવી. તેમજ રાતે ભોજન કર્યા બાદ બે સ્લાઈસ તરબૂચની ખાવી.

ડાયટ પ્લાનનો ત્રીજા દિવસેસવારે નાસ્તામાં એક સ્લાઈસ તરબૂચ ખાવું, તેના પછી એક કપ મલાઈ વગરનું દૂધ પીવું. ત્યાર બાદ બપોરે એક બાઉલ ટામેટાનો સૂપ અને ત્રણ સ્લાઈસ તરબૂચની ખાવી. રાતનાં ભોજનમાં વેજીટેબલ સલાડની સાથે બે સ્લાઈડ તરબૂચની ખાવી.

ડાયટ પ્લાનનો ચોથા દિવસેચોથા દિવસે સવારે બ્રેકફાસ્ટમાં બે સ્લાઈસ તરબૂચ, એક કપ ગ્રીન ટી પીવી. તેમજ બપોરે એક બાઉલ બ્રોકલી સૂપ, એક સ્લાઈસ બ્રેડ, અને બે સ્લાઈસ તરબૂચની ખાવી.

ડાયટનો પાંચમાં દિવસે

ડાયટના પાંચમાં દિવસે સવારે નાસ્તામાં ત્રણ સ્લાઈસ તરબૂચ, એક કપ ગ્રીન ટી અને એક કેળું ખાવું. બપોરે ભોજન કર્યા બાદ તરબૂચ ખાવું. રાતે ડિનરમાં એક સ્લાઈસ બ્રેડ, 60 ગ્રામ પનીર, ત્રણ સ્લાઈસ તરબૂચની ખાવી.

એક દિવસમાં કેટલું ખાવું જોઈએ તરબૂચ
તરબૂચ સૌથી સારું વેટ લોસ ફ્રૂટ છે અને જો તમે ખરેખર ઝડપથી પોતાનું વજન ઉતારવા માંગતા હોવ તો તમારે દરરોજ તરબૂચ ખાવું જોઈએ. તેનાથી ઝડપથી તમારું વજન ઘટી જશે.

તરબૂચમાં કેલરી બહુ ઓછી માત્રામાં હોય છેતરબૂચમાં કેલરી બહુ ઓછી માત્રામાં હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ 100 ગ્રામ તરબૂચમાં માત્ર 30 ટકા કેલરી હોય છે અને તેમાં 60 ગ્રામ સુગર હોય છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તે લોકો માટે તરબૂચ એકદમ બેસ્ટ છે.

જલ્દી ભુખ નથી લાગતી
તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે જેના કારણે તેને ખાવાથી કલાકો સુધી ભુખ નથી લાગતી અને પેટ પણ જલ્દી ભરાય જાય છે. તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. તેથી તમને જલ્દી ભુખ નથી લાગતી.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય વિષયક પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર, બીજા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર જરૂર કરજો.

ટીપ્પણી