ઘરમાં ફ્લાવર ગાર્ડનિંગ કરતી વખતે શું રાખશો ધ્યાન, જાણી લો તમે પણ…

- Advertisement -

ઘરમાં ફ્લાવર ગાર્ડનિંગ કરતી વખતે શું રાખશો ધ્યાન, જાણી લો તમે પણ

ઘરમાં જો તમે ફૂલોનો ગાર્ડન બનાવો છો તો તેનાથી તમારા ઘરનો આખો લુક જ અલગ આવે છે. આ સાથે જ તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. જો કે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, ઘરમાં ગાર્ડન તો બનાવો છે પરંતુ તેની કેર કેવી રીતે કરવી જેથી કરીને તે એકદમ પ્રોપર રીતે જળવાઇ રહે. આમ, જો તમે પણ તમારા મનમાં આ વિશે અનેક ઘણા વિચારો કરી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે, ફ્લાવર ગાર્ડનિંગની કેર કેવી રીતે કરવી અને તેમાં શું ધ્યાન રાખવુ…- ખૂબ ડીટેલિંગવાળા કામમાં પહોંચો એ પહેલાં ગાર્ડન કેટલી જગ્યામાં બનાવવું છેએનો લેઆઉટ નક્કી કરો. લોન, ગાર્ડનની એસેસરી, ઝાડ અને કૂંડાં માટે યોગ્ય જગ્યા માર્કિંગ કરી લો. તમારા માઇન્ડમાં રહેલા લેન્ડસ્કેપિંગના આઇડિયા પ્રત્યે ખૂબ શ્યોર રહો અને આખા એરિયાને સ્ક્વેર ફૂટમાં માપી લો જેથી આગળ જઈને કોઈ ભૂલ ન થાય.

– લેઆઉટ સારી રીતે બનાવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે એનેપેપર પર ડ્રોકરો. ગાર્ડનના મેઇન લેઆઉટ સાથે બોર્ડર, ફેન્સિંગ, ઘાસ અનેચાલવા માટે રાખેલા રસ્તા બધાની અરેન્જમેન્ટ કરો.

– ગાર્ડન એકવખત બનાવી લીધા પછી કામ પૂરું નથી થતું, એનું ધ્યાન રાખવાની અને હંમેશાં સુંદર બનાવીને રાખવાની ગાર્ડન બનાવનારની ફરજ છે.

– નિયમિત અને યોગ્ય પ્રમાણમાં છોડવાઓને પાણી પીવડાવવું, યોગ્ય સમયાંતરે સુકાયેલાં પાનની કાપણી કરતાં રહેવું તેમજ ખાતર નાખવું આ બધાં જ કામો ગાર્ડન બનાવ્યા પછી ફરજિયાત અને મહત્વનાં બને છે.
– ગાર્ડન મેઇન્ટેન કરવાનું કામ સરળ નથી પણ ઇન્ટરેસ્ટિંગ જરૂર છે. જો ગાર્ડનિંગ તમારો શોખ હશે તો આ કામ તમારા માટે એકલગન બની જશે.

– તમારા ફ્લાવર-ગાર્ડનને થોડો વાઇલ્ડ ટચ આપો. થોડા ક્રીએટીવ બનો અને તમારા ગાર્ડનને સૌથી સુંદર બનાવવા માટે મહેનત કરો. જોઈએ તો એકાદ-બે જાહેર ગાર્ડનની મુલાકાત લઈ લો જેથી પ્લાનિંગ કરવામાં આસાની રહે. ઘરની બહાર બનાવવામાં આવતો કે ટેરેસ પર સેટ કરવામાં આવતો ગાર્ડન ભલે નાનો હોય પણ એમાં એક ખૂણા કે સેન્ટરમાં નાનું કમળનું તળાવ બનાવી શકાય છે. આડી ઈંટો મૂકીને ગાર્ડનની બોર્ડર બનાવો.

– બોર્ડરિંગ માટે મોટા સફેદ રંગના ગોળ પથ્થરનો ઉપયોગપણ કરી શકાય. જ્યાં કૂંડાંમૂકવાનાં હોય એ જગ્યા માર્ક કરી લો અને બાકીની પ્લેસમાં ઝીણું ઘાસ ઉગાડો.

– લોકલફૂલો જ પસંદ કરો કારણકે એ ફૂલો વાતાવરણ અને માટી બન્નેને બેસ્ટ સૂટેબલ રહેશે. લોકલ ફૂલો આસાનીથી વાતાવરણમાં આવતાં બદલાવો સાથે સેટ થઈ જાય છે અનેરોજ ખીલે છે. જો બહારગામમાં થતાં કે હાઈ-એન્ડ કેટેગરીનાં ફૂલો વાવશો તો એકતો એ વર્ષમાં માંડ એકાદ વાર ખીલશે અને બીજું, વાતાવરણ સેટ નહીં થાય તો કરમાઈ પણ જશે, માટે લોકલ ફૂલવાળા પાસે મળતાં બેસિક રંગબેરંગી ફૂલોથી પોતાના ગાર્ડનને સજાવો. આ ઉપરાંત જુદાં-જુદાં ફૂલોની તડકા-છાંયડાની જરૂરિયાત પ્રમાણે એનાં કૂંડાંની ગોઠવણી કરો. તમે શિયાળા અને ઉનાળામાં થતાં ફૂલો પ્રમાણે પણ ફૂલોને છૂટાં પાડી શકો છો.- ચોરસ, ગોળ, વધારે ઊંડાં કે થોડાં ફ્લેટ એવાં ઘણા પ્રકારનાં કૂંડાં બજારમાં મળતાં હોય છે. આવાં કૂંડાંને પોતાની આવડત અનુસાર આકારમાં ગોઠવી ગાર્ડન તૈયાર કરીશકાય. નાના ફૂલનાછોડવાઓ અને મોટા પ્લાન્ટ્સ માટે જુદી-જુદી ટાઇપનાંકૂંડાં પસંદ કરવાં. આમ તમે છોડવાઓની ખૂબસૂરતીને પૂરતો ન્યાય આપી શકશો.

– ગાર્ડનની ફેન્સિંગ કરવા માટે ઈંટોગોઠવીને પાળ બનાવી શકાય. શેકેલી ઈંટ વાપરવી જેથી એના પર પાણી પડતાં એ ભુક્કો ન થઈ જાય અને શેકેલી ઈંટ પર શેવાળપણ જામશે નહીં.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર,ગાર્ડનિંગ કરવાના શોખીન મિત્રોનેટેગ કરવાનું ભૂલતા નહિ.

ટીપ્પણી