ફલોર લેમ્પ – બપોરના સમયે ઘરે બેઠા બનાવો આ વેસ્ટમાંથી બેસ્ટ બનતો લેમ્પ

ફલોર લેમ્પ

હેલ્લો ફ્રેન્ડ્સ હું રાજકોટથી યોગીતા વાડોલીયા હું હોબી સેન્ટર ચલાવુ છુ અને મને આર્ટમાં ન્યુ ક્રિએશન કરવું ખૂબ ગમે.
બપોરના ટાઇમમાં આપણે લોકો ઘરે ફ્રી હોય છે તો ચલો સમય નો સદઉપયોગ કરીને કાઇક નવું બનાવીએ.
આપણા ઘરમાં પ્લાસ્ટિકના ડબ્બા ને બરણીઓ ને એવું કેટલીય વસ્તુ નકામી પડી હોય છે તો ચાલો આજ અાપણે નકામી વસ્તુ ને કામની બનાવીએ.

હું તમને આજે diy માં એટલે કે ડુ ઇટ યોર સેલ્ફ માં શીખવાડીશ,

ફલોર લેમ્પ

મટીરીય્લસ:

• એક પ્લાસ્ટીકનો વેસ્ટેડ હોય તેવો ગોળાકાર ડબ્બો,
• ડ્રોઇંગ શીટ વાઇટ કલરની,
• ગીફ્ટ રેપીંગ પેપર,
• ક‍ાતર,
• સેલો ટેપ,
• ફેવીકોલ,
• બોલપેન,
• લાઇટ ની સીરીઝ યલો કલરની.

રીત:
૧ ડ્રોઇંગ શીટને ડબ્બાની સાઇઝમાં ગોળાકાર અાપી દેવો.

૨ ડ્રોઇંગ શીટમા જ્યાં જોઇન્ટ અાવતુ હોય ત્યાં સેલોટેપ મારી દેવી.

૩ ડ્રોઇંગ શીટ ઉપર સીલ્વર સાઇડ ઉપર આવે તે રીતે ફેવીકોલથી ગીફ્ટ રેપીંગ પેપર લગાવી દેવું.

 

૪ ગીફ્ટ રેપીંગ પેપર ઊપર થોડા થોડા અંતરે બોલપેનથી નાના નાના શેઇપ બનાવવા મે અહીં હાર્ટ શેઇપ બનાવ્યા છે.

૫ બનાવેલા શેઇપને કાતરથી ધ્યાનપૂર્વક કાપી લેવા.

૬ ડ્રોઇંગ શીટને ડબ્બાની અંદર ચોટાડી દેવી.

૭ ડબ્બા ઊપર સ્ટીકરથી ડેકોરેશન કરીને ડબ્બાની અંદર સીરીઝ મુકી દેવી.

તૈયાર છે આપણો ફ્લોર લેમ્પ તમે પણ આ રીતે ફ્લોર લેમ્પ બનાવો અને કોમેન્ટમાં તમે બનાવેલ ફ્લોર લેમ્પનો ફોટો મુકો.


પોસ્ટ બાય :યોગીતા વાડોલીયા  રાજકોટ

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટે અને શીખવા માટે લાઈક કરો અમારું પેજ

ટીપ્પણી