ગુજરાતની આ સરકારી શાળામાં વાંદરાએ ફરકાવ્યો ધ્વજ, દંગ રહી ગયા લોકો !!

વાંદરાએ લહેરાવ્યો ત્રિરંગોઃ

દેશના 71મા સ્વતંત્રતા દિવસ પર તમે અલગ-અલગ જગ્યાએ ત્રિરંગો લહેરાવાની તસવીરો જોઈ હશે. પરંતુ અંબાલાની એક સરકારી શાળામાં વાંદરાએ ધ્વજ ફરકાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અંબાલાની આ સ્કૂલમાં મંગળવારે સવારે ત્રિરંગો ફરકાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ કે મુખ્ય અતિથિની જગ્યાએ વાંદરો ઉપસ્થિત હતો.

નજારો જોઈ હસી પડ્યા લોકોઃ

સ્કૂલના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ઊભા ઊભા જોતા જ રહ્યા અને સ્કૂલના ધાબે રાષ્ટ્ર ધ્વજના દંડા પર ઝૂલતા વાંદરાએ ત્રિરંગો લહેરાવી પણ દીધો. આ નજારો જોઈને ઉપસ્થિત બધા જ હસી પડ્યા હતા. આ સમગ્ર ઘટના નવ સેકન્ડના એક વિડીયોમાં કેદ થઈ ગઈ હતી અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી.

અચાનક આવી ચડ્યો વાંદરોઃ

બીજી બાજુ પુષ્કરમાં પણ વાંદરાએ ધ્વજારોહણ કર્યું હોય તેવો એક કિસ્સો જોવા મળ્યો હતો. પુષ્કરના પ્રજ્ઞા બાળ વિદ્યા મંદિરમાં જ્યારે મુખ્ય અતિથિનું નામ લેવામાં આવ્યું તો અચાનક ક્યાંક થઈ એક વાંદરો આવી ચડ્યો. તેણે ધ્વજ ફરકાવ્યો અને પછી તે ત્યાંથી ભાગી ગયો.

આખી ઘટના નો વિડીયો તમે અહી જોઈ શકો :

વાંદરાનો ધ્વજારોહણ કરતો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ત્યાર પછી પણ ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો. સ્કૂલના કર્મચારી ખુમાન સિંહે જણાવ્યું કે 15 ઓગસ્ટે ધ્વજારોહણ સમયે બે વાંદરા આવી પહોંચ્યા હતા જેમાંથી એકે ધ્વજ ફરકાવી દીધો હતો. વાંદરો ધ્વજ પાસે પહોંચ્યો કે નીચે ઊભેલા લોકોએ બૂમો પાડવાની અને વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું.

સાભાર : આઈ એમ ગુજરાત

ટીપ્પણી