રાષ્ટ્રીય હાથીપગા નિવારણ દિન નિમિતે થોડી માહિતી, દરેક વ્યક્તિએ વાંચવી અને શેર કરવી…

? આજનો દિવસ :=-

૧૧ નવેમ્બર

રાષ્ટ્રીય હાથીપગા નિવારણ દિન

વિજ્ઞાન ભલે ગમે તેટલી આગળ વધી જાય, કુદરત આગળ હઁમેશા લાચાર છે અને રહેશે જ. કારણ કે વિજ્ઞાનને જયારે જયારે એક કોયડો ઉકેલીને આનઁદ ઉજવવા ગયુ છે, ત્યારે ત્યારે બીજો કોયડો એની સામે આવીને ઉભો રહ્યો જ છે. એવા જ એક કોયડો એટલે હાથીપગાનુ નિવારણ.

Filariasis(ફિલેરિયા) એટલે કે હાથીપગો.

ખબર્યુઁ ત્યાઁ જ પુછવાને ચટકાની હાર જાતી
કીડીને કાલ રાતે હાથીપગો થયો છે!! – હેમઁત ગોહિલ ‘માર્મર’

સમય કયારેક હરણપગો કયારેક હાથીપગો,
સમય કયારેક ગોદ આપે ને કયારેક આપે દગો
– ભીષ્મ આદિત્ય

હાથીપગાને સાહિત્યકારો પોતાની પઁક્તિઓમાઁ પણ ભલે સ્થાન આપેલુ. પરઁતુ હાથીપગો એ ગઁભીર રોગ છે. હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. કારણ કે હાથીપગા માટે ફાઇલેરિયા તરીકે ઓળખાતા દોરા જેવા પરોપજીવી કૃમિ પ્રકારના જઁતુઓ જવાબદાર હોય છે. સામાન્ય રીતે ફાઇલેરિયા જઁતુઓ લસિકાતઁત્રની કામગીરી માઁ જ અવરોધ કરતા હોય છે. આ જઁતુઓનુ વહન ક્યુલેક્સ પ્રકારના મચ્છર દ્રારા થતુઁ હોય છે. આ મચ્છરો ગઁદા અને પ્રદુષિત પાણીમાઁ વધુ થતા હોય છે. ઓધ્યોગીકરણ અને શહેરીકરણની દૌડે આ મચ્છરોને પ્રોત્સાહન પુરુ પાડેલુ છે. આ મચ્છરોને નિશાચર કહીએ તો પણ ખોટુ ન કહેવાય. કારણ કે આ મચ્છરો રાત્રે જ માણસનુ લોહી પીએ છે. દિવસ દરમ્યાન ખુણે-ખાઁચરે કે અઁધારા ખુણામાઁ પડયા રહે છે, આમ હાથીપગો મચ્છર કરડવાથી એક વ્યકિતમાઁથી બીજી વ્યકિતમાઁ ફેલાય છે. પુખ્ત ફાઇલેરિયા કૃમિ લસિકા વાહિનીમાઁ વહન રહે છે. અને નાના કૃમિને જન્મ આપે છે. જે લોહીમાઁ ફરતા રહે છે, અને મચ્છર કરડે ત્યારે લોહીમાઁ ફરતા આ કૃમિને લોહી સાથે ચુસે છે. ત્યારબાદ આ ચેપી મચ્છર બીજી વ્યકિતને કરડે ત્યારે તેના ડઁખમાઁથી બીજી વ્યકિતને ચેપ લગાડે છે. નામ પ્રમાણે જ આ રોગમાઁ પગ હાથી જેવો થઇ જતો હોવાથી હાથીપગો કે હાથીપગા તરીકે ઓળખીએ છીએ. ઘણા વર્ષના ચેપ પછી પછી પગ પર અથવા શરીરનાઁ અન્ય ભાગ પર સોજો આવે છે. જે હાથીપગા થી ઓળખાય છે.

બહારથી તઁદુરસ્ત દેખાતા વ્યકિતમાઁ પણ ફાઇલેરિયા જઁતુ હોય શકે છે. ભારતનાઁ દરિયાકિનારાના રાજ્યોમાઁ જેવા કે કેરળ, ગુજરાત તમિલનાડુ વગેરે વધારે જોવા મળે છે.

? લક્ષણો

૧. હાથીપગો થાય ત્યારે અવાર-નવાર તાવ ખુબ જ આવે છે.
૨. બેચેની અનુભવાય.
૩. ઠઁડી લાગે.
૪. અઁગ અકડાય જાય.
૫. લસિકાગ્રઁથીમાઁ સોજા આવે.
૬. પગ તથા જનાનાઁગોમાઁ સોજા આવે.

? હાથીપગાની સારવાર

૧. હાથીપગાની સારવાર માટે (ડી.ઈ.સી-ડાઇ ઇથાઇલ કાર્બામેજીન) નામની દવા આપવામાઁ આવે છે. દવાનો ડોઝ ડોકટરોએ આપેલી સુચના અનુસાર લેવા જોઇએ.
૨. મચ્છર ન કરડે તેની કાળજી રાખવી જોઇએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
૩. દવાનો વાર્ષિક ડોઝ લેવો જરુરી છે.
૪. તાવ અને દુખાવામાઁ રાહત માટે એસ્પરીનની ગોળીઓ આપવી.
૫. પગે સોજાઓ ઓછા કરવા માટે પાટા બાધઁવા, રાત્રે પાટા છોડી નાખવા. નિયમિત પાટા બાધઁવાથી પગે સોજા ઓછા થાય છે.

? હાથીપગો અટકાવી શકાય ?

૫ થી ૭ વર્ષ સુધી વર્ષમાઁ એકવાર એક જ દિવસે ડી.ઇ.સી. અને એલ્બેંડેઝોલ ની દવા લેવાથી જન સમુદાયમાઁથી હાથીપગો થતો અટકાવી શકાય.

? ખાસ વાત

આજનુ વિજ્ઞાન હાથીપગા કઇ રીતે થાય એ જાણી શક્યુ છે. (જો કે વિજ્ઞાન AIDS પણ કઇ રીતે થાય એ જાણી શક્યુ છે, પરઁતુ યોગ્ય દવા શોધી શક્યુ નથી.) પણ હાથીપગા અઁગે કોઇ દવા કે ઓપરેશન હજુ સુધી શોધી શક્યા નથી. ઉપરોક્ત જણાવેલ દવાઓથી એટલે કે ડી.ઈ.સી-ડાઇ ઇથાઇલ કાર્બામેજીન ફાઇલેરિયા જઁતુઓ અને માઇક્રોફાઇલેરિયા એટલે કે જઁતુઓના બચ્ચાઓનો નાશ કરી શકે છે. બજારમાઁ મળતી બીજી દવાઓ જેવી કે હેટ્રાઝેન કે બેનોસાઇડ દવાઓથી માઇક્રોફાઇલેરિયાને પુખ્ત થતા પણ અટકાવી શકાય છે. પરઁતુ પુખ્ત થઇ ગયેલા જઁતુઓ પર આ દવાઓની કોઇ ખાસ અસર થતી નથી. બાકી એક વાર રોગ થયા બાદ એનો કોઇ ઇલાજ નથી, પીડા જ ભોગવવી પડતી હોવાની માહિતીથી લોકો આજે પણ અજાણ છે.

સામાન્ય રીતે મચ્છરો મારવાથી, મચ્છરદાની વાપરવાથી કે મચ્છરોનો ઉદભવ જ ન થાય એ અઁગેના સ્વચ્છતાના પઁગલાઓ લેવાથી હાથીપગો એટકે ફાઇલેરિયાસીસનો ફેલાવો અટકાવી શકાય છે.

? માહિતી સૌજન્ય :=- ઇન્ટરનેટ

? લેખન અને સઁકલન :-
— Vasm Landa

મિત્રો શેર કરો આ ખુબ ઉપયોગી માહિતી ર=તમારા બધા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી