જો ફોલો કરશો આ ફેંગશૂઇ ટિપ્સ, તો ઘરમાં પૈસાની થશે રેલમછેલ..

કહેવાય છે કે, ઘરમાં બે રીતે ઉર્જા આવે છે એક છે નકારાત્મક અને બીજી સકારાત્મક. ફેંગશૂઇના અનુસાર ઘરમાં સકારાત્મક એનર્જી હોવી ખૂબ જ જરૂરી છે કારણકે એનાથી ઘરમાં ખુશીઓ અને રોકાયેલા કામ પૂરા થવા લાગે છે. આ સાથે ઘરમાં રહેનારા લોકોનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

ફેંગશૂઇ અનુસાર ઘરમાં ડ્રેંગન, સિક્કા અને કાચબો દરેક લોકોએ રાખવો જોઇએ કારણકે તેનાથી ઘરમાં પૈસાની ખોટ ક્યારે થતી નથી. તો આજે અમે તમને ફેંગશૂઇની કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમારા ઘરમાં સભ્યોની હેલ્થ એકદમ સારી રહેશે અને સાથે-સાથે પૈસાની અછત ક્યારે પણ ઊભી થશે નહિં.

1. ચંપલને ઘરની બહાર ઉતારોફેંગશૂઇ અનુસાર ઘરની અંદર ચંપલ પહેરીને ના જવુ જોઇએ. કહેવાય છે કે, ઘરની અંદર ચંપલ પહેરવાથી તેમજ ઘરમાં ચંપલ લાવવાથી સ્ટ્રેસ પેદા થાય છે અને સાથે-સાથે નકારાત્મક ઉર્જા પણ આવે છે. આ માટે નકારાત્મક ઉર્જાને ઘરની બહાર જ રાખવી જ જોઇએ.

2. ઘરને રાખો વ્યવસ્થિત

અવ્યવસ્થિત ઘરમાં નકારાત્મક ઉર્જા ખૂબ જ ઝડપથી આવે છે. આ માટે વધારે અનુકૂળ એ જ છે કે, ઘરમાં બધી ચીજ વસ્તુઓને એકદમ બરાબર ગોઠવો. જો કોઇ વસ્તુ તમે અથવા ઘરના બીજા સદસ્યોએ આડી-અવળી મુકી હોય તો તેને તરત જ ગોઠવી દો. જો તમે ઘરની દરેક વસ્તુઓને એકદમ બરાબર ગોઠવીને રાખશો તો ઘર ખુશીઓથી છલકાશે અને સાથે-સાથે તમે સવારમાં ઉઠતાની સાથે જ એકદમ ફ્રેશ ફિલ કરશો.

3. ઘરમાં તાજી હવા અને લાઇટ આવવા દોઘરમાં તાજી હવા અને લાઇટ પૂરેપૂરી આવે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. ફેંગશૂઇના અનુસાર ઘરમાં થોડુ પણ અંધારુ ના હોવુ જોઇએ કારણકે ઘરમાં આવતા અંધારાથી બેડ લક, દુખ અને બીજી નેગેટિવ એનર્જી ઘરમાં આવે છે, જે તમને હેરાન-પરેશાન કરીને મુકી દે છે. માટે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, જ્યારે તમે કોઇ નવુ ઘર લો છો અથવા નવુ ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો તેમાં હવા અને લાઇટ આવે તેનુ ખાસ ધ્યાન રહે.

4. ઘરની આસપાસ સકારાત્મક રંગ

ઘરમાં સકારાત્મક રંગનો ઉપયોગ કરો. તમને જાણીને નવાઇ લાગશે કે, ઘરમાં સકારાત્મક રંગને કારણે પરિવારના સભ્યોની હેલ્થ સારી રહે છે અને સાથે-સાથે નકારાત્મક ઉર્જા બહાર ફેંકાઇ જાય છે. ઘરમાં સકારાત્મક રંગ હોવાથી તમને કામ કરવામાં ખૂબ જ ઉત્સાહ આવે છે અને આખા દિવસ દરમિયાન કંટાળો પણ નથી આવતો.

5. ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખો

ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ કારણકે તેને અશુભ માનવામાં આવે છે.તે ધૂપ અને ગંધને વધુ આકર્ષિત કરે છે.આ સાથેઘરમાં ખૂબ સુંદર પાન અને ડીઝાઈન ધરાવતા સાઈકસ, એક્લિઆ, અર્લિયા, ફિલોડેન્ટ્રોને અને એરિકા લગાવી શકાય છે. જે ઘરમાં સકારાત્ક ઊર્જાનો સંચારકરે છે.સુગંધીદાર ફૂલ એટલે કે ચંપા, નાગચંપા, ચમેલી, બેલા, રાતરાણી વગેરે ફૂલોપણ લગાવી શકાય છે. તેની સુગંધથી ઘરના સભ્યો પ્રસન્ન અને આનંદિત રહે છેપણ અહીં ખાસ ધ્યાન રાખવું કે આ છોડમાં કરમાયેલા ફૂલ ના રહેતેને તરત જકાઢી લેવા. કેટલાક લોકો આ છોડને ઘરની બહાર પણ લગાવે છે.ઘરમાં ક્યારેય કાંટાળા છોડ કે કાંટા હોય તેવા ફૂલ પણ ના રાખવાં જોઇએ.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ અવનવી ટીપ્સ અને ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી