મહિલા IPS અધિકારીએ એકલે હાથે માત્ર 15 જ મહિનામાં 16 ઉગ્રવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા અને 64 ની ધરપકડ કરી…

સંજુક્તા પરાશર આઈપીએસ વિરાંગના

આ સ્ત્રી IPS અધિકારીએ એકલે હાથે માત્ર 15 જ મહિનામાં 16 ઉગ્રવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા અને 64ની ધરપકડ કરીઆજે આખો દેશ જ્યાં આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે ત્યારે કેટલીક સ્ત્રી પોલીસ અધિકારીઓ આપણા માટે આશાનું કીરણ જગાવી રહી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આસામની આઈપીએસ અધિકારી જેને લોકો આયર્ન લેડી ઓફ આસામ તરીકે પણ જાણે છે તેવી સંજુકતા પરાશરની. તેણે પોતાના અત્યંત બહાદુરીભર્યા કારનામાના કારણે ચકચાર જગાવી રહી છે. સંજુક્તા 2006 બેચની આઈપીએસ અધિકારી છે.સંજુકતા પરાશરની આસામના આઇપીએસ અધિકારી તરીકે નીમણૂક કરવામાં આવી છે. તે આસામની પ્રથમ સ્ત્રી આઈપીએસ ઓફિસર છે. તેણીએ છેલ્લા 15 જ મહિનામાં 64 ઉગ્રવાદીઓની ધરપકડ કરીને એક ઉદાહણ પુરુ પાડ્યું છે.જો કે આ પહેલાંપણ યામિન હઝારીકા પણ આઈપીએસ બની હતી જો કે તેણે આસામમાં સેવા નહોતી આપી પણ એ ચાણક્યપુરીમાં એસીપી તરીકે અને દીલ્લી આર્મ્ડ પોલીસમાં ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. આસામની બીજી આઈપીએસ મહિલા અધિકારી હતી ડી રાની ડોલે બર્મન, તે હાલ નોર્થ ઇસ્ટ પોલિસ એકેડેમીની ડીરેક્ટર છે.
હવે આપણે પાછા સંજુક્તા પરાશરની વાત પર આવીએ. સંજુક્તાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આસામમાં પૂર્ણ કર્યું અને ત્યાર બાદ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી તેણીએ પોલીટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ એણે યુએસ ફોરેન પોલીસીના વિષય પર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી PhD કર્યું. એટલે તમે તેને ઓફિશિયલી ડો. સંજુક્તા પરાશર કહી શકો. સંજુક્તાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં ખુબ જ રસ હતો અને તેણે કેટલાએ ઇનામ પણ જીત્યા છે.
તેના લગ્ન આઈએએસ અધિકારી સાથે થયા છે જે પણ આસામમાં જ ફરજ બજાવે છે. જો કે બન્ને પતિ પત્ની કેટલીકવાર મહિનાઓ સુધી એકબીજાને મળી શકતા નથી. તેને એક દીકરો પણ છે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ તેની માતા લે છે.
તેણે પોતાની 2006ની બેચમાં 85મો AIR (ઓલ ઇન્ડિયા રેન્ક) મેળવ્યો હતો. છેવટે તેણીએ પોતાનું પોલીસમાં જોડાવાનું સ્વપ્ન પુર્ણ કર્યું. ત્યારથી તે આસામના આતંકવાદીઓને એક પળ પણ આરામથી બેસવા નથી દેતી. સોનીતપુર જિલ્લાની સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એવી સંજુક્તા નિર્ભય થઈને આસામના આતંકગ્રસ્ત વિસ્તારોમાં એકે-47 લઈને નીકળી પડે છે. બોડો ઉગ્રવાદીઓમાં તેની ધાક છે.
તે જ્યારે શાળામાં હતી ત્યારે પણ આસામમાં વકરેલા ભ્રષ્ટાચાર અને ઉગ્રવાદ બાબતે ખુબ જ ચિંતિત હતી માટે જ પોતાના સારા ગ્રેડ છતાં એણે નક્કી કર્યું કે તેણી પોતાના રાજ્યમાં જ રહેશે અને આ સમસ્યા પર કામ કરશે. તેણે સૌપ્રથમ આસીસ્ટન્ડ કમાન્ડન્ટ તરીકે 2008માં આસામના માકુમમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ તરત જ તેને આસામના ઉડલગુરીમાં બોડો અને ગેરકાનુની બાંગલાદેશી ઉગ્રવાદીઓ વચ્ચેના કોમી તોફાનોને કાબુમાં લાવવા માટે ટ્રાન્સફર કરી દેવામાં આવી. માત્ર 15 જ મહિનામાં પોતાના ઓપરેશનો દ્વારા એણે લગભગ 16 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા અને 64ની ધરપકડ કરી.
4 વર્ષના બાળકની માતા સંજુક્તાએ હાલમાં જ એક ઓપરેશન પાર પાડ્યું જેમાં તેણે પોતે જ એકે 47 રાઇફલ સાથે ખેતરમાં કુદી પડી હતી. છેલ્લા થોડા વર્ષ માટે તેણીએ પોતાની જાતને એન્ટી-બોડો મિલિટન્ટ ઓપરેશન માટે સમર્પિત કરી દીધી હતી.
તેને નેશનલ ડેમોક્રેટીક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (NDFB) તરફથી કેટલીએ ધમકીઓ મળી છે. જો કે તેનાથી તેના કર્તવ્ય પર કોઈ જ અસર થઈ નથી.સંજુક્તા અગણિતવાર રાઇફલ કેમ્પોમાં ગઈ છે કે જેથી કરીને તેણી આંતંકવાદી હૂમલાનો ભોગ બનેલા ઘરો તેમજ કુટુંબોને મળી શકે. તેણી બે મહિનામાં માત્ર એક જ વાર પોતાના કુટુંબ તેમજ પતિ સાથે સમય પસાર કરી શકે છે. સંજુક્તાની આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે લડવાની જીગર અને સમર્પણ ખરેખર દાદ માગી લે તેવા છે.તે એક ખુબ જ નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ છે. તેનું એવું કહેવું છે કે માત્ર આતંકવાદીઓએ જ તેણીથી ડરવું જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી