શું તમને પણ કોઈ ટોકે અને એકની એક વાત વારંવાર કહે તો નથી ગમતું, વાંચો અને શેર કરો…

એક છોકરાને તેના ઘરમાં રહેવું ગમતું ન્હોતું.
“તું પંખાને બંધ કર્યા વગર જ ઓરડાની બહાર જઈ રહ્યો છે”
“જો ઓરડામાં કોઈ ન હોય તો ત્યાંનું ટીવી બંધ કર!”
“પેન ને તેના સ્ટેન્ડમાં રાખ; તે નીચે પડી ગઈ છે”

છોકરાને તેના પિતા વારંવાર આમ નાની નાની બાબતોમાં કીધા કરતાં એ ગમતું ન્હોતું.
તેણે આ બધી વસ્તુ માત્ર કાલ સુધી જ સહન કરવાની છે કેમકે કાલ સુધી જ તે બંને આ ઘરમાં સાથે હશે.

પણ આજે, કેમકે તેની પાસે એક જોબના ઇન્ટરવ્યૂમાં જવાનું આમંત્રણ હતું.
“જેવી મને નોકરી મળશે, મારે આ શહેર છોડવાનું થશે. ત્યાર પછી મારા પિતાજી દ્વારા વારંવાર મને કહેવાનું બંધ થઇ જશે” આ તેના વિચારો હતા.

તે ઇન્ટરવ્યૂ દેવા માટે નીકળ્યો.

“તને આપેલા સવાલોના જવાબ કોઈ પણ હિચકિચાહટ વગર આપજે. તને સવાલનો જવાબ ખબર ન પણ હોય તો, આત્મવિશ્વાસ સાથે જવાબ આપજે.” પિતાએ તેને ઇન્ટરવ્યૂ માટેની જરૂરિયાત કરતાં પણ વધુ રૂપિયા આપ્યા.

છોકરો ઇન્ટરવ્યૂ સેંટર પર પહોંચ્યો.

ત્યાં ગેટ પર બહાર કોઈ સિક્યુરિટી ન્હોતી. દરવાજો ખુલ્લો હતો પણ, લેચ બહાર નીકળેલો હતો કેમકે લોકોની અવરજવર ત્યાં ખુબ ચાલુ રહેતી હતી. તેણે લેચ બરાબર લગાડ્યો દરવાજો બંધ કર્યો અને અંદર ગયો.

રસ્તાની બંને બાજુ ખુબ સુંદર ફૂલોના છોડ લાગેલા હતા. ત્યાંનો માળી પાણી આપવાની પાઇપ મૂકીને જ ક્યાંક જતો રહ્યો હતો અને પાણી પાઇપ માંથી નીકળીને બહાર રસ્તા પર વહી જતું હતું. તેણે પાણીનો પાઇપ છોડવાઓની નજીક રાખ્યો અને આગળ ગયો.

ત્યાં રિસેપ્શન એરિયા પર કોઈ ન્હોતું. ત્યાં એક નોટિસ લગાડેલી હતી જેમાં લખ્યું હતું કે ઇન્ટરવ્યૂ પહેલાં માળે છે. તેણે ધીરે પગથિયાં ચડવા માંડ્યા.

લાઈટ કે જે ગઈ રાત્રીએ ચાલુ કરવામાં આવી હતી તે સવારે ૧૦ વાગ્યા સુધી હજુ ચાલુ હતી. તેને તેના પિતાની સલાહ યાદ આવી, “તું લાઈટને બંધ કર્યા વગર શા માટે ઓરડાની બહાર નીકળે છે?” અને તેણે વિચાર્યું કે તે અવાજ હજુ સુધી તેને સંભળાઈ રહ્યો છે. તેને મનમાં થોડી ખીજ ચડી તે વિચાર માત્રથી, તેણે તે લાઈટ બંધ કરી નાખી.

પગથિયાં ચડીને ઉપર એક મોટા હોલમાં ઘણા ઉમેદવાર બેઠેલા હતા પોતાના વારા ની રાહ જોતા. તેણે ઉમેદવારોની સંખ્યા પર નજર નાખતાં વિચાર્યું કે તેને આ નોકરી મળશે કે નહિ.

તે હોલમાં ગભરાટ સાથે દાખલ થયો અને ‘વેલકમ’ લખેલા પગલૂછણિયાં પર પગ મુક્યો જે દરવાજા પાસે રાખેલ હતું. તેને જોયું કે તે ઉલટું રાખેલું હતું. તેણે થોડી ખીજ સાથે તેને સીધું કર્યું. આદત જ તેને પડી ગઈ હતી.

તેણે જોયું કે આગળની હરોળમાં ઘણા લોકો હતા જે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યાં હતા, જયારે પાછળની હરોળ ખાલી હતી, પણ ત્યાં ઘણા જ પંખાઓ ચાલુ હતા તે ખાલી હરોળ માટે.

તેને તેના પિતાનો અવાજ જાણેકે ફરીથી સંભળાયો, “કોઈ નથી તો ઓરડામાં પંખો શા માટે ચાલુ છે?” તેણે જ્યાં જરૂર ન્હોતી ત્યાંનાં પંખાઓ બંધ કર્યાં અને એક ખાલી ખુરશી પર બેઠો.

તેણે જોયું કે ઘણા લોકો ઇન્ટરવ્યૂ રૂમમાં દાખલ થતા હતા અને તરત બીજા દરવાજામાંથી નીકળી જતા હતા. તેથી કોઈ ધારણા બાંધી શકતું ન્હોતું કે ઇન્ટરવ્યૂમાં શું પુછાઈ રહ્યું છે.

તે અંદર ગયો અને ઇન્ટરવ્યૂ લેનારની સામે બેઠો થોડી ગભરાટ અને થોડી ચિંતા સાથે.

તે ઓફિસરે તેની પાસેથી સર્ટિફિકેટ લીધા અને તેમની સામે જોયા વિના જ પૂછ્યું કે, ” તમે નોકરી ક્યારે શરુ કરી શકો?”

તેણે વિચાર્યું, “શું આ કોઈ યુક્તિ પૂર્વકનો સવાલ પૂછાણો છે ઇન્ટરવ્યૂમાં, અથવાતો આ એક સંકેત છે કે મને નોકરીની ઓફર થઇ રહી છે?” તે થોડો ગૂંચવાણો.

“તમે શું વિચારી રહ્યા છો?” બોસએ પૂછ્યું. “અમે અહીં કોઈને કોઈ સવાલ નથી પૂછ્યો. થોડા સવાલો પૂછીને કોઈની આવડતનું મૂલ્યાંકન કરવું શક્ય નથી. તો અમારી પરીક્ષા વ્યક્તિના વલણનું મૂલ્યાંકન કરવાની હતી. અમે ઉમેદવારોની વર્તણૂકના આધાર પર ચોક્કસ પરીક્ષણો રાખ્યા અને અમે બધાને સીસીટીવી કેમેરાથી બધું અવલોકન કરતાં હતા. આજે જેટલા લોકો આવ્યા તેમાંથી કોઈ પણ એવું ન્હોતું જેણે બધું વ્યવસ્થિત કર્યું હોય – પાણીનો પાઇપ, પગલુછણીયું, કારણ વગર ચાલતા પંખાઓ અને લાઈટ્સ. તમે માત્ર એવા હતા જેણે આ બધું કર્યું. તેથી અમે નક્કી કર્યુંકે તમને આ નોકરી એવી”, બોસએ એવું કહ્યું.

તે હંમેશા તેના પિતાના શિસ્ત અને પ્રતિબંધિતતાઓથી ખુબ કંટાળી જતો હતો. હવે તેને સમજાણું કે તે શિસ્તને કારણે જ તેને આજે નોકરી મળી હતી. તેનો તેના પિતા પરનો કંટાળો અને ગુસ્સો એકદમથી ગાયબ જ થઇ ગયા.

તેણે નક્કી કર્યું કે તે તેના પિતાને પણ આ નોકરીના સ્થળે લાવશે અને તે ખુશીથી ઘર તરફ નીકળી ગયો.

જે કઈ પણ આપણા પિતા આપણા માટે કહે તે આપણા સુંદર ભવિષ્ય માટે સારું હોય છે!

એક પહાડ ક્યારેય સુંદર શિલ્પ ના બની શકે જો તે તેના પર ઓજારથી ઠોકાતું હોય તે સહન ના કરી શકે.

આપણા માટે એક સુંદર શિલ્પ અને સારા માણસ બનવા માટે આપણે ખરાબ આદતો અને વર્તણુંકોને પોતાની જાત માંથી ફેંકવી પડે. આ બધું તે છે જે આપણા પિતા જયારે આપણને શિષ્ટ શીખવે છે.

એક માતા એક બાળકને તેની ચાટી સરસું લે છે તેને ખવડાવવા માટે, તેને પંપાળવા માટે અને તેને સુવડાવવા માટે. પણ પિતા એવું નથી કરતા. તે બાળકને ઉપાડે છે તેના ખભા પર જેથી તે દુનિયા જોઈ શકે.

અપને એક માતાનું દુઃખ સમજી શકીએ તેને સાંભળીને, પણ પિતાનું દુઃખ માત્ર ત્યારે જ સાંભળી શકીએ જયારે બીજા કોઈ આપણને તેના વિષે કહે.

આપણા પિતા આપણા શિક્ષક છે જયારે આપણે ૫ વર્ષના હોઈએ; એક ખલનાયક જયારે આપણે ૨૦ના થઈએ, પણ માર્ગદર્શક હોય છે જયારે તે આપણા મધ્યાહનમાં આપણી સાથે નથી હોતા.

માતા તેના પુત્ર કે પુત્રીને ત્યાં જય શકે છે જયારે તે વૃદ્ધ થાય; પણ પિતાને ખબર નથી હોતી એવું કઈ રીતે કરવું. તે હંમેશા સ્વતંત્ર અને એકલા હોય છે.

તેથી આપણા માબાપને દુઃખી કરવાનો કોઈ અર્થ નથી જયારે તે જીવતા હોય અને તેમને યાદ કરવાનો કે જયારે તે આપણી વચ્ચે ના રહે.

સંકલન : ભૂમિ મેહતા

સાચી વાત કહી છે, શેર કરો આ પોસ્ટ તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી