૭મી ઓક્ટોબર ૧૯૩૦માં ફાંસીની સજા ફરમાવી હતી…..

- Advertisement -

આજનો દિવસ :-

૭ ઓક્ટોબર

ભગતસિંહ રાજગુરૂ સુખદેવને, ટ્રિબ્યુનલે ટ્રાયલ ચલાવી તેનો ચુકાદો આપ્યો , ૭મી ઓક્ટોબર ૧૯૩૦માં ફાંસીની સજા ફરમાવી હતી. .

છતાં કેટલાક લોકો ફેસબુક સોશ્યલ મિડિયા પર ૧૪ ફેબ્રુઆરીએ ભગતસિંહને ફાંસીની સજા સંભળાવી હતી તેવો ખોટો પ્રચાર કરી રહ્યા છે અને કરતા પણ હોય છે.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ભગતસિંહ મહાન લડવૈયા હતા. તેમનાથી પ્રેરિત થઇ યુવાનો અગ્રેસર થયાં અને હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશન જેવા સશસ્ત્ર સંગઠનમાં જોડાયા અને તેમાં રાજગુરૂ અને સુખદેવ પણ હતાં. તેમણે આપેલો ” ઇંકલાબ ઝીંદાબાદ “નો સૂત્ર આખા દેશમાં યુદ્ધની પ્રવાહે ગાજતો થયો હતો. બ્રિટિશ સરકારે ભગતસિંહ સામે લાહોર કોસ્પરેન્સી કેસ દાખલ કરી અને ટ્રિબ્યુનલ ટ્રાયલ ચલાવી, તેમને ૨૩મી માર્ચ ૧૯૩૧માં ફાંસી આપી હતી.

? થોડું વધારે :-

રાષ્ટ્રવાદ, પ્રખર દેશભક્તી માટે જાણીતા સરદારશ્રી અર્જુનસીંહ તેમના દાદા થતા હતા તો સરદાર કીશનસીંહ તેમના પિતા અને લોકો જેને ખુબ માન આપતા હતા તેવા ક્રાંતીકારી અજયસીંહ તો ભગતસીંહના કાકા થતા હતા.
ભગતસીંહ તેમનું શિક્ષણ ડો. એ.વી. સ્કુલમાં લઈ આગળના અભ્યાસ તેમણે લાહોરની નેશનલ કોલેજમાં કરેલ. પ્રખર રાષ્ટ્રભક્ત ભગતસીંહનું ઘર પણ રાષ્ટ્રના સ્વતંત્ર સેનાનીઓનું મળવાનું શ્રેષ્ઠ સ્થળ હતું. આ વિરલાઓને નાનપણમાં જ રાષ્ટ્રની ગુલામીનો ખ્યાલ આવી ગયો હતો અને વિચારી મનીસઘનને અંતે રાષ્ટ્ર માટે તેમણે ૧૯૨૪માં પોતાના ઘરને અલવિદા કરી દીધું.અને તેઓ કાનપુર આવ્યા.

૧૯૨૮માં અંગ્રેજ સરકારે જોન સાયમન તરફથી એક રિપોર્ટ આપ્યો જે રિપોર્ટ બારતની રાજનીતિક દળોમાં હયાત ભારતની રાજનીતિક સ્થિતિ પરનો હતો. પરંતુ આ આયોગના રિપોર્ટનો બહિષ્કાર કરવામાં આવ્યો. કારણ કે તેમાં આયોગના સભ્યના રૃપમાં એક પણ ભારતીયનો સમાવેશ થયેલો ન હતો જેથી આ રિપોર્ટના વિરોધમાં દેશભરમાં મુલાકાતો કરીને વિરોધ પ્રદર્શન કરવાનું ૩૦મી ઓક્ટોબરે લાહોરની મુલાકાતમાં નક્કી કરવામાં આવ્યું અને ૧૯૨૮માં આયોગના વિરૃધ્ધમાં એક શાંત અહિંસક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેનું નેતૃત્વ લાલા લજપતરાયે લીધું અને આ રેલીમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવા છતાં વિરોધ પ્રદર્શન ચાલુ રાખેલું જેમાં લાઠીચાર્જથી લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આ વિરોધ પ્રદર્શન બાદ લાલા લજપતરાયને દેહાંતદંડની સજાથી સમસમી ગયેલા શહીદ ભગતસિંહે બદલો લેવાની કસમ ખાધી. તેથી તેમણે પોલીસ અધિકારીને ઠાર કરવાની એક યોજના બનાવી.
જેમાં તેમની સાથે બીજા ક્રાંતિકારીઓ શિવરામ, રાજ્યગુરૃ, જય ગોપાલ અને સુખદેવ થાપર હતા. જેમાંના ગોપાલસિંહને પોલીસ અધિક્ષકને ઓળખીને તેમને ઠાર કરવા માટેનો સંકેત આપવાની જવાબદારી સોંપવામાં આવેલી હતી. પરંતુ અંગ્રેજ પોલીસ અધિકારી સ્કોટને ગોપાલસિંહ ઓળખી શકેલ નહીં અને ભુલથી પોલીસના ઉપ અશ્રીક સોન્ડર્સને જોઈને તેમને ઠાર કરવાનો સંકેત આપેલ. જેથી તા. ૧૭મી ડીસેમ્બર ૧૯૨૮ના રોજ ભગતસિંહ અને તેમના સાથીદારોએ સોન્ડર્સને ઠાર કર્યા હતા. આ ઉપરાંત ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત અને બીજા એક ક્રાંતિકારી દ્વારા વિધાનસભામાં બોંબ ફેકાતા વિધાનસભામાં બોંબ ફેંકવાનો કેસ ચાલી જતાં આ કેસમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને ૧૨મી જૂન ૧૯૨૯ના રોજ કારાવાસની સજા થયેલી. તેમજ ત્યાર બાદ થયેલી તપાસમાં અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યામાં પણ ભગતસિંહ સામેલ હોવાનું જાણવા મળતા ભગતસિંહ અને તેમના સાથીદારો રાજગુરૃ અને સુખદેવ ઉપર સોન્ડર્સની હત્યાનો આરોપ લગાવેલ અને પછી તેનો કેસ ચાલ્યો હતો. ૭મી ઓક્ટોબર, ૧૯૩૦માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૃને ફાંસીની સજા ફરમાવાઈ હતી અને નક્કી થયા મુજબ ૨૪મી માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવાની તેવી જાહેરાત થયેલી જેથી સમગ્ર ભારતમાં તેની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલા. સરકારને હતું કે કંઈક નવા જુની થશે એટલે એક દિવસ પહેલા ૨૩મી માર્ચે સુરજ આથમી ગયા પછી ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. આ આખીયે ઘટના નિયમો વિરૃધ્ધની હતી. અમને ફાંસી નહી ગોળીએ ઠાર કરો એવું કહી ચુકેલા ક્રાંતિવીરોને ફાંસી આપ્યા પછી ચુપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

? શહીદ ભગતસિંહના કેસની વિગત જાણો .
ટ્રાયલ શું હતો .

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ભગતસિંહ મહાન લડવૈયા હતા. તેમનાથી પ્રેરિત થઇ યુવાનો અગ્રેસર થયાં અને હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશન જેવા સશસ્ત્ર સંગઠનમાં જોડાયા અને તેમાં રાજગુરૂ અને સુખદેવ પણ હતાં. તેમણે આપેલો ” ઇંકલાબ ઝીંદાબાદ “નો સૂત્ર આખા દેશમાં યુદ્ધની પ્રવાહે ગાજતો થયો હતો. બ્રિટિશ સરકારે ભગતસિંહ સામે લાહોર કોસ્પરેન્સી કેસ દાખલ કરી અને ટ્રિબ્યુનલ ટ્રાયલ ચલાવી, તેમને ૨૩મી માર્ચ ૧૯૩૧ માં ફાંસી આપી હતી.

૮મી એપ્રિલ ૧૯૨૯માં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એસેમ્બલી હોલમાં બોંબ ઝીંક્યો હતો અને પત્રિકાઓ નાખી હતી. આ કૃત્ય પાછળ તેમનો હેતુ બહેરી સરકારને જગાડવાનો હતો. જેનો ઉલ્લેખ ગૃહમાં નાખેલી પત્રિકામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. બોંબ ઝીંક્યા બાદ કોઈને ઇજા ન થાય તેની કાળજી રાખેલી અને સભ્યોની બેઠકથી દૂર બોંબ નાખ્યો હતો. બોંબ શક્તિશાળી પણ ન હતો. પત્રિકામાં પબ્લિક સેફ્ટી બિલ અને ટ્રેડ ડિસ્પ્યુટ બિલનો વિરોધ દર્શાવામાં આવેલો અને માર્ચ ૧૯૨૯માં પકડાયેલા ૩૧ કામદાર આગેવાનોને છોડી મૂકવા માંગણી કરી હતી. પત્રિકા નાંખતા તેઓ ઇંકલાબ ઝીંદાબાદના સૂત્રો પોકારતા હતા.

ભગતસિંહ અને બી કે દત્તે ખુદ ગિરફ્તારી વ્હોરી હતી અને જો ધાર્યું હોત તો નાસી છુટવાની તમામ તકો હતી. પણ તેમણે કોર્ટમાં મંચનો ઉપયોગ કરી તેમના ક્રાંતિકારી એજન્ડાની વકાલાત કરવાનું અને પ્રચારને યોગ્ય માન્યું હતું. તેમના આ દેશપ્રેમથી દેશની જનતા અત્યંત પ્રભાવિત થઇ હતી.

ભગતસિંહે જે ઓટોમેટીક પિસ્તોલથી સાન્ડર્સની હત્યા કરેલી, એ પિસ્તોલ જમા કરાવી હતી. એ ચોક્કસ જાણતા હતાં કે એ પિસ્તોલ તેમની સામે સજ્જડ પુરાવો સાબિત થશે. . ત્યારે બ્રિટિશ સરકારને એમ હતું કે તેમના હાથમાં ભગતસિંહ નામની મોટી માછલી આવી છે. સરકાર ભગતસિંહને તમામ ક્રાંતિકારી પ્રવૃતિઓના સૂત્રધાર માનતી હતી. તેથી ભગતસિંહને જેલ ભેગા કર્યા હતા.
? ટ્રાયલની હકીકત

બ્રિટિશ ઇન્ટેલિજન્સ વિભાગ, પત્રિકાના લખાણોની પદ્ધતિ અને મુદ્દાથી હચમચી ઉઠ્યું હતું , સાન્ડર્સની હત્યાના એલાન કરવા શહેરની ભીંતે ભીંતે પત્રિકા પોસ્ટર ચોંટાડી દેવાયા હતાં, સરકાર એમ માનતી કે એ તમામ લખાણો ભગતસિંહે હાથે લખ્યા હશે તેથી ભગતસિંહની સામે પત્રિકાઓના લખાણો માટે થઇ મુખ્ય આરોપી બનાવવા ઇપીકો કલમ ૩૦૭ દાખલ કરી હતી. તેમના કેસમાં કોંગ્રેસ અગ્રણી આસફ અલીએ પેરવી કરી હતી.

ટ્રાયલની શરૂઆત ૭મી મે ૧૯૨૯માં થઇ અને કિંગ તરફે સરકારી વકીલ તરીકે રાય બહાદુર સૂર્ય નારાયણ અને ટ્રાઇલના જજ પી બી પૂલ હતા. સરકાર વતી પ્રોસીક્યુશને ભગતસિંહ સામે કેસ રજુ કર્યો, નિર્વિવાદીત છે કે બ્રિટિશરો તેમને ફસાવવા માંગતા હતાં. સરકારના સાક્ષી સાર્જન્ટ ટેરી હતા તેમણે જુબાનીમાં કહ્યું કે તેમણે ભગતસિંહને એસેમ્બલીમાથી ગિરફતાર કર્યા હતા. (જોકે આ વાત હકીકતમાં સાચી નથી ), અગિયાર સાક્ષિઓએ કહ્યું કે ભય ફેલાય તે માટે બોંબ નાખવામાં આવેલા.

? કોર્ટમાં પુછાયેલા સવાલો.

જજ : ૮મી એપ્રિલ ૧૯૨૯ના રોજ તમે એસેમ્બલીમા હતા?
ભગતસિંહ : આ કેસને નિસ્બત છે, મને લાગે છે કે આ તબક્કે નિવેદન આપવું જરૂરી નથી. જ્યારે તૈયાર હોઇશ , ત્યારે નિવેદન આપીશ .
જજ: જ્યારે તમે કોર્ટમાં દાખલ થયેલા – ત્યારે તમે ઇંકલાબ ઝીંદાબાદના સૂત્રો પોકારતા હતા, આનો મતલબ જાણો છો ?

જે રીતની માનસિકતા હતી , કોર્ટે ભગતસિંહ સામે section ૩૦૭ of the Indian penal code and section ૩ of the explosive act હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ભગતસિંહ અને બી કે દત્ત સામે કિંગ મેજેસ્ટીને જાનથી મારી નાખવા બોંબ ઝીંક્યાનો ગુનો દાખલ થયો હતો. બન્ને ક્રાંતિકારીઓનો કેસ મેજિસ્ટ્રેટે સેશન્સ કમિટ કર્યો હતો, જેના પ્રમુખ લિઓનાર્ડ મિડલ્ટન હતા. ૧૯૨૯ની જૂન માસના પ્રથમ અઠવાડિયે કેસની શરૂઆત થઇ, આ કેસની સાથે ભગતસિંહ અને બી કે દત્ત સામે પિસ્તોલ ચલાવી કોઇને જાનથી મારી નાખવા પ્રયાસ કરેલો એ પણ ગુનો દાખલ કર્યો. એટલે સ્પષ્ટ જ હતું કે સરકાર આ કેસ એસેમ્બલી બોંબ કેસ સુધી મર્યાદિત રાખવા માંગતી ન હતી. આના માધ્યમથી તેઓ ક્રાંતિકારી પાર્ટીના એજન્ડા બહાર લાવવા મથામણ કરતાં હતાં.

જોકે જજ લિઓનાર્ડ મિડલ્ટન પણ પ્રોસીક્યુશનની સ્ટોરીથી પ્રભાવિત થઇ ગયા તેમણે એસેમ્બલીમા નંખાયેલા બોંબના પુરાવાઓને માન્ય રાખ્યાં અને કહ્યું કે ભગતસિંહ પત્રિકા નાખવાની સાથે પિસ્તોલ વડે ફાયરિંગ પણ કરતાં હતાં. મેજીસ્ટ્રેટે ભગતસિંહ અને બી કે દત્તને the explosive act , section ૩ મુજબ કસુરવાર ગણી , આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. બચાવ પક્ષની રજુઆત હતી બોંબ શક્તિશાળી ન હોવાથી, એસેમ્બલીના લાકડાના ફર્નિચરને અડધી ઇંચ જેટલી તીરાડ પડી છે. પણ એ રજુઆતને અમાન્ય રાખવામાં આવી હતી.

બે અપીલ રજુ કરવામાં આવી તેને રિજેક્ટ કરવામાં આવી, ૧૪ વર્ષની સજા કરવામાં આવી, જજને આ કેસ ઝડપથી પતાવવાની ઉતાવળ હતી. અને એવો દાવો કર્યો કે ભગતસિંહ વિરુદ્ધ પોલીસ પાસે
સજજડ પુરાવાઓ છે, જેથી તેમની વિરુદ્ધ સાંડર્સની હત્યા અને કોન્સ્ટેબલ કાકન સિંહની હત્યાનો કેસ બને છે, આ કેસમાં ૬૦૦ લોકોએ જુબાની આપી તેમજ તેમના બે સાથીઓ જય ગોપાલ અને હંસરાજ વોરા સરકારની તરફે જુબાની આપી.

? ભગતસિંહ સામે આગળની કાર્યવાહીઓ. ..

૧૨મી માર્ચ ૧૯૩૦. ભગતસિંહ અને બી કે દત્તને લાહોરની જુદી જુદી જેલમાં, મોનવાલી અને બોરસ્ટલ જેલમાં રાખવામાં આવ્યા જેથી બન્ને ક્રાંતિકારી એક સાથે ભેગા ન રહી શકે. પણ ઓફીસર ઓન ડ્યુટીને વિનંતી કરતાં, બન્ને ક્રાંતિકારી સાથે મળ્યા ત્યારે ભગતસિંહે બી કે દત્તને કહ્યું કે તેઓ ૧૫મી જૂનથી મોનવાલી જેલમાં ભૂખહડતાળ પર ઉતરવાના છે, તેમના આ નિર્ણયની વાયુવેગે દેશભરની જનતાને થઇ; વ્યાપક આક્રોશ હતો . સરકાર સફાળી જાગી , ટ્રાયલની કાર્યવાહી ઝડપી હાથ ધરાઈ , જે લાહોર કોસ્પરેન્સી કેસ તરીકે જાણીતી બની હતી. ૧૦ મી જુલાઇના રોજ બોરસ્ટલ જેલમાં ટ્રાયલ કોર્ટ બેસી, રાય સાહબ પંડિત, શ્રી કિશન ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ હતા અને રાય સાહબ પંડિત, બ્રિટિશ વફાદારી માટે ખૂબજ જાણીતા હતાં. ભગતસિંહ અને તેમના ૨૭ કોમરેડ સામે કિંગને ઉથલાવી પાડવા , હત્યા અને અરાજકતા ફેલાવવાના આરોપો ઘડાયા હતા.

ક્રાંતિકારીઓએ આ મનસ્વી મનસુબો ધરાવતી કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો, તેમને આવા ટ્રાયલમાં રસ ન હતો , તેમના વલણો કાંઇક જુદા જ પ્રકારના હતા, કોર્ટ મનસ્વી રીતે વર્તી રહી હોવાના આક્ષેપો કર્યા હતાં. આ બાજુ ભૂખહડતાળને કારણે ભગતસિંહનો વજન ૧૪ પાઉન્ડ જેટલું ઘટી ગયેલું, ૧૩૩ પાઉન્ડથી ૧૧૯ પાઉન્ડ થઇ ગયું હતું. તેમને સ્ટ્રેચર ઉપર કોર્ટમાં લવાયા હતા, જેલ કમિટીએ તેમને ઉપવાસનો અંત લાવવા વિનંતી કરી, પણ તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો, છેલ્લે તેમના પિતાજીએ, જેઓ ખુદ એક ક્રાંતિકારી હતાં, તેમના સમજાવટથી માન્યા અને ૧૧૬માં દિવસે પારણાં કર્યા હતા. આયરીશ ક્રાંતિકારીના ૯૭ દિવસના ભૂખહડતાળના વિશ્વ રેકોર્ડને તોડ્યો હતો .

હવે ભગતસિંહ કોર્ટે કાર્યવાહીમાં રસ લેતા થયાં. આ કામમાં સરકાર વતી એડવોકેટ સી એચ કાર્ડન – નાઓદ , તેમની મદદે કલંદર અલી ખાન, ગોપાલ લાલ અને દીનાનાથ પ્રોસીક્યુશન ઇન્સ્પેક્ટર હતા. ત્યારે આરોપીઓ તરફે આઠ જુદા જુદા વકીલો હતા. કોર્ટે કોર્ટરૂમમાં વિરોધી સૂત્રોચ્ચારો કરવા બદલ ગુનો નોંધ્યો હતો. ક્રાંતિકારી જૂથ સામે સરકારી વકીલે explosive substance act and sections ૧૨૧, ૧૨૧ A , ૧૨૨ and ૧૨૩ અંતર્ગત રાષ્ટ્રદ્રોહી ગુનો દાખલ કર્યો હતો.

જયગોપાલ સરકારી ગવાહ બની ગયા અને વર્માને નાની વયનો લાભ મળ્યો. આ બનાવ બાદ આરોપી અનટોલ્ડ સ્લેવરી પ્રિઝનર ગણાયા . આ કોર્ટમાં પ્રોસીક્યુશને દલીલ કરી કે સપ્ટેમ્બર ૧૯૨૮માં ક્રાંતિકારીઓએ એક ષડયંત્ર રચી સાન્ડર્સની હત્યા કરેલ, ત્યારે સરકારે એવો દાવો કરેલો કે કેટલીક ક્રાંતિકારી પાર્ટી એક બની, એક સંગઠનની રચના કરી છે, જેનું સંચાલન લાહોર અને કોલકાતાથી થાય છે.

કાર્યવાહી ઝડપી હાથ ધરાઈ અને સરકારે મેજીસ્ટ્રેટને સૂચના આપે તે હેતુથી લાહોર હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. લાહોર હાઈકોર્ટની ડીવીઝન બેંચે કાર્ડન – નાઓદની અરજી ફગાવી દીધી હતી. માર્ચ ૧૯૩૦થી કાર્યવાહી હાથ ધરાઈ પણ અન્ડર ટ્રાઇલના સહયોગ વગર મેજીસ્ટ્રેટ કાંઈ કરી શકતા ન હતા

૧ લી મે ૧૯૩૦ ના રોજ વાયસ રાય લોર્ડ ઇરવીને એક ઓર્ડીનેન્સ બહાર પાડ્યું અને ટ્રિબ્યુનલની રચના કરી * ધી ઓર્ડીનેન્સ, એલસીસી ઓર્ડીનેન્સ નંબર ૩૦, ૧૯૩૦ મારફતે મેજીસ્ટ્રેટની પેન્ડિંગ કાર્યવાહીનો અંત આવી ગયો, હાઈકોર્ટના ત્રણ જજોની પેનલ ટ્રિબ્યુનલમાં નિમણૂંક પામી , આ ઓર્ડિનેન્સની જોગવાઈ એવી હતી કે પ્રિવી કાઉન્સીલ સિવાય કોઈને અપીલ સાંભળવાનો અધિકાર ન હતો .

? ભગતસિંહ સામે ટ્રિબ્યુનલની કાર્યવાહી.

૫મી મે ૧૯૩૦માં પૂંચ હાઉસ ખાતે ટ્રિબ્યુનલે કેસની કાર્યવાહી હાથ ધરી, ત્યારે રાજગુરૂએ સજ્જડ વિરોધ કરી, ટ્રિબ્યુનલની રચના અને નિયમોને તદ્દન બિનકાયદેસર તેમજ વધુ પડતું હોવાનું આક્ષેપો કરી પડકાર્યો હતો . તેમણે કહ્યું કે વાયસ રાયને એવી કોઈ સત્તા નથી કે તે સામાન્ય કાર્યવાહીમાં ફેરબદલ કરી શકે. ધી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૧૫ વાયસરાયને એવી સત્તા આપવામાં આવેલી કે જયારે કાયદો વ્યવસ્થા પડી ભાંગે ત્યારે ટ્રિબ્યુનલ રચી શકે. ટ્રિબ્યુનલે જોકે કાર્ડન – નાઓદની અધકચરી અપીલ ફગાવી દીધી હતી. જ્યારે સરકાર વતી એવી દલીલ થઇ કે ડકેતી , બેંક રોબરી અને હથિયાર ખરીદીના ગુનો દાખલ કરે . સીનીયર પોલીસ સુપ્રિ. જી.ટી. હેમીલ્ટને આશ્ચર્ય જનક રજૂઆત કરી તેમણે એફઆઇઆર નોંધી , જેમાં પંજાબ ચીફ સેક્રેટરીની સૂચનાઓ શામેલ હતી. પણ તેઓ હકીકત જાણતા નથી.
એક આરોપી જે.એન.સાન્યાલે કોર્ટમાં કહ્યું કે તેઓ ગુનેગાર નથી, પણ તેઓ ઇંડિયાના ગૌરવ સન્માનના રક્ષકો છે.

હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્યો સાક્ષી તરીકે રજુ કરાયા, જેમાં જયગોપાલ , હંસરાજ વોરા અને પી.એન. ઘોષે પ્રોસીક્યુશનની સ્ટોરીનો એકરાર કર્યો હતો. ઓર્ડિનેન્સની સેકશન ૯ (૧)ને આધારે ટ્રિબ્યુનલે – ૧૦મી જુલાઈ ૧૯૩૦ના રોજ એક આદેશ બહાર પાડ્યું – જેમાં ૧૪ આરોપીઓ જેલમાં હતાં, આ કોપી સાથે તેમના પર ઘડાયેલા આરોપોની નકલો હતી. આ ટ્રાયલ ૫મી મે થી ૧૦ સપ્ટેમ્બર ૧૯૩૦ સુધી ચાલી હતી. તમામ નીતિ નિયમોની અવગણના કરી એક તરફી કાર્યવાહીઓ હતી.

આખરે ૧૮માંથી ૧૫ વ્યક્તિઓને ટ્રિબ્યુનલે કસુરવાર ઠેરવ્યા હતાં. બી કે દતને પહેલા જ બોંબ કેસમાં આજીવન સજા થયેલી હતી તેથી તેમની સામે ચુકાદો વિથડ્રો થયો હતો.

ટ્રિબ્યુનલની મુદત પુરી થાય એના ત્રણ વીક પહેલા જ એટલે કે ૭મી ઓક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રિબ્યુનલે ભગતસિંહ, રાજગુરૂ સુખદેવને ફાંસીની સજાનો ચુકાદો આપેલો અને બાકીનાને આજીવન કેદની સજા ચાલુ રહી હતી, ૩૦૦ પાનાના ચુકાદો આપી ભગતસિંહ સામે સાન્ડર્સની હત્યાના પુરાવાઓને ગંભીર ગણાવ્યા હતા અને તે લગભગ પુરતા માન્ય રાખ્યા હતા અને આ ત્રણેય ક્રાંતિકારીઓ સામે બ્લેક બોર્ડર વારંટ જારી કર્યો હતો.

ચિતાગોંગ બળવાના આરોપી ક્રાંતિકારીઓએ ગાંધીજીને મધ્યસ્થી બનવા વિનંતી કરી હતી. પંજાબમાં એક ડિફેન્સ કમીટી રચના થઇ. જેમાં પ્રિવી કાઉન્સીલ સમક્ષ અપીલ કરવાનું નકકી થયેલું, પણ ભગતસિંહ આવી કોઈ અપીલ કરવા તૈયાર ન હતાં તેમને એ વાતનું સંતોષ કે હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રિપબ્લિકન એસોસિએશનની પ્રવૃતિએ ઇંગ્લેન્ડની જનતાનું ધ્યાન ખેંચ્યું છે. ભગતસિંહ v/s કિંગ એમ્પરર કેસમાં અરજદારોએ કહેલું કે સ્પેશ્યલ ટ્રિબ્યુનલ ટ્રાયલ અમાન્ય છે,

સરકારની દલીલ હતી કે section ૭૨ of government of India Act ૧૯૧૫ , ગવર્નર જનરલને ટ્રિબ્યુનલ રચવા અબાધિત અધિકાર આપ્યો છે, જજ વિસ્કાઉન્ટ દૂનેદીનએ ચુકાદો વાંચી સંભળાવ્યો હતો .
તેમણે અપીલ ફગાવી દીધી હતી તેથી નિચલી કોર્ટથી ટ્રિબ્યુનલ થઇને પ્રિવી કાઉન્સીલે , કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસરી , ફ્રી એન્ડ ફેર ચુકાદો આપ્યો છે.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? માહિતી સંકલન :— Vasim Landa ☺️

વીર શહીદ ક્રાંતિકારીઓને અમારા સલામ. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી