ફરાળી પરોઠા – ફરાળી પરાઠા છે ભૂખ્યા રહ્યાનો અહેસાસ નહિ થાય ઉપવાસમાં આજે ટ્રાય કરો

ફરાળી પરોઠા

કોઈ પણ વાર કે તેહવાર રેહવાનું હોય એટલે સોવથી પેહલો પ્રશ્ન કે ફરાળ માં શું બનાવીસુ ? અને પછી તેહવાર શિવરાત્રી જેટલો મોટો હોય તોતો ઘર ના બધા શિવરાત્રી રેહતા હોય છે. તો ફરાળ માં પણ કઈ એવું બનાવવું પડે કે જે બાળકો ને પણ ભાવે અને મોટા પણ ખાઈ સકે. હંમેશા થી ફરાળ નું નામ પડે એટલે કા તો ફરાળી ખીચડી હોય કે ફરાળી સુકીભાજી. જે ખાઈ ખાઈ ને બોર થઇ ગયા હોઈએ. અને પેટ પણ ના ભરાઈ… અખો દિવસ ભૂખ ભૂખ લાગ્યા કરે . તો આજે હું લઇ ને આવી છુ ફારાળી પરાઠા જે ખુબ જ ટેસ્ટી છે. અને એટલું ઓઈલી પણ નથી જેથી બધા પેટ ભરી ને ખાઈ પણ સકે છે.

આ પરોઠા ને અપડે સુકીભાજી તેમજ કોથમરી અને લીલા મરચા ની ચટણી જોડે પણ ખાઈ સકાય છે.

સામગ્રી:

૨૫૦ ગ્રામ રાજીગ્રા નો લોટ,

૨ નંગ મોટા બાફેલા બટાકા,

૧/૨ ચમચી જીરું,

૧/૨ ચમચી મરી પાઉડર,

૧/૨ ચમચી નમક,

તેલ સેકવા માટે.

રીત:

સૌપ્રથમ અપડે લોટ બાંધી લઈશું. તો તેના માટે પેહલા અપડે બટેટા બાફી અને તેને મસળી લઈશું. લોટ બાંધવા માટે અપડે લઈશું ફરાળી રાજીગ્રા નો લોટ અને બાફેલા બટેટા અને તેમાં અપડે ઉમેરીસું જીરું, મરી પાઉડર અને નમક. મેં બધું ૧/૨ ચમચી ના માપ થી લીધુ છે. તમે તમારા ટેસ્ટ મુજબ ફેરફાર પણ કરી શકો છો.

લોટ બાંધવામાં જો લીલા મરચા, આદુ કોથમરી ની પેસ્ટ ઉમેરવી હોય તો તે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. પરંતુ બધા માટે જો ફરાળ બનાવતા હોઈએ તો સાદા પરાઠા પણ બનાવી શકાય છે.

આ બધી જ વસુઓ ને પ્રોપર મિક્ષ કરી લેવો. તો તૈયર છે આપડો પરાઠા માટે નો લોટ. બટેટા ને પાણી નીતારી ને રાખવા જેથી લોટ ઢીલો નો પડી જાય. અને લોટ બાંધવામાં અપડે કોઈ તેલ કે પાણી નો ઉપયોગ કરવાની જરૂર નથી. જેથી લોટ સરસ કડક રેહશે અને અપડે સરળતા થી પરાઠા વણી સકીસું.

હવે લોટ માંથી અપડે નાના નાના લુઆ બનાવી લઈશું. અને નાની નાની ગોળ રોટલી ની જેમ વણી લેવા. પરોઠા ને પટલા જ વણવા જેથી તે પ્રોપર સેકાઈ જાય.

હવે તેને લોઢી પર ધીમી આંચ ઉપર બને બાજુ તેલ લગાવી સેકી લેવા. પરાઠા પટલા રાખયા છે તો તે જલ્દી થી સેકાઈ જશે.

પરાઠા ને અપડે કોથમરી અને મરચા ની ચટણી જોડે સેર્વ કરી શકીએ છીએ.

પરાઠા ને અપડે સુકીભાજી જોડે ખાઈ શકીએ. સુકીભાજી બનાવવા માટે અપડે બાફેલા બટાકા લઈશું. ત્યારબાદ તેને એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું મૂકી પેહલા ટામેટા વાઘરી લેવા અને ત્યાર બાદ તેમાં. મસાલા કરી લેવા જેવા કે નમક, મરચું પાઉડર અને ખાંડ. અને ત્યારબાદ તેમાં બટેટા ના કટકા ઉમેરી ચમચા વડે હલાવી લેવું. ને તૈયર છે સુકીભાજી. તેને ગરમ ગરમ પરાઠા જોડે સેર્વ કરો.

નોંધ: પરાઠા જાડા ના રાખવા નહિતર બટેટા લોઢી માં ચોટી ના જાય. પતલા અને નાના પરોઠા બનાવવાથી તે પ્રોપર સેકાઈ પણ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી