દૂધી બટાટાની ખીચડી – ઉપવાસ હોય ત્યારે બેસ્ટ ઓપ્શન છે આ ખીચડી, તો બનાવો ને ઉપવાસના ફરાળની મજા માણો….

ફરાળી દૂધી બટેટા ની ખીચડી (Farali Dudhi Bateka ni khichdi)

આજે અગિયારસ એટલે આખો દિવસ ઉપવાસ તો ઉપવાસ માં કા તો બટાટા નું શાક અને કા તો સાબુદાણા ની ખીચડી અને એમાં પણ જો સાબુદાણા પલળતા ભુલાઈ ગયા એટલે વળી સાંજે વિચારવું કે હવે શુ બનાવું. પછી બનાવીએ પેટીસ,કચોરી,ફરાળી કટલેટ અને આ બધું તેલ માં ફ્રાય કરવાનું આવે એટલે બોવ ખાઈ ના શકાય

તો હવે આ ઈન્સ્ટન્ટ ફરાળી ખીચડી બનાવો જેમાં પલાળ વાની લપ નહીં અને ફટાફટ 10 મિનિટ માં બની જાય એવી ફરાળી દૂધી બટાટા ની ખીચડી. અગિયારસ હોઈ એટલે દેવ દર્શન કરવા તો જવાનું જ હોઈ અને ફરાળ પણ ઘરે આવી ને કરવાનું હોય તો આ ખીચડી આવી ને બનાવો ઝટપટ બની જાય અને ટેસ્ટ માં પણ બેસ્ટ એવી

સામગ્રી :

  • ૨૫૦-૩૦૦ ગ્રામ દુધી,
  • 2 નંગ બટેટા,
  • ૨-૩ tbsp તેલ,
  • 2 ટી સ્પૂન વાટેલા આદું મરચા ની પેસ્ટં,
  • ૮-૧૦ લીમડાં નાં પાન,
  • ૧/૨ થી ૧ tbsp આખું જીરુ,
  • ૨-૩ ચમચી ખાંડ,
  • શેકેલા શીંગ દાણાં નો ભુકો,
  • સિંધવ મીંઠુ સ્વાદ મુજબ.

રીત:

• સૌ પ્રથમ એક ડીશ માં દુધી અને બટેટા ખમણી લો હવે એક કડાઈ માં તેલ નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો.

થોડુ લાલ થાય એટલે તેમાં વાટેલા આદું મરચા અને લીમડો નાંખો. હવે દુધી માંથી અને બટેટા માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો.એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો પછી દુધી અને બટાટા ચઢી જાય એટલે તેમાં ખાંડ અને શેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી.બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો..

નોંધઃ બટેટા ના નાખો તો પણ ચાલે. શીંગ નો ભૂકો તમને ઝીણો પસંદ હોય તો ઝીણો રાખવો. લીંબુ દૂધી બટાટા ચડી જાય પછી જ એડ કરવું.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી