Farali Banana Cutless (ફરાળી કેળાની કટલેટ)

946359_150305928507191_270345219_n

 

આજે શ્રાવણ મહિના નો પ્રથમ સોમવાર ,ઘણા લોકો આજે ઉપવાસ કર્યો હશે. ફરાળમાં આપણે સામો, રાજગરાની પૂરી, બટેટાની કે સાબુદાણાની વેફર, ખીચડી વગેરે લેતાં હોય છે, જે એક ને એક વસ્તુ ખાવાથી કોઈ કોઈ વખત કંટાળો આવે, કંઈક નવીન પણ જોઈએ ને…તો ચાલો આજે આપણે ફરાળી કેળાની કટલેટ બનાવીએ.

 

ફરાળી કેળાની કટલેટ

 

સામગ્રી :

4-5 નંગ કાચા કેળા

2-3 નંગ બટાકા

2-3 નંગ સિંગોડાનો લોટ

3 નંગ લીલા મરચા જીણા સમારેલા

આદુનો ટુકડો

1 ટી સ્પૂન કાળામરી

1 ટેબલ સ્પૂન કોથમીર

તેલ જરૂર પ્રમાણે તળવા માટે

સ્વાદ અનુસાર સિંધાલુણ

 

રીત :

કેળા અને બટાકાને બાફી લો

તેની ઉપરની છાલ ઉતારી બરાબર મેશ કરી લો

એક બાઉલમાં મેશ કરેલાં ચુરમાં મીઠું, કાળા મરી અને આદુ મરચાંની પેસ્ટ ભેળવો

તેને વ્યવસ્થિત મેશ કરી તેના નાની નાની પેટિસ તૈયાર કરો

નોનસ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરો, તે બાદ તેમાં પેટિસ મુકી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તળો

તેને ડીપ ફ્રાય કરો, બાદમાં એક પ્લેટમાં પેપર નેપકિન પાથરી તેના પર કટલેટ મુકો

કટલેટ ને તળવી ના હોય તો શેલો ફ્રાય પણ કરી શકાય.

બધુ જ તેલ તેમાંથી નીકળી જાય એટલે તેને દહીં સાથે સર્વ કરો.

કટલેટ ને ખજુર આમલી ની ચટણી કે પછી લીલી કોથમીર ની ચટણી ની સાથે પણ ખાઈ શકાય છે

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block