Faraali Paneer Bolls (ફરાળી પનીર બોલ્સ)

999411_149260495278401_662931365_n (1)

 

ફરાળી પનીર બોલ્સ:

 

સામગ્રી:

પનીર – ૨૦૦ ગ્રામ

માખણ – અડધો કપ

શિંગોડાનો લોટ – જરૂર મુજબ

મીઠું, લાલ મરચું, ધાણાજીરું, લીલાં મરચાં, આદું, કોથમીર, તેલ – જરૂર પ્રમાણે

કાજુ, કિશમિસ, દાડમના દાણા – જરૂર પ્રમાણે.

 

રીત:

એક બાઉલમાં માખણ અને શિંગોડાનો લોટ મિક્સ કરો.

તેમાં પનીર, મીઠું, મરચું, ધાણાજીરું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, કાજુ-કિશમિસ, દાડમના દાણા નાખીને લોટ બાંધો.

આ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવો.

એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને આછા બદામી રંગના તળી લો.

આ ફરાળી પનીર બોલ્સને લીલી ચટણી અથવા ખજૂર-આંબલિની ચટણી સાથે સર્વ કરો.

ટીપ્પણી