“ફરાળી પનીર બોલ્સ” – હવે ઉપવાસ કરો તો આ ટેસ્ટી વાનગી જરૂર બનાવજો..

“ફરાળી પનીર બોલ્સ”

સામગ્રી :

પનીર – ૨૦૦ ગ્રામ,
માખણ – અડધો કપ,
શિંગોડાનો લોટ – જરૂર મુજબ,
મીઠું, લાલ મરચું, ધાણાજીરું, લીલાં મરચાં, આદું, કોથમીર, તેલ – જરૂર પ્રમાણે.,
કાજુ, કિશમિસ, દાડમના દાણા – જરૂર પ્રમાણે.,

રીત :

એક બાઉલમાં માખણ અને શિંગોડાનો લોટ મિક્સ કરો. તેમાં પનીર, મીઠું, મરચું, ધાણાજીરું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, કાજુ-કિશમિસ, દાડમના દાણા નાખીને લોટ બાંધો. આ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને આછા બદામી રંગના તળી લો. આ ફરાળી પનીર બોલ્સને લીલી ચટણી અથવા ખજૂર-આંબલિની ચટણી સાથે સર્વ કરો.

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી