Faraali Malpuva (ફરાળી માલપુવા)

1004800_558262890877480_464249087_n

 

“ગૌરીવ્રત સ્પેશિયલ વાનગીઓ”

ફરાળી માલપુવા:

* સામગ્રી:

– સાબુદાણા નો લોટ,

– મોરૈયાનો લોટ,

– શિંગોડાનો લોટ,

– રાજગરાનો લોટ ( દરેક લોટ ૪ ચમચી),

– શેકેલો દૂધનો મોળો માવો ૩ ચમચી,

– એલચી પાવડર ૨ ચમચી,

– કાજુ પાવડર ૨ ચમચી

 

* રીત:

સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું. પછી સ્ટફિંગ તૈયાર કરવા શેકેલો દૂધ નો મોળો માવો , એલચી પાવડર , કાજુ પાવડર મિક્ષ કરો .કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું . થોડીવાર પછી ઉથલાવવું, ઉથ્લાયા પછી તેને પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી તૈયાર કરેલો માંલ્પુડો મૂકી દેવો. સહેજ પછી દબાવવું . હવે તેને ઉતારી બાદમ-પીસ્તા ની કતરણ નાખી સર્વ કરો .

 

– સુરતી જમણ

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!