ફણસ લબાબદાર

ગુજરાતમાં ફણસ, અંગ્રેજીમાં jack-fruit અને નોર્થ ઇંડિયામાં કટહલ તરીકે ઓળખાતા ફળસની અવનવી વાનગી બનાવામાં આવે છે, તો ચાલો આપણે ઉનાળામાં મળતા ફણસથી બનાવીયે ચટપટુ શાક “ફણસ લબાબદાર”

સામ્રગી…

250ગ્રામ…ફણસ ના ટુકડા
1/4.. હળદર પાવડર
1/4 મરચુ પાવડર
1 ચમચી ધાણા પાવડર
1 ચમચી દહી
1ચમચી ચોખા ના લોટ
1ચમચી આદુ મરચા લસળ ની પેસ્ટ
1 ચમચી તળેલી બ્રાઉન ડુંગરી ની પેસ્ટ
મીઠુ સ્વાદ અનુસાર
તેલ જરૂર મુજબ

રીત-

* ફણસને કાપી વરાળ થી બાફી લેવાના(તપેલી માં પાણી ઉપર રીંગ મુકી ચારણી માં ફણસ ને વરાળ થી બાફી લેવાના,ઠંડા કરી મેરીનેટ કરો.

* દહી, હળદર, મરચુ,ધાણા પાવડર, મીઠુ, ચોખાના લોટ મિક્સ કરી ફણસને રગદોળી 1/2કલાક મેરીનેટ માટે રાખો..

* પેન માં તેલ મુકી મેરીનેટ કરેલા ફણસ ને ધીમા તાપે સેલો ફ્રાય કરી કુક કરી લો.

* ફરીથી કઢાઇ માં તેલ મુકી જીરા નો વઘાર કરી આદુ મરચા ,લસણ, ડૂંગરીની પેસ્ટ નાખી શેકો. મીઠું મરચુ હળદર ધાણા પાવડર દહી ઉમેરી મસાલા શેકો, કઢાઇમાં તેલ છુટટુ પડે એટલે પાણી અને ફ્રાય કરેલા ફળસ નાખી હલાવો બરાબર મિકસ થાય પછી 5 મિનિટ ઊકળવા દો.

નીચે ઉતારી પ્લેટમાં રોટલી પરાઠા સાથે સર્વ કરો..તો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલેદાર, લિજજતદાર…ફણસ લબાબદાર

રસોઇ ની રાણી – સરોજ શાહ (આણંદ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કહેજો !

ટીપ્પણી