Fam(ILY) માં જ (I LOVE YOU)

Gujarati jokes 359Fri(END)

Boy fri(END)

Girl fri(END)

Best fri(END)

દરેક માં અંતે END આવે છે ફક્ત …

Fam(ILY) માં જ (I LOVE YOU)


સાથે રહે ,સાથે જીવે, એક્બીજા નાં સુખ દુઃખ ના ભાગીદાર બને..

પરિવાર એટ્લે “પતિ -પત્નિ નો ઘર-સંસાર” એવું નથી .

પરિવાર માં તો માતા-પિતા હોય, ભાઈ-બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી -મળી ને ,પ્રેમ ને આનંદ થી રહે તેનું નામ છે પરિવાર.

ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …

તે મકાન ઘર ત્યારે જ બને છે જ્યારે એ મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણી નો પ્રવાહ વહેતો રહે!

વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમર્પણ ની ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય…તો જ પરિવાર બની શકે છે.

કુટુંબ એ મૂંગી પાઠ્શાળા છે.

જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક “મંદિર” બને છે !

આપણાં સૌના ઘર પણ મંદિર બને તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી આજનો દિવસ શરૂ કરીએ….

ટીપ્પણી