ફાલુદા – ગરમી આવતાની સાથે જ ઠંડુ ખાવાનું મન થાય છે તો નોંધી લો આ ગરમીમાં ઠંડક આપતા ફાલુદા

ફાલુદા

ગરમી આવતા ની સાથે જ ઠંડુ ખાવાનું મન થાય છે. અને એમાં પણ જો ફાલુદા નું નામ આવે તો ચોક્કસ થી મોમાં પાણી આવી જાય. ફાલુદા આમ તો ઈન્ડિયા માં બધે જ પ્રચલિત છે. મૂળ ફાલુદા 4 સામગ્રી થી બનાવામાં આવતું હતું. તકમરીયા, ગુલાબ નું શરબત, સેવ અને દૂધ.. ધીરે ધીરે હવે અનેક પ્રકાર ના ફ્લેવર ના ફાલુદા મળતા થયા છે.
ફાલુદા માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું પરંતુ ગરમી માં શરીર ને ઠંડક પણ આપે છે. તકમરીયા અને ગુલાબ નું શરબત બન્ને શરીર ને ગરમી થી રાહત આપી ઠંડક આપે છે.

તકમરીયા ને સબ્જા સિડ્સ પણ કહેવામાં આવે છે. કાળા તલ જેવા દેખાતા તકમરીયા ઉનાળા માં જરૂર થી ઉપયોગ માં લેવા જોઈએ. ગરમી માં તમને ઠંડક આપશે.

આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ ફાલુદા ની સરળ રેસિપી લઈ ને આવી છું.

સામગ્રી:-

*તકમરીયા નું મિશ્રણ બનાવા માટે

2 ચમચી તકમરીયા,
1 ગ્લાસ પાણી,
1 ચમચી ખાંડ,

એક બાઉલ માં તકમરીયા લઇ ને પાણી અને ખાંડ ઉમેરી ને 2-3 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો.

* સેવ વાળું દૂધ બનાવા માટે

1/2 કપ રૉસ્ટેડ અથવા સાદી સેવ ( મેં bambino vermicelli નો ઉપયોગ કર્યો છે.),
1/2 લીટર ફુલ ફેટ વાળું દૂધ,
2 ચમચી ખાંડ.

ગુલાબ નું શરબત ( રોઝ સીરપ) 3-4 ચમચા અથવા સ્વાદ અનુસાર

એક જાડી તપેલી માં દૂધ ગરમ કરવા મુકો. હુંફાળું થાય એટલે એમ સેવ અને ખાંડ ઉમેરી ને હલાવતા રહો. 5 મિનીટ જેટલું ધીમી આંચ પર પકાવો. ગેસ બંધ કરો અને ઠંડુ થાય એટલે એમાં રોઝ સીરપ ઉમેરી ને ફ્રીઝ માં 2-3 કલાક માટે ચિલ્ડ કરવા મૂકી દો.

* ડ્રાયફ્રુટ ક્સ્ટર્ડ બનાવા માટે

1/2 લીટર દૂધ,
2 ચમચી વેનીલા ક્સ્ટર્ડ પાવડર અને 2 ચમચા દૂધ નું મિશ્રણ,
2 ચમચી ખાંડ,
2
4 ચમચા કાજુ અને પિસ્તા ના કટકા,

એક જાડી તપેલી માં દૂધ ગરમ કરવા મુકો. એમાં વેનીલા ક્સ્ટર્ડ અને દૂધ નું મિશ્રણ ઉમેરી ને સતત 3-4 મિનિટ માટે હલાવતા રહો. દૂધ ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરો. ઠંડુ થાય પછી એમ કાજુ અને પિસ્તા ના કટકા ઉમેરો એટલે ફ્રીઝ માં ચિલ્ડ કરવા મૂકી દો.

બધું એકદમ ઠંડુ થાય પછી જ સર્વ કરો.

સર્વ કરવા માટે:-

વેનીલા ફ્લેવર નો આઈસ્ક્રીમ,
ટુટીફ્રૂટી,

સૌ પ્રથમ કાચ ના ગ્લાસ માં ઠંડા કરેલા તકમરીયા ઉમેરો. ત્યારબાદ રોઝ ફ્લેવર વાળું સેવ નું દૂધ , ડ્રાયફ્રુટ ક્સ્ટર્ડ નું મિશ્રણ ઉમેરો અને ઉપર વેનીલા આઈસ્ક્રીમ નો સ્કુપ મુકો અને ટુટીફ્રૂટી થી ગાર્નીશ કરી ને સર્વ કરો..

નોંધ:- ખાંડ બધા માં ઓછી જ ઉમેરી છે. કેમકે રોઝ સીરપ ઉમેરવાથી બરાબર ગળ્યું થઇ જશે.
તમે બધું મિક્સ કરી ને પણ સર્વ કરી શકો. ક્સ્ટર્ડ લેયર ના બનાવો તો ડ્રાયફ્રુટ ઉપર થી ઉમેરો. પરંતુ કસ્ટર્ડ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ અવશે. આઈસ્ક્રીમ તમને ગમતી ફ્લેવર નો લઈ શકો.  ગ્લાસ મુજબ લેયર કરો.  રાતે સર્વ કરવું હોય તો સવારે બધું બનાવી ને મૂકી દો રાતે ખૂબ સરસ ઠંડુ થાય એટલે સર્વ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી