માણો લેબેનીઝ વાનગી “ફલાફલ, ફલાફલ વ્રેપ અને હમસ”

ફલાફલ

લેબનિઝ વાનગી …ફલાફલ એ મૂળ આરબ દેશની વાનગી છે. ફલાફલ કાબુલી ચણા (chickpeas) કે પાપડીના દાણા (fava beans) અથવા બનેના ઉપયોગથી બને છે. ફ્લાફ્લનો અર્થ ત્યાના જુદા જુદા દેશ પ્રમાણે જુદો જુદો થાય છે.

ફલાફલ

સામગ્રી:

૧ વાટકી કાબુલી ચણા
૧ મીડીયમ ડુંગળી
૫ કળી લસણ
૨ ચમચી ધાણાજીરું
૧.૫ ચમચી લાલ મરચું
૩-૪ ચમચા ચોખાનો લોટ/ મેંદો
૧ વાટકી સમારેલ કોથમીર
૧/૨ ચમચી મરી પાઉડર
૧.૫ ચમચી લીંબુનો રસ
ચપટી સોડા
મીઠું
તેલ તળવા

રીત:

સૌ પ્રથમ ૧૨-15 કલાક જેટલા ચણાને પાણીમાં પલળવા.
બીજે દિવસે બપોરે ચણાને ચારણીમાં નીતારી મિક્ષ્રર જારમાં પીસી લઇ એક વાસણમાં કાઢવું.

ડુંગળી, લસણ પીસી લઇ તેને ચણાનો ભુક્કો કર્યો છે તેમાં મિક્ષ કરવું.
હવે તે મિક્ષનમાં મરી પાઉડર, કોથમીર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, અને લોટ ઉમેરી મિક્ષ કરી લેવું.

હવે તેમાં સોડા પર લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લેવું.
પછી તે મિક્ષન વાસણમાં દાબીને ભરી ફ્રીજમાં મૂકી દેવું.

તળવાની ૫ મિનીટ પેલા બાર નીકાળી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પેટીસ વાળી તલમાં રગદોળી ફલાફલ તૈયાર રાખવા.

તેલ આવે એટલે ગોલ્ડન તળી લેવા, ગેસ ઘીમો ફાસ્ટ વચ્ચે વચ્ચે કરતો રહેવો. તો તૈયાર છે ફલાફલ.

ફલાફ્લને હમસ/ તાહીની યોગર્ટ સોસ/ હંગ કર્ડ જે ઠીક લાગે તેની જોડે સર્વ કરી શકાય.

નોંધ :

– ફલાફલમાં બીટની , પાલક અથવા ૧/૨ ઇંચ લીલી હળદર પીસવામાં સાથે લેવાથી ફ્લેવર ચેન્જ થઇ જશે.
– આ મિક્ષન ૬-૭ દિવસ સુધી બગડતું નથી.
– ચણા પલળેલા જ પીસી છીએ એટલે તેનો ભુક્કો આખાપાખો જ રહેશે ને તેવો જ રાખવાનો છે.

રસોઈની રાની : દીપિકા ચૌહાણ (નડીયાદ)

લીલવા હમસ

સામગ્રી :

૧ કપ ફ્રેશ લીલવા અથવા ગ્રીન ચણા (હરબરા)
૧ કપ બેબી પાલક
બે ટેબલ-સ્પૂન તાહિની પેસ્ટ (તલની પેસ્ટ)
૩ ટેબલ-સ્પૂન લીંબુનો રસ
બે કળી લસણની પેસ્ટ
૧/૮ ટી-સ્પૂન ચિલી ફ્લૅક્સ
૧/૮ ટી-સ્પૂન કાïળાં મરીનો પાઉડર
અડધો કપ ફેટા ચીઝ ક્યુબ્સમાં કાપેલું


મીઠું

રીત:

૧. પાલકને સમારીને ધોઈ લેવી. લીલવાના દાણા કાઢી રાખવા.
૨. એક મિક્સર જારમાં ચીઝ સિવાયની સામગ્રી મિક્સ કરી એની ફાઇન સ્મૂધ પેસ્ટ કરવી. પછી એમાં ઝીણું સમારેલું ફેટા ચીઝ (કોઈ પણ પ્રોસેસ્ડ ચીઝ) બરાબર મિક્સ કરી લેવું.
૩. આ મિશ્રણને સર્વિંગ બોલમાં કાઢી ઉપર જરાક ઑલિવ ઑઇલ, ચિલી ફ્લૅક્સથી ગાર્નિશ કરી સર્વ કરવું.

નોંધ:

બેબી પાલકને કાચી જ વાપરવી. માર્કેટમાં મળે છે. એને કાચી જ વાપરી શકાય.

બીટરૂટ હમસ (Beetroot Hummus)

સામગ્રી:

૨ કપ બાફેલા કાબુલી ચણા
૧ નંગ બીટ
૧/૪ કપ તાહીની પેસ્ટ (શેકેલા તલની પેસ્ટ)
૧ લાલ/લીલું મરચું
૧ ઇંચ આદુ
ઓલીવ ઓઈલ
મીઠું
૧ લીંબુનો રસ

રીત:

સૌ પ્રથમ બીટને બાફી લેવું અથવા ઓવનમાં શેકી લેવું(ઓવનમાં શેકવા માટે ૨૫૦ ડીગ્રી પર ૯૦ થી ૧૨૦ મિનીટ).
પછી મિક્ષર જારમાં કાબુલી ચણા, બીટ, તાહીની પેસ્ટ, મરચું, આદુ,મીઠું, લીંબુનો રસ અને ઓલીવ ઓઈલ નાખી પેસ્ટ બનાવી.
તો તૈયાર છે બીટરૂટ હમસ.

શું છે હમસ?

છેલ્લા થોડા સમયથી ભારતીયોને લેબનીઝ ક્વિઝીનનો સારો એવો ચસકો લાગી ગયો છે. મસાલાઓ અને સામગ્રીઓની બાબતે આ ક્વિઝીનમાં ઇન્ડિયન ટચ હોવાને કારણે એનો ટેસ્ટ આપણે ત્યાં પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને પીટા બ્રેડ અને એની સાથે ડિપ તરીકે ખવાતું હમસ. તાજેતરમાં એક ફૂડ કંપનીએ હમસને સૌથી હેલ્ધી ડિપ ગણાવ્યું છે. જાણીએ હમસને કઈ રીતે ખાઈ શકાય અને એમાં આપણા મસાલાઓથી કેવાં વેરિએશન શક્ય છે.

ટેસ્ટી હમસ

હમસની બનાવટ વિશે જણાવતાં કેતકી સૈયા કહે છે, ‘હમસનો બેઝ છે આપણા પૉપ્યુલર કાબુલી ચણા. બાફેલા કાબુલી ચણામાં શેકેલા તલ અને ઑલિવ ઑઇલમાંથી બનેલી થાઇના પેસ્ટ, લસણ, લીંબુ અને મીઠું ઉમેરી પેસ્ટ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ પીટા બ્રેડ પર સ્પþેડ તરીકે લગાવવામાં અથવા ચિપ્સ સાથે ડિપ તરીકે ખાવામાં કરવામાં આવે છે. કાબુલી ચણાની જેમ તલ આપણે ત્યાં કૉમન અને ફેવરિટ પદાર્થ છે. શેકેલા તલમાં ઑલિવ ઑઇલ મિક્સ કરીને બનાવવામાં આવતી આ પેસ્ટ હમસમાં મસ્ટ છે.’

હમસમાં વેરિએશન

હમસમાં ભારતીય મસાલાઓ સાથે ઘણાં વેરિએશન લાવી શકાય છે એ વિશે જણાવતાં કેતકીબહેન કહે છે, ‘મૂળ ઓરિજિનલ હમસ ટેસ્ટી હોય છે, પણ એમાં કોઈ સ્પાઇસ કે ઍડિશનલ ફ્લેવરિંગ નથી હોતું. જોકે થોડું અલગ હમસ ટ્રાય કરવું હોય તો રેડ કૅપ્સિકમને બાળીને એનો ભૂકો, આલપીનો પેપર, કોથમીર, બેસિલ કે ફુદીના જેવા હબ્ર્સ વગેરે હમસ બનાવતા સમયે એમાં ઉમેરી શકાય. આપણા ઘરના મસાલાઓ પણ ઉમેરી શકાય. વધુમાં હમસમાં ઑલિવ ઑઇલ જ નાખવું એ જરૂરી નથી. આ તેલ ખૂબ મોંઘું પણ હોય છે એટલે એની જગ્યાએ રાઇસબ્રાન જેવા બીજા હેલ્ધી તેલનો ઉપયોગ કરી શકાય. જોકે કોઈ પણ તેલ ફ્લેવરવાળું ન હોવું જોઈએ. જો હમસમાં શિંગતેલ ઉમેરવામાં આવશે તો એનો સ્વાદ ચોક્કસ બગડશે. જોકે હમસમાં ચણા બાદ તલ પણ મુખ્ય સામગ્રી છે એટલે તલનું તેલ ઉમેરી શકાય.

શેની સાથે ખવાય?

હમસ એ એક ડિપ અથવા સ્પþેડ તરીકે ખાવાની ચીજ છે. હમસ શેની સાથે ખાઈ શકાય એ વિશે કેતકીબહેન કહે છે ‘મિડલ-ઈસ્ટમાં હમસ પિટા બ્રેડ સાથે ખાવા માટે જ પ્રચલિત છે. જોકે આ એક ડિપ છે એટલે એને નાચોઝ ચિપ્સ, િગ્રલ્ડ બેબી પટેટો, ગાજર વગેરે સાથે પણ ડિપ તરીકે ખાઈ શકાય. એ સિવાય ભારતીય ટચ આપવો હોય તો મલ્ટિગ્રેન રોટલી, ટોસ્ટ, બિસ્કિટ, બાજરા કે જુવારની ફૂલકા રોટલી સાથે પણ ખાઈ શકાય.’

પિટા બ્રેડ

પિટા બ્રેડ એ એક પ્રકારની મેંદામાં આથો લાવીને બનાવવામાં આવેલી ફૂલકા રોટલી જ છે જે ફૂલે એટલે એના બે ભાગ કરી પૉકેટ જેવું તૈયાર થાય એમાં હમસ તેમ જ બીજું સૅલડ ઉમેરીને ખાવામાં આવે છે. આપણે આ પિટા બ્રેડ ઘરે પણ બનાવી શકાય. મલ્ટિગ્રેન લોટ અથવા બાજરા કે જુવારની પાતળી રોટલી વણી એને તવી પર જ ફુલાવવી અને ત્યાર બાદ એને કટ કરીને એની સાથે હમસ પીરસી શકાય.

હેલ્થ બેનિફિટ્સ

ચણાને લીધે આ વાનગી પ્રોટીનથી ભરપૂર હોય છે અને માટે જ એ હેલ્ધી ગણાય છે. એક પિટા બ્રેડ અને હમસ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને વારંવાર ભૂખ લાગતી હોય તો એમાં રાહત મળે છે. આ સિવાય પ્રોટીન રિચ હમસ બ્લડ-શુગરને બૅલૅન્સ કરે છે અને ઑલિવ ઑઇલને લીધે કૉલેસ્ટરોલ અને ફૅટ્સની બાબતે પણ ચિંતામુક્ત રહીને હમસ ખાઈ શકાય.

ફલાફલ વ્રેપ 

રીત : 
૧) એક સાફ અને કોરી જગ્યા ઉપર રોટી મૂકો અને તેના ઉપર ચોથા ભાગનું હમસ ફેલાવી દો. તેના ઉપર ચીઝ પાથરો.
૨) ૧/૨ કપ લેટયૂસ  રોટીની વચ્ચે એક લાઇનમાં મૂકો. તેની ઉપર કોબીજ, ડુંગળી અને ગાજરનું સલાડ પાથરીને ઉપર ફલાફલ ટીક્કી ગોઠવો.
૩) તેની ઉપર ૧/૪ ટી.સ્પૂ. ચીલી ફ્લેક્સ ભભરાવીને એકદમ ટાઈટ રોલ વાળી દો. બાકી વધેલી સામગ્રી માંથી આવી જ રીતે  રોલ તૈયાર કરી લો.
૪) રોલની ઉપર ટીશ્યુ પેપર વીંટાળીને તરત જ પીરસો.

ટીપ્પણી