શું તમે તાજ મહેલ સાથે જોડાયેલી આ ચકિત કરનારી હકિકતો વિષે જાણો છો ? નહીં જ જાણતા હોવ…

તાજ મહેલ સાથે જોડાયેલી આશ્ચર્યકારક હકીકતો

પ્રેમ નું પ્રતિક અને વિશ્વની સાત અજાયબીઓમાંની એક એવો તાજ મહેલ તે દેશનું સૌથી વધારે મુલાકાત લેવાતા સ્થળમાંનું એક છે. ઇસ્લામિક, પર્શિયલન અને ભારતીય વાસ્તુકલાના એવા સુંદર સંગમ સમાન તાજમહેલના નિર્માણમાં 22 વર્ષ લાગ્યા હતા અને તેમાં લગભગ 20000 કારીગરોની મદદ લેવી પડી હતી. તાજ મહેલ આટલો પ્રખ્યાત હોવા છતાં તમે તેની સાથે જોડાયેલી આ હકીકતો વિષે ચોક્કસ નહીં જાણતા હોવ. આજના આ લેખમાં અમે તમને તાજ મહેલ સાથે જોડાયેલી આ અજાણી વાતો વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.– તમને કદાચ વિશ્વાસ નહીં થાય પણ તાજમહેલની બીજી પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી હતી. જો કે તે કંઈ તાજ મહેલ જેટલી સુંદર તો નથી જ. તેમાંની એક પ્રતિકૃતિ ઓરંગાબાદમાં, બીબી કા મકબરા નામે છે જ્યારે બીજી પ્રતિકૃતિ બાંગલાદેશમાં તાજમહેલના નામે છે. જો કે તેની કારીગરી પણ જોવા લાયક છે.

– મુમતાઝ મહલ એ શાહ જહાની ત્રીજી પત્ની હતી, જેનું લગ્ન પહેલાનું નામ અર્જુમન્દ બાનો બેગમ હતું.

– મુમતાઝ મહલેનું મૃત્યુ બાળકને જન્મ આપતાં થયું હતું. તે શાહ જહાનું 14મું સંતાન હતું.

– તાજ મહેલ બનાવવા માટે લગભગ 1000 ગજરાજને રોકવામાં આવ્યા હતા જે બાંધકામની વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા-લઈ જવાનું કામ કરતા હતા.– તાજ મહેલને 28 પ્રકારની ભાતવાળા કીંમતી અને ઓછા કિંમતી પથ્થરો દ્વારા સજાવવામાં આવ્યો છે.

– દીવસના કોઈક એક ચોક્કસ સમય તેમજ ચાંદની રાત્રે તાજમહેલનો રંગ અલગ દેખાય છે.

– તાજ મહેલમાં ફરતી વખતે, તમે જોઈ શકો છો કે તેમાં દરેક જગ્યાએ કુરાનના વિવિધ કલમાઓ કોતરવામાં આવ્યા છે.
– મુમતાઝ મહલની જે મૂળ કબર છે તેના પર અલાહના 99 નામનું શીલા લેખન કરવામાં આવ્યું છે.

– તાજ મહેલ બનાવવા માટેની જે સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને વિવિધ પ્રાંત તેમજ દેશોમાંથી મંગાવવામાં આવ્યા હતા. ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, અફ્ઘાનિસ્તાન, શ્રી લંકા, ચાઇના, તીબેટ અને અરેબિયા.

– એવું પણ સાંભળવામાં આવ્યું છે કે શાહ જહાં બીજો કાળો તાજ મહેલ કાળા માર્બલ દ્વારા બનાવવા માગતો હતો, પણ પોતાના સંતાન સાથેના યુદ્ધના કારણે તે પોતાની આ યોજનાને આગળ વધારી શક્યો નહોતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી