રાતો રાત ઈંટરનેટ તથા કરોડો યુવાનો ના દિલ મા ખલબલી મચાવી દેનારી આ યુવતી આખરે છે કોણ

રાતો રાત ઈંટરનેટ તથા કરોડો યુવાનો ના દિલ મા ખલબલી મચાવી દેનારી આ યુવતી આખરે છે કોણ ?

આજકાલ જ્યાં જોવો ત્યાં આ ચહેરા ની ચર્ચા ખૂબ જ થઇ રહી છે.

આ યુવતી નું નામ છે પ્રિયા પ્રકાશ વોરીયર. થોડા દિવસો પહેલા સાઉથ ની એક ફિલ્મ “ઓરૂ અદાર લવ” નું એક ગીત ના વિડીયો મા સૌ પ્રથમ જોવા મળેલી પ્રિયા તેની કાતિલ અદાકારી ના લીધે ગીત ના રીલીઝ ના થોડા જ કલાકો મા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ ગઈ છે.

ગીત મા કોઇ શાળા ના એન્યુઅલ ફંકશન મા પ્રિયા ના આ આંખો ના હાવભાવે તો ઘમાલ મચાવી દીઘી છે. સૌ કોઇ જાણવા માંગે છે કે આખરે આ ક્યૂટ છોકરી છે કોણ ?

ચાલો તો આજે આપણે આ પ્રિયા વીશે થોડી વાતો જાણીએ.

પ્રિયા પ્રકાશ વોરીયર એ મલયાલમ ફિલ્મો ની હિરોઈન છે જે માત્ર ૧૮ જ વરસ ની છે. પ્રિયા કેરલા રાજ્ય ના ત્રિશુર ની રહેવાસી છે. પ્રિયા નો જન્મ ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૯ ના રોજ કેરલા રાજ્ય ના ત્રિશુર જિલ્લા ના પનકુનમ ગામ ખાતે થયેલો. તેના પિતા નું નામ પ્રકાશ વોરીયર તથા માતા નું નામ પ્રિથા વોરીયર છે. પ્રિયા ને એક નાનો ભાઈ પણ છે જેનું નામ પ્રસિદ્ધ વોરીયર છે.
પ્રિયા ત્રિશુર મા આવેલી વિમલા ગર્લસ્ કોલેજ ના B.Com ફસ્ટ યર ની સ્ટુડન્ટ છે.

પ્રિયા એક ટ્રેઈન મોહિનીયત્તમ ડાંન્સર છે.
પ્રિયા હિન્દી, મલયલમ તથા અંગ્રેજી ભાષાની જાણકાર છે. તેનું નીકનેમ પ્રિયુ છે.તેની હોબી મ્યુઝીક, ડાન્સીંગ અને ટ્રાવેલીંગ છે. મહેશ બાહુ તથા કાજલ અગ્રવાલ તેના ફેવરીટ એક્ટર્સ છે.

ઓરૂ અદાર લવ એ પ્રિયા ની ડેબ્યુ ફિલ્મ છે જે ત્રીજી માર્ચ ૨૦૧૮ ના રોજ રીલીઝ થવા ની છે.ઓરૂ અદાર લવ ફિલ્મ મળ્યા પહેલા પ્રિયા એ મોડેલીંગ પણ કરેલુ છે.

ગીત ના રીલીઝ પહેલા પ્રિયા ના ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ૧૯ હજાર ફોલોઅર્સ હતા જે માત્ર ૪૮ કલાક થી પણ ઓછા સમય મા વધી ને ૨.૮ મીલીયન થઇ ગયા હતા. પ્રિયા ની હાલ ની નેટ વર્થ અંદાજીત ૩૫-૪૫ લાખ ની છે.

પ્રિયા ની કાતિલ આંખો ની પાછળ કરોડો યુવાનો તેના દિવાના બન્યા છે જેથી આજકાલ તે “નેશનલ ક્રશ” તરીકે ઓળખાવા લાગી છે.

પ્રિયા ની પ્રસિદ્ધિ ને જોતા ભવિષ્ય મા તે બોલિવુડ ની ફિલ્મો માં જોવા મળે તો નવાઈ પામવું નહી.

લેખન.સંકલન : દર્શિતા પટેલ (યુ.એસ.એ) 

દરરોજ આવી અનેક અવનવા વિષય પરની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી