FABULOUS FUSION …….” પાણીપુરીના દહીંવડા “

 

સામગ્રી :-

 ~ બહારના પડ માટે :
  – અડદની દાળ : ૧/૨ કપ
  – મગની દાળ : ૧/૪ કપ
  – મીઠું : જરૂર પ્રમાણે
     – બંને દાળને ૪ કલાક પલાળી ને ક્રશ કરવી.
 ~ પાણીપુરી નાં સ્ટફિંગ :
  – પાણીપુરીની પૂરી : ૧૦ નંગ
  – SPROUTED હાફ કુક કરેલ મગ અને ચણા : ૧/૨ કપ
  – ચાટ મસાલો : ૧ ટી.સ્પુન
  – લાલ મરચું પાવડર : ૧/૨ ટી.સ્પુન
  – મીઠું : જરૂર પ્રમાણે
  – બાફેલ બટેટા : ૨ નંગ
  – તેલ : તળવા માટે
  – છાશ : ૧ બાઉલ
 ~ અન્ય :
  – દહીં : ૫૦૦ gm
  – મીઠું : જરૂર પ્રમાણે
  – ખાંડ : જરૂર પ્રમાણે
 ~ ડેકોરેશન માટે :
  – કોથમીર, ફુદીનાની તીખી ચટણી
  – ખજુર આંબલીની મીઠી ચટણી
  – શેકેલ જીરૂ પાવડર
  – ફુદીનાનો પાવડર
  – કાજુ, કીસમીસ
  – ચાટ મસાલો
  – કલરફૂલ જેલી
  – કોથમીર
  – લાલ મરચું પાવડર
 ** રીત :
– સૌ પ્રથમ બંને દાળને પાણી નાખ્યા વગર ક્રશ કરી મીઠું નાખી ખીરું તૈયાર કરી સાઈડ પર રાખી દેવું.
– હવે પૂરી માટેનો તૈયાર કરવો – મગ, ચણા અને બાફેલ બટેટાના નાના-નાના પીસ કરી તેમાં મીઠું, ચાટ મસાલો, લાલમરચું પાવડર નાખવા. આ સ્ટફિંગ પાણીપુરીની પૂરીમાં ભરી પૂરીને અડદની દાળના ખીરામાં ડિપ કરી તેલમાં તળી લેવા.
– તળાય ગયા બાદ બે મિનીટ માટે છાશમાં ડિપ કરી સર્વિંગ પ્લેટમાં મુકવા.
– તેની ઉપર મીઠું અને ખાંડ મિક્સ કરેલ દહીં રેડવું.
– હવે તેની ઉપર લીલી ચટણી, મીઠી ચટણી મુકવી. તેના પર શેકેલ જીરૂ પાવડર, ફુદીના પાવડર અને ચાટ મસાલો તેમજ લાલમરચું પાવડર છાંટવો.
– હવે તેને કાજુ-કીસમીસ, જેલી અને કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરવું. આ વાનગી નાના-મોટા સૌ કોઈને ભાવશે.
COURTESY :- HARSHA MEHTA, RAJKOT.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!