EYES SPECIAL:આંખની માવજત માટે 16 દમદાર ટિપ્સ

0
4

0104_untitled-1_copy

આપણું શરીર વિવિધ અંગોથી બનેલું છે. જેમાં દરેક અંગનું પોતાનું મહત્વ હોય છે. પરંતુ આપણા શરીરમાં કેટલાક અંગો એવા પણ હોય છે જેમાં કોઈ ક્ષતિ પહોંચે તો જીવન વ્યર્થ લાગવા લાગે છે અને જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાન-પાનને કારણે આપણને અનેક શારિરીક અને માનસિક સમસ્યાઓ ઘેરી લેતી હોય છે. પરંતુ સમય ન હોવાથી આપણે ધ્યાન આપી શકતા નથી અને એમાંય આજકાલ આંખોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આંખ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેથી આજે અમે તમારા માટે તમારી આંખનું તેજ જાળવી રાખવા અને આંખની દરેક સમસ્યાને દૂર કરવાના સચોટ આયુર્વેદિક નુસખા લઈને આવ્યા છે.

100 ગ્રામ ત્રિફળા ચુર્ણ અને 100 ગ્રામ વરીયાળીનો પાવડર મિક્ષ કરી તેને દરરોજ સવાર સાંજ એક ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

બકરીના દૂધમાં લવીંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું દૂર થાય છે.

દરરોજ તાજી છાંસ સાથેનું માખણ ખાવાથી આંખોનું તેજ વધે છે અને આંખોની બળતરામાં રાહત મળે છે.

આંખમાં દાડમનો રસ નાખવાથી ચશ્માના નંબર ઉતરે છે અને આંખોનું તેજ વધે છે.

સાકર અને ઘી સાથે જીરાનુ ચુર્ણ ચાંટવાથી રતાંધળાપણામાં ફાયદો થાય છે. જીરાનું ચુર્ણ રોજ ખાવાથી આંખની ગર્મી દૂર થાય છે.

ધાણા, વરીયાળી, અને સાકર સરખેભાગે લઈ તેનું ચુર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખોનું તેજ જળવાઈ રહે છે

ટમેટાંનો રસ સવાર સાંજ પીવાથી આંખની રોશની વધે છે અને આંખોમાં નંબર આવતા નથી

જો આંખો દુખતી હોય તો ધાણાને આખી રાત પાણીમાં પલાળી તેને મસળીને ગાળી લેવું ત્યારબાદ તે પાણીથી આંખો ધોવાથી આ સમસ્યા દૂર થાય છે.

હળદર, ફટકડી અને આંબલીના પાન સરખા પ્રમાણમાં લઈ તેને વાટી પોટલી બનાવી ગરમ કરીને આંખને શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા દૂર થાય છે.

જો અચાનક આંખમાં કંઈક કચરો પડી જાય અને તેનાથી બળતરા થાય અથવા કચરો બહાર ન નિકળે તો આંખમાં તરત દિવેલ આંજી લેવું તરત આરામ મળશે.

મોંમાં પાણીનો કોગળો ભરીને આંખમાં ઠંડા પાણીની છાલક કરવાથી આંખોની ગર્મી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.

ત્રિફળાના કંકરા ચુર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે તે પાણી ગાળીને તે આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી લાલાશ દૂર થાય છે.

આંખમાં ચૂનો અથવા એસીડ જતું રહે તો આંખની અંદર અને બહારના ભાગે ઘી ઘસવાથી આરામ મળે છે.

હળદરના બે-ચાર ગાંઠીયા તુવેરની દાળ સાથે બાફીને તે હળદર સુકવી બે વાર સૂર્યાસ્ત પહેલા પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફુલુ, રતાશ, ઝાંખુ દેખાવું વગેરે સમસ્યાઓ દૂર થાય છે.

કાળી મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલ્દી પાકીને ફુટી જાય છે

 

 

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here