પરીક્ષાના નશામાં રાંજણા વેડા

ranjhana2_660__050113063021બસ… ફક્ત આટલી જ કહાની હતી મારી…

એક ગણિતની ચોપડી હતી કે જેને આખું સેમેસ્ટર અડયો પણ નહી,

અમુક મારા શિક્ષકો, જે આજે પણ એવા સ્વપ્નોમાં હતા કે કદાચ આ જેંતી પાસ થઈ જશે!

બીજા, બે હોસ્ટેલના રૂમના પાગલ સાથીદારો હતા,

એક અભ્યાસ સિવાયની ૩ વખત વાચી લીધેલી ચોપડી,

ધૂળથી લથપથ એકનું એક લેપટોપ,

અને એક સડી ગયેલ નોકિયાનો ૩૩૧૫ મોબાઇલ હતો!

થોડીક ઠંડા પીણાંની બોટલો હતી અને એ જ બોટલ જેવુ ઠંડુ થઇ ગયેલું મારું મગજ હતું, જેણે પણ હવે મારો સાથ છોડી દીધો હતો.

પણ એક હતું મારું “એવરગ્રીન દિલ” કે જેમાં હજુ પણ હિમ્મત બાકી હતી…!!

હું ભણી શકતો હતો, પણ કોની માટે?

હું લડી શકતો હતો, પણ કોની માટે?

મારા પાગલ મિત્રો, હોસ્ટેલ, કોલેજની મોજ મસ્તી, બધુ જ મારાથી દૂર જઈ રહ્યું હતું.

જો કે, રાહ પણ કોના માટે જુએ ?

સાચું કહું તો, મારા દિલમાં હજુ પણ એટલી તાકત હતી જે મને પાસ પણ કરાવી શકે અને મારી પથારી પણ ફેરવી શકે….!!

પણ ભાઈ, હવે કોણ ભણે?

કોણ ફરી ફરી મહેનત કરે?

કોણ કોપી કાઢવા માટે ધક્કા ખાય,

કોણ ફકરાઓ ગોખવા માટે રાતોના રાતો જાગે,

મારા વાલીડાવ! કોઈક તો અવાજ કરીને આ જેંતીને રોકો!

આ શિક્ષકો… જે ક્લાસમાં રોજ રોજ માથું ફેરવતા, એ આજે જો સરખું ભણાવેને તો સોગંદ શંભુના, આપણે પહલો નંબર લાવીને બતાવીએ દોસ્ત!!

પણ નહી ……. હવે મૂડ નથી,

પુસ્તકોને પસ્તીમાં આપી દેવામાં જ ભલાઈ છે.

પણ મૂડમાં આવીશ કોઈક દી…!

નાપાસ થયેલા પેપર ફરી વખત આપવા માટે,

ઓલી એટીકેટીયુ ફરી ક્લીયર કરવા માટે,

ઓલી પાકી પરીક્ષા ફરી પાસ કરવા માટે,

અને ગર્વ થી ગ્રેજયુએટ બનવા માટે!!

પણ અત્યારે તો ઘોટાઈ જવામાં જ શાંતિ છે!  😥 😳 :mrgreen: 😆

 

સૌજન્ય : ભવ્યેશ આચાર્ય (ભાવનગર) 

ટીપ્પણી