દરેક પુરુષ ને જોઈએ છે આવી “પત્ની”

દરેક પુરુષ ને જોઈએ છે આવી “પત્ની”

સવાર સવાર ની મીઠી નિંદર માં સ્વપ્ન માં આવી ને, “નયન ને બંદ રાખીને મે જ્યારે તમને જોયા છે ” ગણગણાવી ને જનાર …

સાડા સાત પછી ઉઠવા થી મોડું થતું હોવાથી, પ્રેમ થી કપાળ પાર હાથ ફેરવી ને ” એય ઉઠો છો ને !! ” એવું કહીને લાડથી જગાડનારી!

બ્રશ કરવા સુધી માં બાલ્કનીમાં, ગુજરાત સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેડી રાખવાવાળી !

મસ્કો પાવ, ભાવતી બિસકીટ અને ગરમ નાસ્તો, ચા ના કપ ની બાજુ માં સજાવી ને રાખવાવાળી !

પતિની ચા ની ચુસ્કી ઓમાં પોતે સ્વાદ લઇને, એની વાતો માં હસવા વાળી!

નાહવા પહેલ દરરોજ બાથરૂમ માં, ટુવાલ રાખવાનું ના ભૂલવા વાળી !

નહાઈ ને બહાર આવતા પેલા જ, મેચિંગ કપડાં ની જોડી પલંગ પર તૈયાર રાખવા વાળી !

પતિ તૈયાર થતો હોવાથી, એકદમ શાંતિથી છોકરાવને તૈયાર કરાવતી !

પતિ કામકાજ માટે જેવા ઘર બહાર પગ મૂકે, ત્યારે છોકરાવ ને કિસ્સી કરવા મોકલાવાવાળી !

પછી છોકરાવ ની નજર ચુકાવી પતિ ને, ગુડબાય અને ફ્લાયિંગ કિસ્સી કરી ને કામ પર મોકલાવતી !

૧૨.૩૦ વાગે ફોન કરી ને, ટિફિન માં દીધેલી ટેસ્ટી સરપ્રાઈઝ વાનગી ખાવા નું યાદ દેવડાવતી !

૪.૩૦ વાગે ફોન કરી ને, જલ્દી ઘરે આવજો એવી લાડ માં હઠ કરવાવાળી !

૭ વાગે ઓફિસે થી પાછા આવતા, એકદમ સાજ શણગાર સાજી ને ,
બેલ મારતા પેલાજ દ્વાર ઉઘાડીને, ચેહરા પર પર અનેરું સ્મિત છલકાવવાળી!

પતિ ફ્રેશ થઇ ને આવે એની પેલા ટેબલે સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખવાવાળી !

જમ્યાં પછી રોજ એક આંટો મારવા સાથે આવનાર !

આંટો મારતા મારતા જાણતા અજાણતાં સ્પર્ષતી અને, ચુપકે થી હાથ માં હાથ પરોવી દેતી !

શોપિંગ મોલ માં ચિરફૂલી શોપિંગ કરતી વખતે, બજેટ ને પણ ધ્યાન માં રાખનારી!

ઘરે પાછા આવતાજ , “તમે થોડી વાર ટી વી જુવો હું છોકરાવ ને હોમવર્ક કરાવી દવ” એવું કહેવા વાળી !

અતિશય પ્રેમ થી , જરાપણ ના ખીજાતા કે ગુસ્સેથતા ,
છોકરાવ નું હોમવર્ક કરવા વાળી !

ક્યારેય પણ કોઈ પણ કટ-કટ ન કરવા વાળી !
પતિ ને ક્યારે પણ ઊંધો સવાલ ના કરવા વાળી !
સાસુ-સસરા ને પોતા ના માં બાપ થી પણ વધારે પ્રેમ કરવા વાળી !
બધાય વહેવારીક કામો પોતેજ સાંભળી લેવા વાળી ! આવી સર્વગુણ સંપન્ન અને સૌંદર્યવાન સ્ત્રી !

કોઈની બૈરી છે આવી ?

હોય તો અભિનંદન !

બાકી ખોટા સપના જોવાના બંધ કરો !

ટીપ્પણી