રોજ રોજ કામ માં આવતી ઉપયોગી ટીપ્સ

1010858_379797272123620_1251051477_n (1)

 

ભાગદોડ ભર્યા જીવનમાં સૌનેએક જ ફરિયાદ છે કે શરીરનુ સ્વાસ્થ્ય જળવાતું નથી.ખાસ કરીને વર્કિગ વુમનને આ ફરિયાદ વધારે હોય છે.ઘર અને ઓફિસની જવાબદારીને કારણે તે પોતાના માટે સમય નથી ફાળવી શક્તી.પૂરતી કસરત ન કરી શકવી,ચહેરા અને શરીરની સુંદરતા ધીરે ધીરે છીનવાઈ જવી જેવી સમસ્યા લગભગ તમામ સ્ત્રીઓની હેશ.તો આજે અહીં કેટલીક એવી ઝટપટ હેલ્થ ટિપ્સ આપવામાં આવી છે જે મેદસ્વીતા દૂર કરવાની સાથે તમારા ચહેરાથી માંડીને પગ સુધીની સુંદરતમાં લગાવી દેશે ચાર ચાંદ.

તલનું તેલ મેદ નાશક કહેવાય છે.મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ બનાવીને જમવાનુ રાખો.જો કે તલના તેલની તાસિર ગરમ છે.એટલે તેનો ઉપયોગ કરતા પહેલા એક વાર તબીબની સલાહ લેવી.

વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.

વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ.

મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.

ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.

તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.

કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.

ટીપ્પણી