આમ્રપાલી આગળ સ્વર્ગની મેનકા પણ ઝાંખી પડે… તેને પામવા રાજા બિંબસારે બનાવ્યો આવો પ્લાન

આમ્રપાલી નામ સંભળતા જ એનુ મન પર ચિત્ર અંકિત થયા વગર કેમ રહે? એની મોટીને અણીદાર આંખો, એનું સોનાવર્ણ શરીરનો રંગ અને અવાજ તો એટલો મધુર હતો કે એની આસપાસનું વાતાવરણ એ બોલે ત્યાં જ સુમધુર થઈ જતું. એનાં જેવી સૌંદર્યવાન સ્ત્રી ત્યારે ભરત વર્ષમાં ક્યાંય ન હતી. એને જોવા લોકો દુર દુરથી વૈશાલી નગરી આવતા.જે એક્વાર આમ્રપાલીને જોવે એ પછી ગમે તે હોય એને પામવાનાં જ સપનાઓ જોયા કરે.

આમનાં ઝાડ નીચેથી મળી આવેલ બાળકીનું નામ આમ્રપાલી રખાવામાં આવ્યુ. વૈશાલી નગરીનાં મહાનમને એનો ઉછેર કર્યો એટ્લે એ આમ્રપાલીનાં પલક પિતા તરીકે ઓળખાયા.

જેમ જેમ આમ્રપાલી મોટી થતી ગઈ તેમ તેમ એનું રૂપ સોળે કળાએ ખિલતું ગયું. વૈશાલી નગરી નગરમાં પ્રજાકીય  તંત્ર હતું. ત્યાં એવો જ નિયમ કે  વૈશાલી નગરીની સૌથી સુંદર સ્ત્રીએ ક્યારેય લગ્ન નહી કરવાનાં. અને એને આ નગરનાં તમામ પૂરુષોની રંગીન મિજાજને ખુશ રાખવા માટે આખા નગરનાં તમામ પુરુષોની દુલ્હન બનવું. એને ગણ નતર્કી તરીકે ઓળખવામાં આવે .

આમ્રપાલીનું અભિમાન ,સ્વાભિમાન અને જાજરમાન વ્યક્તિત્વ એને ક્યારે આવું ન  સ્વિકારવા પ્રેરે છે. એને કેટલીય દલીલો કરી  વૈશાલી નગરનાં લોકો સાથે. શું આ નગરી આવા ખોખલા નિયમોથી એક સ્ત્રીને અપરણીત રહેવા કેમ પ્રેરે છે? આ નગરનાં પૂરુષો માટે એક સ્ત્રીની કોઈ જ ઓકાત નથી ?  ત્યારે એનું સૌદર્ય શરીર જએનું  વેરી બની ગયું હોય એવું લાગ્યું.

એને વૈશાલી નગરની નગર વધુ બને એ વાત એ નહીં જ સ્વિકારે એવાં મક્ક્મ મન સાથે એ અડગ રહી. આજે એને સમજી શકનાર કોઈ નહતું. એ એકાંત અનુભવી રહી હતી.

એ પોતાનાં મહેલનાં ઝરુખે આ વૈશાલી નગરીને નિહાળી રહી છે. એને વૈશાલી નગરી પ્રાણથી પણ પ્રિય છે.  ચંદ્રની  આછી ચાંદનીનાં પ્રકાશે  વૈશાલી નગરી  સોનાનાં ધુમ્મ્મ્ટોથી ચમકી રહી હતી. આજુ બાજુનાં રાજ્યો કરતાં વૈશાલી નગરીઅતિ સમ્રુધ્ધ  છે.

આમ્રપાલીને નગર ભ્રમણ કરાવાનો વિચાર આવે છે. તે વૈશાલીનાં મેદાને પહોંચી જોયું તો દુધ જેવાં મોટી મોટી આંખો વાળા અસંખ્ય ઘોડાઓની સવારી  પર વૈશાલી નગરીનાં  ફરતા યુવાનો કોમળ ,મુલાયમ અને માસુમ દેખાયા. એણે મનમાં જ વિચાર્યુ કે , “ જો હું નગર વધુ થવાની ના  પાડીશ તો આ માસુમ યુવાનો મને પામવાએકબીજાનાં વેરી બનશે. અને આ વૈશાલી નગરીમાં અંદરો અંદર યુધ્ધો થશે. સતાને ખોખલી બનેલી જોઇ આજું બાજુનાં રાજ્યો વૈશાલી પર ચડાઈ કરશે. “
“ આવા વિચારોમાં ને વિચારોમાં એ નીલપધ્મ સરોવર કિનારે પહોંચે છે.રાત્રીનાં રંગો પાણીમાં સોનેરી ચમકી રહ્યાં હતાં. ચંદ્રની સંગ ખીલેલી ચાંદની મન મુકીને હસતી હતી.સરોવરની શિતળતામાં એનાં સ્થિર થયેલાં જળમાં વૈશાલી નગરીનાં સંગેમરમરનાં મહેલો એનાં પર સોના ચાંદીનાં ધુમ્મ્ટો ચમકી રહ્યાં હતાં. “

“ સફેદ આછી સાડીમાં સજ્જ ચાંદી જેવી ચમકતી ,હિરા માણેકનાં અલંકારોમાં સજ્જ કોઈ દેવી જેવું એનું પ્રકાશીત શરીરનો  હલતો પડછાયો જોઈ આમ્રપાલી મનમાં જ બોલી , “ આ વૈશાલી નગરી માટે હું મારા પ્રાણ આપવા પણ તૈયાર છું. હું એક આમ્રપાલી માટે એને બરબાદ નહીં કરું, આજે એક નહીં પણ સો આમ્રપાલીનો ભોગ લે  તો પણ આપીશ” આટ્લું બોલતા બોલતાં જ ધબાક્ક્ક્ક્ક્ક દઈને નીચે બેસી જાય છે. ને કોરી આંખોનાં આસુઓ સાથે એ રડી પડે છે.

“ હે , વૈશાલી! મે મારા સ્ત્રીત્વનો ભોગ આપ્યો. તારા માટે હું તારા માટે મારા આ પવિત્ર શરીરને અપવિત્ર કરીશ. શું આ જ આ સંસારનો નિયમ છે. એક સ્ત્રીનાં બલિદાનથી જ આ યુવાનો ખુશ રહી શકે??? “

“વૈશાલીની નગર  વધુ બનતી આમ્રપાલીની વેદના કોણ સમજે ?  અહિંયા તો બધાને સ્વરૂપ વાન આમ્રપાલીની જ ભુખ હતી “

આમ્રપાલી હવે સામાન્ય વ્યક્તિ ન રહી એ ગણ નતર્કી બની ગઈ હતી.એનું એક જ કર્તવ્ય કે વૈશાલી નગરના તમામ યુવાનોને મનોરંજન નૃત્ય દ્વારા પૂરુ પાડવું.

આમ્રપાલીની સુંદરતા ઉપર જ્યાં રાજા બિંબસાર મરતો હતો. એબન્નેનાં પ્રેમની નિશાની સ્વરૂપે એક પુત્ર રત્નની આમ્રપાલી માતા બને છે. પણ બિંબસાર એ દુશ્મન રાજા હોવાથી એને  વૈશાલી નગરી માટે એ પુત્રનો પણ ત્યાગ કરેલો. પોતાનાં મત્રુત્વનો જે સ્ત્રી ત્યાગ કરી શકે એ સ્ત્રી સામાન્ય  તો ન જ  હોઈ શકે!

એકવાર આમ્રપાલીએ  ભગવાન બુધ્ધને જોવે છે. એમનાં  સૌમ્ય સ્વરૂપ ઉપર મોહિત થઈ ગઈ  આથી તેણે અનેકવાર ભગવાન બુધ્ધને પોતાના રંગમહેલમાં પધારવાની વિનંતી કરી હતી પરંતુ ભગવાન બુધધે કહ્યું કે જ્યારે જીવનમાં એક સમયે એવા પડાવ પર પહુંચશે કે તેની આસપાસ કોઈ જ નહીં હોય તે સમયે તેઓ આમ્રપાલી પાસે આવશે. પરંતુ એ  તે વખતે આમ્રપાલીને ખબર ન પડી કે ભગવાન બુધ્ધ શું કહે છે.

આ વાતને ઘણો સમય વીતી ગયો. આમ્રપાલીને કુષ્ઠ રોગ થયો અને તે નગરવધુ મટી ગઇ તેનું સ્થાન બદલાઈ ગયું પોતાના રંગમહેલમાંથી નીકળી ગામની બહાર નદીને કિનારે એક ઝૂપડી બનાવી રહેવા લાગી. એક સમયે તે અનેક વિલાસી પુરુષો અને વિલાસમય રંગરાગિણીથી ઘેરાયેલી હતી તેજ આમ્રપાલી તદ્દન એકાંતમાં પોતાના દિવસો જીવી રહી હતી. આવા જ કોઈ એકાંતમય દિવસો દરમ્યાન ભગવાન બુધ્ધ તેની પાસે આવ્યાં અને જીવનનું સત્ય સમજાવ્યું. ભગવાન બુધ્ધના વચનોથી આમ્રપાલીને સત્ય અને જીવનનો અર્થ સમજાયો અને તેણે પણ ભગવાન બુધ્ધના ચરણોમાં બેસીને દિક્ષા લીધી.

આ વાતને ઘણો સમય વીતી ગયો. આમ્રપાલીને કુષ્ઠ રોગ થયો અને તે નગરવધુ મટી ગઇ તેનું સ્થાન બદલાઈ ગયું પોતાના રંગમહેલમાંથી નીકળી ગામની બહાર નદીને કિનારે એક ઝૂપડી બનાવી રહેવા લાગી. એક સમયે તે અનેક વિલાસી પુરુષો અને વિલાસમય રંગરાગિણીથી ઘેરાયેલી હતી તેજ આમ્રપાલી તદ્દન એકાંતમાં પોતાના દિવસો જીવી રહી હતી.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

આવા જ કોઈ એકાંતમય દિવસો દરમ્યાન ભગવાન બુધ્ધ તેની પાસે આવ્યાં અને જીવનનું સત્ય સમજાવ્યું. ભગવાન બુધ્ધના વચનોથી આમ્રપાલીને સત્ય અને જીવનનો અર્થ સમજાયો અને તેણે પણ ભગવાન બુધ્ધના ચરણોમાં બેસીને દિક્ષા લીધી. એક માન્યતા છે કે બિંબસારને આમ્રપાલીથી એક પુત્ર પણ થયો હતો જે પછીથી બૌદ્ધ ભિક્ષુ બન્યો, પણ કેટલાક ઈતિહાસકારો આ વાતની પૂર્તિ કરતાં નથી.

આમ્રપાલી એ એક એવું પાત્ર છે. જેને  પોતાનાં સમાજનાં  કલ્યાણઅર્થે ,લોક કલ્યાણ અર્થે તેનાં સૌંદર્યની આહુતી આપેલ, તેનાં સ્ત્રીત્વનુ બલિદાન આપેલ અને કહેવાય છે કે એને એના માતૃત્વનું પણ બલિદન આપ્યું હતું.

તૃપ્તિ ત્રિવેદી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી