શું એનર્જી ડ્રીંકથી ખરેખર એનર્જી વધે છે ? એનર્જી ડ્રીંક કેટલા સલામત ?

એનર્જી ડ્રીંક કેટલા સલામત ?

આજકાલ થાક દૂર કરવા – કોલેજ સ્ટુડન્ટ્સ તેમજ યુવાનોમાં કસરત કરતા પહેલાં કે સ્પોર્ટ્સ રમતા પહેલા જુદા જુદાં એનર્જી ડ્રીંક વાપરવાની ફેશન ચાલી છે. શું આ બધા એનર્જી ડ્રીંક સેફ છે ? શું તે લેવાથી શરીર તાકાતથી ભરાઈ જાય છે ? અને તે ફાયદો કેટલો સમય રહે છે આવા પ્રશ્નો પેદા થતા હોય છે.

વધતા ઓછા પ્રમાણમાં પરંતુ આ એનર્જીડ્રીંકમાં વધુ પડતું કેફીન આવેલું હોય છે, આ ઉપરાંત વિટામીન બી કોમ્પ્લેક્સ અને ટોરિન નામનું એમીનોએસીડ જે પ્રાણીઓમા જોવા મળે છે તે આવેલું હોય છે, ઉપરાંત તેમાં આર્ટીફીશીયલ સ્વીટનર્સ આવેલા હોય છે.

લગભગ બધા જ માર્કેટમાં મળતા એર્જી ડ્રીન્ક્સમાં કેલેરી ઓછી આવેલી હોય છે. 5 કલાક જોરદાર એનર્જી આપતા જુદા જુદા ડ્રીંકમાં કેલેરી તો 4 જ આવેલી છે પરંતુ રેડ બુલમાં 100 કેલેરી આવેલી છે. શુગર ફ્રી રેડબુલમાં 10 કેલેરી આવેલી છે.

શું એનર્જી ડ્રીંકથી ખરેખર એનર્જી વધે છે ?
એવા ખાસ કિસ્સા જોવા મળતા નથી કે એનર્જી ડ્રીંક લેવાથી માનસીક અને શારીરીક એર્જી વધી જ જાય અને વ્યક્તિ ખૂબ સ્પીડમાં કામ કરવા લાગે કે વધુ પડતો થાક લાગેલો હોય અને ગાડી ચલાવવામાં એનર્જી વધી જાય અથવા લાંબુ કામ કરવામાં વધુ એર્જી લાગે એવું કોઈ કિસ્સામાં સાબીત થયું નથી પરંતુ એનર્જી ડ્રીંક લેવાથી એનર્જી વધી જ જશે એવા વિચારથી એનર્જેટીક લાગવા લાગતું હોય છે.

શું એનર્જી ડ્રીંક લેવાથી નુકસાન થાય છે ?બહાર તૈયાર મળતાં એનર્જી ડ્રીંકમાં 100mlમાં 294mg કેફીન આવેલું હોય છે. જુદી જુદી બ્રાન્ડમાં તેનું પ્રમાણ જુદુ જુદુ હોય છે. જે કોફીમાં 134થી 240mg, ચામાં 48થી 175mg અને કોલામાં 22થી 46mg આવેલું હોય છે.
રીસર્ચ પ્રમાણે દિવસ દરમિયાન 400 mg સુધી કેફીન લેવામાં આવે તો તે વધુ પડતું નુકસાન કરતું નથી.
પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ ઉપરાંત બાળકોએ દિવસ દરમિયાન આટલું બધું કેફીન લેવું જોઈ નહીં. વળી એક સામટુ આટલુ બધુ કેફીન લેવાથી નુકસાન થઈ શકે છે પરંતુ તેને દિવસમાં 2થી 3 વખત અમુક સમયના અંતરે લેવામાં આવે તો તે નુકસાનકારક થતું નથી, ઉપરાંત વધુ પડતું કેફીન લેવાથી માનસીક અસંતુલન, વારંવાર ગુસ્સો આવવો, ઉંઘ ન આવવી, વારંવાર પેશાબ થવો, ઇરેગ્યુલર હાર્ટબીટ થવા, હાડકા ગળવા, પેટ અપસેટ થવું, ડિપ્રેશન આવવું વિગેરે થઈ શકે છે.
આમ આપણે ટુંકા સમયનો લાભ લેવા માટે લાંબાગાળાનું નુકસાન કરી લેતા હોઈએ છીએ. ઉપરાંત ચા-કોફી છોડવાની વાતો કરીને એનર્જી ડ્રીંકના ગુલામ થઈ જતા હોઈએ છીએ. વધુ પડતી કસરત કરવા, કામ કરવા, અથવા અમુક પ્રકારની કોમ્પીટીશન કરવા માટે થોડા સમય માટે એનર્જી ડ્રીંક લેવું પડે તો તે ઠીક છે પરંતુ તેની ટેવ પડી જવાથી તેનાથી લાંબા ગાળાનું નુકસાન થતું જોવા મળે છે.

ઠંડા પીણા વિષે જાણવા જેવુઃ-આપણ ત્યાં ઠંડા પીણા પીવા એ ફેશન થઈ ગઈ છે. જેમ કે બહાર જમવા જાવ તો પીઝા, પાસ્તા સાથે ઠંડા પીણા તો લેવા જ પડે. આવી ટેવ આપણે આપણા બાળકોને પાડી દીધી છે, પરંતુ ઠંડા પીણા રેગ્યુલરલી પીવાથી વધુ પડતું વજન જ નથી વધતું પણ અન્ય ઘણા બધાં નુકસાન થાય છે જેમ કેઃ-

અસ્થમાઃઠંડા પીણામાં સોડીયમ બેન્ઝોઇટનો ઉપયોગ કરવામાં આવે છે તેના કારણે શરીરમાં પોટેશિયમ ઓછું થાય છે તેના કારણે અસ્થમા, ચામડીના રોગો, રેશીષ વિગેરે થઈ શકે છે.

દાંતના એનેમલને નુકસાન કરે છેઃ-

ઠંડા પીણામાં આવતાં રીએક્ટીવ તત્ત્વો મોઢામાં લાળ જોડે મળીને પેટમાં એસીડનો વધારો કરે છે. ઠંડા પીણા લેવાની સાથે જ દાંતના ઇનેમલને નુકસાન થાય છે. ઠંડાપીણાના દરેક ઘુંટડા સાથે દાંતના ઇનેમલને 2% નુકસાન થાય છે.

હાર્ટના રોગોઃ-

તેમાં આવેલી ખાંડને કારણે ડાયાબીટીસ, બ્લડપ્રેશર, વજન વગેરેમાં વધારો થાય છે અને હાર્ટના રોગો ઉદ્ભવી શકે છે.શુગર ઓવરલોડીંગઃ-તેમાં આવેલી વધુ પડતી ખાંડ શરીરમાં શુગરનું પ્રમાણ વધારી દે છે અને તેનું ફેટમાં રુપાંતર કરે છે.

કીડની પ્રોબ્લેમ્સઃ-તેમાં આવેલા ફોસ્ફટીક એસીડના કારણે કીડનીમાં સ્ટોન ફોર્મેશન થઈ શકે છે.

ઓસ્ટીઓ પોરેસીસઃ-વધુ પડતાં ઠંડાપીણાં લેવાથી ઓસ્ટીઓ પોરેસીસ થઈને હાડકાં નબળા પડી જાય છે.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી