એનર્જી ભેલ

સામગ્રી:

મગ
મઠ
ચણા
સીંગદાણા
મમરા
નાયલોન સેવ
ટામેટા
બાફેલા બટેટા
કોથમીર

ચટણી બનાવા માટે

કોથમીર
આદું
મરચા
લસણ
આંબલી
ગોળ
મીઠું
દાડમ(ઓપસનલ)

બનાવાની રીત-

1 વાટકી બધુ મિક્સ કઠોર આખી રાત પલઃળૉ હવે તેને કુકર મા અદકચરુ બાફી નાખો ,સીંગદાણા તળી તેમાં મીઠુ લાલા મરચું પાવડર ઉમેરવું,શેકેલા મમરા આ બધું ઍક બાઉલ મા મિક્સ કરવું.
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા,ઝીણી સમારેલી ડુંગળી,સ્વાદ અનુસાર મીઠુ,લાલ ચટણી,લીલી ચટણી,આમલી ની ચટણી બધુ સરખા ભાગે નાખી મિક્સ કરવું.
સર્વ કરવા ટાઈમે નાયલોન સેવ,દાડમ,કોથમીર ભભરાવી સર્વ કરવું

ચટણી બનાવાની રીત:

લાલ ચટણી
8 થી10 લસણ ની કળી
આદું
કોથમીર
મીઠું
લાલ મરચા પાવડર

આ બધું મિક્સર જાર મા પીસી લેવું

લીલી ચટણી
1 જૂડ઼િ કોથમીર
આદું
2 નંગ લીલા મરચા
સીંગદાણા
મીઠું સ્વાદ અનુસાર
1 ટી સ્પૂન લીંબુ નો રસ
1/2 ચમચી ખાંડ

આ બધુ મિક્સઝર જાર મા પીસી લેવું

આંબલી ની ચટણી
1 વાટકી આંબલી
1/2 વાટકી ગોળ
ચપટી હિંગ
જીરું પાવડર
મીઠું
ધાણાજીરું પાવડર
મીઠું
સંચળ

આંબલી ને ગોળ નાખી અડધા ગ્લાસ જેટલું પાની મુકી ઉકળવિ ગોળ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળવું હવે ઠંડી થાઈ પછી મિક્સર જાર મા પીસી લેવું ત્યાર બાદ તેમાં હિંગ,જીરું પાવડર,ધાણાજીરું,લાલ મરચા પાવડર,મીઠું,સંચળ બધુ ઉમેરી સરખું હલાવી મિક્સ કરવું.
તૌ ત્યાર છે એનર્જી ભેલ

બાળકોને સવારે દેવા આ બધું રાતે તેયાર કરી સવારે બધુ મિક્સ કરી ને આપી સકાય છે. બાળકો ને લંચ બોક્સ મા દેવા માટે ચટણી અલગ થી આપવી. નાના મોટા બધાં માટે એક્દમ હેલ્ધી વાનગી

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી(જામનગર)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી