ટુરીઝમ ક્ષેત્રમાં નવો અધ્યાય “ઇલેકશન ટુરીઝમ”, ૫૦૦ ફોરેનર્સ ગુજરાતમાં ચૂંટણીનું મહાપર્વ માણવા આવ્યા….

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર માત્ર ભારત જ નહિ પરંતુ દુનિયાના ઘણા દેશોની નજર છે. ત્યારે જ વિશ્વની આ સૌથી મોટી લોકશામાં ચૂંટણી પ્રક્રિયા અને ઉમેદવારોની લોકસંકર્પના કાર્યક્રમો કેવી હોય છે? તે જાણવાની ઇચ્છા સૌને હોય છે. ત્યારે જ આ ગુજરાત ઇલેકશનને ટુરીઝમ સાથે જોડી દેવામાં આવ્યું છે. અમદવાદના અક્ષર ટ્રાવેલ્સ દ્વારા ચુંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના જોવા લાયક સ્થલો અને ચૂંટણીની સભાઓ, રેલીઓ અને લોક સંપર્કના વિવિધ તક્કાઓ બતાવવા માટે ખાસ ‘ઇલેકશન ટુરીઝમ’ના પેકેજ તૈયાર કરાય છે.

ઇલેકેશન ટુરીઝમ માણવા માટે હાલ લગભગ ૫૦૦ ફોરેર્ન્સ સાથે ૧૦૦થી વધુ એનઆરઆઇ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. ઇલેક્શન ટુરીઝમમાં આવેલા એનઆરઆઇ જેતે દેશોના ઘણા મોભાદાર અને વગદાર નાગરિકો છે. આયોજકોના જણાવ્યા મુજબ હાલ જર્મની, ઓસ્ટ્રીયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જાપાન અને અમેરીકાથી આ પ્રવાસીઓ ગુજરાત આવી પહોંચ્યા છે.

આ પ્રવાસીઓને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કે જ્યાં જોવા લાયક સ્થલો વધારે છે અને ત્યાં ચૂંટણીનો પ્રચાર પણ જોરશોરમાં થઇ રહ્યો છે. ત્યાંની તેમને મુલાકાત કરાવવામાં આવી રહી છે. ઇલેકશન ટુરીઝમ માણવા આવેલા આ પ્રવાસીઓ સોમનાથ અને વેરાવળ તથા ધારી અને ગીર ફોરેસ્ટની મુલાકાત કરાવ્યા બાધ સ્થાનિક ઉમેદવારો સાથે મિટીંગ પણ કરાવાઇ હતી.

તેવી જ રીતે પ્રવાસીઓને ઉત્તર ગુજરાતમાં શામળાજી અને અંબાજીની વિઝીટ કરાવવા ઉપરાંત ગાંધીનગરમાં અક્ષરધામ અને મહત્મા મંદિર બતાવી સ્થાનિક વિસ્તારમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર જેવા કે બાઇક અને કાર રેલી બતાવાઇ હતી. સાથે સાથે જેતે વિસ્તારમાં સાંજે રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ તેમને બતાવવામાં આવી રહી છે.

વર્ઝન: વાહન રેલીઓ અને સભાઓ તો પ્રવાસીઓએ ક્યારેય જોઇ જ નથી: મનિષ શર્મા( અક્ષર ટ્રાવેલ્સ)


ખાસ કરીને યુરોપના દેશોમાંથી આવેલા પ્રવાસીઓે ક્યારેય વાહન રેલીઓ અને આવી જંગી સભાઓ તથા નેતાઓની લોકસંપર્ક કાર્યક્રમ ક્યારેય જોયા જ નથી. ગુજરાતની ચૂંટણીમાં યુવાનોથી લઇને આધેડ અને મહિલાઓ સૌ કોઇ રસ લઇ રહ્યા છે. જે જોઇને પ્રવાસીઓ ખુશ ખુશાલ થઇ ગયા છે. ઉમેદવારો પોતાના મતદારોને ઘરે ઘરે જઇને તેમનો સંપર્ક કરી રહ્યા છે. તે પણ આ મુસાફરો માટે ખુબ જ નવીનતા છે. દિવસ દરમિયાના ટુરીઝમ સાઇટની મુલાકાત અને સાંજે સભા કે રેલી અને રાત્રે જેતે ઉમેદવાર સાથે આ મુલાકાતીઓની ડીનરની વ્યવવસ્થા કરવામાં આવી છે. આ ઇલેક્શન ટુરીઝમનથી વિદેશી પ્રવાસીઓ ખુશખુશાલ છે.

લેખક : કેતન દવે. અમદાવાદ

શેર કરો આ રસપ્રદ વાત તમારા મિત્રો સાથે અને દરરોજ અવનવું જાણવા અને માણવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી