આ દાદાએ 1200 પાકિસ્તાની સૈનિકોને એકલાહાથે ચટાડી હતી ધૂળ, ઇતિહાસનો ખોવાયેલો કિસ્સો

ભારતીયો અત્યારે આરામ અને શાંતિનું જીવન ગાળી રહ્યા છે એની પાછળ ભારત માતા માટે બલિદાન દેનારા શહિદો તેમજ બોર્ડર પર તહેનાત સપૂતોની વીરતા જવાબદાર છે. ઇતિહાસમાં એવા અનેક કિસ્સાઓ છે જેમાં સાધારણ લોકોએ પણ અસાધારણ કામ કર્યું છે અને ભુલાઈ ગયા છે. આવું જ એક નામ છે રણછોડભાઈ રબારીનું. તેમણે એકલાહાથે 1200 પાકિસ્તાની સૈનિકોને ધૂળ ચટાડી દીધી હતી. તેમના સન્માનમાં ગુજરાતના સુઈગાંમ આંતરરાષ્ટ્રીય સીમા ક્ષેત્રની એક બોર્ડર પોસ્ટને તેમનું નામ પણ આપવામાં આવ્યું છે. આ પોસ્ટ પર તેમની પ્રતિમા પણ લગાવવામાં આવી છે.

રણછોડભાઈ રબારીએ પાકિસ્તાન સાથે થયેલા 1965 અને 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અવિભાજીત ભારતના પેથાપુર ગથડો ગામના વતની હતા. વિભાજન વખતે તેમનું ગામ પાકિસ્તાનના હિસ્સામાં ચાલ્યું હતું  હતું. આખરે તેઓ ગુજરાતના બનાસકાંઠામાં આવીને વસી ગયા હતા. તેઓ દેશના સાચા સપૂત હતા. 2013ના જાન્યુઆરી મહિનામાં રણછોડભાઈનું 112 વર્ષની વયમાં મૃત્યુ થઈ ગયું હતું.

રણછોડભાઈ રબારી સાથે જોડાયેલો એક કિસ્સો યાદગાર છે. 1965ના વર્ષના આરંભમાં પાકિસ્તાની સેનાએ ભારતની કચ્છ સીમા સ્થિત વિદ્યાકોટ થાણા પર કબજો કરી લીધો હતો. આ સમયે થયેલી લડાઈમાં ભારતના 100 સૈનિકો શહીદ થઈ  ગયા હતા. આ સમયે સેનાની બીજી ટુકડીનું ત્રણ દિવસમાં છારકોટ પહોંચવાનું જરૂરી હતું. આ સમયે રણછોડભાઈના માર્ગદર્શનના કારણે જ ટુકડી નિર્ધારીત સમયે પહોંચી શકી હતી. રણક્ષેત્રથી સારી રીતે પરિચીત હોવાના કારણે તેમણે પાકિસ્તાની સૈનિકોની નજરથી છુપાઈને આ વિસ્તારમાં છુપાયેલા 1200 પાકિસ્તાની સૈનિકોનું લોકેશન પણ જાણી લીધું હતું. આ જાણકારી ભારતીય સેના માટે મહત્વની સાબિત થઈ હતી.

સૌજન્યઃ હિતાર્થભાઈ કણસાગરા

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block