એલચીનાં ફાયદા અને નુકસાન! ઇન્ફોર્મટિવ..

ભારતીય ભોજન મસાલેદાર હોવાને કારણે દુનિયાભરમાં જાણીતો છે. જેમા અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલામાં ઈલાયચી પણ છે જે પોતાના સ્વાદ માટે જ નહીં, પરંતુ પોતાના બીજા અનેક ગુણો માટે પ્રચલિત છે. એલચી માં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા જરૂરી વિટામિન રહેલા હોય છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટૅબલિઝમના ઉત્પાદનમાં મહત્વની ગણાતી એલચી માં તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિનની સાથે એનિમિયાથી લડવામાં પણ મદદ કરે છે અને આ સ્થિતિમાં થતાં લક્ષણોમાં પણ રાહત આપે છે.

એલચીને મુખ્ય રૂપે માઉથ ફ્રેશનર અથવા તો મુખવાસ તરીકે કરવામાં આવે છે. ઇલાયચી બે પ્રકારની હોય છે – નાની અને મોટી. મોટી ઇલાયચીને આપણે ખાવાનું બનાવવા માટે એક મસાલા તરીકે કરવાતા હોઈએ છીએ, જયારે નાની ઇલાયચીનો ઉપયોગ ખાવામાં સુગંધ વધારવા માટે કરતા હોઈએ છીએ. મોટી એલચી સ્વાદમાં તીખી, ગરમ પ્રકૃતિ અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, પચવામાં હળવી, કફ, પિત્ત, લોહીના વિકારો, ખંજવાળ, ઊબકા-ઊલટી, મૂત્રાશયના રોગ, મુખના રોગ, શિરના રોગ અને ઉધરસને મટાડે છે. બંને પ્રકારની એલચી ગુણોમાં સરખી હોવાં છતાં નાની એલચી વધુ સુગંધીદાર અને ગુણમાં વધારે શ્રેષ્‍ઠ હોય છે. માટે તેનો ઉપયોગ આયુર્વેદમાં ખાસ રીતે થાય છે

આ બંને પ્રકારની ઇલાયચી આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભદાય તો છે જ પણ આ સાથે અમુક નુકસાન પણ કરતી હોય છે. જે લોકોને રોજ એલચી ખાવા જોઈએ તેઓ એ તો આ વાત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. તો જાની લો જલદીથી ઇલાયચીથી થતા ફાયદા અને નુકસાન…..

ફાયદા

ગળામાં થતી ખરાશ અને દુઃખાવા માટે એલચી ઉત્તમ છે. તમે નાની એલચીને ચાવીને કે હુંફાળા પાણી સાથે પણ લઈ શકો છો. અમુક લોકોને ગળામાં સોજાની સમસ્યા વધારે રહેતી હોય છે, જેનાં ઉપચાર માટે નાની એલચીને મૂળાનાં પાંદડા સાથે વાટીને પાણી સાથે લેવાથી રાહત મળે છે

ઉબકા આવે અથવા ઉલટી થાય ત્યારે મોટી એલચીનો ઉપય અજમાવો. તેનાં માટે મોટી એલચીને અડધા લીટર પાણી સાથે ઉકાળી લો. જ્યારે પાણી ચોથા ભાગનું થઈ જાય ત્યારે ગેસને બંધ કરી લો. આ પાણીને પીવાથી ઉલ્ટી કે ઉબકા આવતા બંધ થઈ જશે.

ઈલાયચી એક ખૂબ સારું માઉથ ફ્રેશનર છે. તેને ખાવાથી મ્હોની દુર્ગંધ દૂર થાય છે. જો તમારા મ્હોંમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય તો તમારે દરેક સમયે મ્હોંમાં એક ઈલાયચી રાખવી જોઈએ.

જો તમારી સેક્સલાઈફ સારી નથી તો એલચીના ઉપયોગથી તમને તેમાં ફાયદો થશે. આનાથી શરીરને ઉર્જા મળે છે, સાથે જ નપુંસકતામાં પણ તેના સેવનથી ફાયદો થાય છે.

ઈલાયચીમાં રહેલ મેગનીઝ શરીરમાંથી ટૉક્સિનને બહાર કાઢે છે. જેનાથી શરીરને કેંસર જેવી મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે.

આપણે ત્યાં જમ્યા બાદ ઈલાયચી ખાવાનું ચલન છે. જમ્યા બાદ ઈલાયચી ખાવી ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો જમવાનું પચાવવામાં ખૂબ મદદ કરે છે.

એલચીના રાસાયણિક ગુણ શરીરમાં રહેલા ફ્રી-રેડિકલ અને બીજા ઝેરીલા તત્વોને દૂર કરવામાં મદદગાર હોય છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે.

નાની ઈલાયચીથી ફેફસામાં રક્ત પ્રવાહ ઝડપથી થવા લાગે છે, જેનાથી શ્વાસને લગતી તકલીફો દૂર થાય છે. આયુર્વેદમાં ઈલાયચીને ગરમ તાસીરની માનવામાં આવે છે જે શરીરને અંદરથી ગરમી પ્રદાન કરે છે.

ઈલાયચીની ગરમ તાસીર હોવાને કારણે કફની સમસ્યાને મટાડવામાં મદદ કરે છે.

એસીડિટિને કારણે પેટમાં એસિડ જમા થાય છે, જેને કારણે પેટનો આંતર ભાગ ક્ષતિગ્રસ્ત થાય છે. તમને કદાચ ખબર હશે કે એલચીમાં તેલ પણ રહેલું હોય છે.આ તેલ પેટની અંદરનાં ભાગને મજબૂત કરવામાં મદદ કરે છે અને એસિડિટિને પણ મટાડવામાં મદદ કરે છે.

તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે મુખવાસમાં વરીયાળી સાથે ઈલાયચી કેમ સર્વ કરાય છે? તેનું કારણ એટલું જ છે કે ઈલાયચીમાં રહેલા તત્વો પાચન ક્રિયાને ઝડપી બનાવવામાં હેલ્પ કરે છે.

ઈલાયચીને વાટીને તેમાં મિશ્રી ભેળવીને મોઢામાં મૂકી રાખવાથી છાલા કે ચાંદી મટે છે.

અમુક લોકોને બસ કે ગાડીમાં મુસાફરી કરતા વખતે ઘભરામણ અનુભવતા હોય છે. તેનાં માટે આવા લોકોએ મુસાફરી શરુ થતા પહેલાં જ મોઢાંમાં ઈલાયચી નાખીને બેસવું. આનાથી ઘભરામણ તો દૂર થશે જ અને ઉલટી પણ નહીં થાય.

એલચીથી થતા નુકસાન

તમે જો કોઈ બીમારીને લગતી દવાઓ લેતા હોવ ત્યારે ઈલાયચી ખાવાનું ટાળો, કારણ કે અમુક સમયે એવું બનતું હોય છે કે દવાઓ સાથે એલચી ઊંધી રીતે રીએક્ટ કરતી હોય છે. જેથી અન્ય તકલીફ પણ ઉભી થતી હોય છે અથવા દવાની અસર શરીર પર નથી થતી.

ઘણી વાર અતિશય ઈલાયચીનાં સેવનથી પથરીની પણ સમસ્યા થતી હોય છે. જો તમને પહેલાંથી જ પથરીની સમસ્યા રહેતી હોય તો ઈલાયચીથી દુર જ રહેજો, કારણ કે રીસર્ચ સ્નુસાર ઈલાયચીને પીરેપુરું પચાવી શકાતું નથી પછી તે આંતરડામાં જમા થતી જાય છે અને પથરીની સમસ્યા ઉભી થતી હોય છે.

એલચી જ તમે વધુ પ્રમાણમાં ખાવ છો તો તેનાથી શરીરમાં રીએક્શન થવા લાગે છે અને પછી કોઈ પણ પ્રકારની એલર્જી થવાની શક્યતા રહેલી હોય છે. ઈલાયચીથી શરીર ઉપર અમુક વખતે વધારે પડતી ખણ, સ્કીન રેશિસ કે લાલ ધબ્બા આવી જાય છે, પરંતુ ઘણા લોકોને આના વિશે ખબર ન હોવાથી તેઓ એલચીનું સેવન ચાલું જ રાખતા હોય છે. જેને કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.

ઈલાયચીથી થતી એલર્જીનાં લક્ષણો

છાતી અને ગળામાં દુખાવો અને ખૂચવું

શ્વાસ લેવામાં તકલીફ

ઘભરામણ રહેવી

અનકમ્ફર્ટબલ ફીલિંગ

મિત્રો ઈલાયચીથી થતા નુકસાન ઓછા છે, જેની શક્યતા બહુ ઓછી છે. આવી જ રીતે ઈલાયચીનાં ફાયદા પણ અઢળક છે. તો ભાવાર્થ એટલો જ છે કે ઈલાયચીને ખાવાની ટેવ ન પાડો અને જરુરીયાત હોય ત્યારે જ તેનું સેવન કરો. જો તમને આ ટીપ્સ ગમી હોય તો અન્ય સુધી પહોંચાડવા માટે શેર કરજો.

લેખક – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી