વોશીંગ્ટનની એક સ્કુલમાં છોકરીઓ આ યુક્તિ કરી…

વોશિંગ્ટનની એક ખાનગી સ્કૂલમાં એક વિચિત્ર પ્રકારની સમસ્યા ઉભી થઇ હતી. આશરે બારેક વર્ષની ઉમરની છોકરીઓએ સ્કુલમાં લીપ્સ્ટીક લગાવવાની શરુ કરી. લીપ્સ્ટીક વાપર્યા પછી એ છોકરીઓ એ લીપ્સ્ટીક ને સ્કુલના બાથરૂમમાં સંતાડતી હતી એનોય વાંધો નહતો પણ એ છોકરીઓ લિપસ્ટિક લગાવીને બાથરૂમના અરીસા ઉપર હોઠના અસંખ્ય ડાઘા પાડતી હતી.

રોજ રાત્રે સ્કૂલનો સફાઈ કર્મચારી એને સાફ કરે અને બીજા દિવસે પાછા એ અરીસા પર ડાઘ તૈયાર થઇ ગયા હોય. આ વાતની ફરિયાદ પ્રિન્સીપાલ સુધી પહોંચી.

પ્રિન્સિપાલે નક્કી કર્યું કે કઈક તો કરવું જ પડશે. બીજા દિવસે તેમણે બધીજ છોકરીઓને બાથરૂમમાં બોલાવી; પેલા સફાઈ કર્મચારી સાથે એ ત્યાં જ હાજર હતા.

પ્રિન્સિપાલે બધી છોકરીઓને કહ્યું કે સફાઈ કર્મચારી રોજ લીપ્સ્ટીક ના ડાઘ સાફ કરે છે પણ એ તેમના માટે ખુબજ મુશ્કેલ કામ છે, તેમણે સફાઈ કર્મચારીને ડાઘા સાફ કરીને બતાવવા કહ્યું.

સફાઈ કર્મચારીએ એક લાંબા હેન્ડલવાળું મોટું પોતું લીધું અને એને પોટી (કમોડ)માં બોળીને અરીસો સાફ કરવા લાગ્યો.
બસ એ ઘડીને એ દિવસ અરીસા પર કોઈએ લીપ્સ્ટીકના ડાઘા પાડ્યા નથી.

મોરલ :

“કેટલાક શિક્ષક હોય છે અને કેટલાક કેળવણીકાર હોય છે.”

મિત્રોમાં શેર કરી બધાને જલ્સા કરાવો !

જેંતીલાલ

ટીપ્પણી